શાકભાજીના ભાવમાં કમરતોડ વધારો: ટામેટાનો ભાવ આસમાને, આદુનો ટેસ્ટ થયો વધુ તીખો
લાલચોળ ટામેટાના ભાવ આસમાને પહોંચી જતાં ગૃહિણી અને રેસ્ટોરન્ટના ધંધાર્થીનું પણ બજેટ ખોરવાઈ ગયું છે. લાલચોળ ટામેટાનો ભાવ હાલ પ્રતિકિલોએ 160 રૂપિયાને પાર પહોંચ્યો છે. એટલે કે એક ટામેટું તમને 18થી 20 રૂપિયાએ મળશે.
Trending Photos
Vegetable Price: દેશના મોટા ભાગના રાજ્યોમાં છેલ્લા 10 દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે જેના કારણે હવે જનજીવન પર અસર થવા લાગી છે. વરસાદની અસર હવે સામાન્ય માણસના ખિસ્સા પર જોવા મળી રહી છે. કારણ કે વરસાદના કારણે ફળ અને શાકભાજીના ભાવ સાતમા આસમાને પહોંચ્યા છે. વરસાદના કારણે ટમેટાના ભાવ પહેલાથી જ વધી ચુક્યા છે તેવામાં હવે અન્ય શાકભાજી અને ફળના ભાવ પણ ત્રણ આંકડામાં બોલાઈ રહ્યા છે.
ટામેટાનો ભાવ 160 રૂપિયાને પાર
લાલચોળ ટામેટાના ભાવ આસમાને પહોંચી જતાં ગૃહિણી અને રેસ્ટોરન્ટના ધંધાર્થીનું પણ બજેટ ખોરવાઈ ગયું છે. લાલચોળ ટામેટાનો ભાવ હાલ પ્રતિકિલોએ 160 રૂપિયાને પાર પહોંચ્યો છે. એટલે કે એક ટામેટું તમને 18થી 20 રૂપિયાએ મળશે. ટામેટાના ભાવ વધતાં ગૃહિણીઓએ અને ધંધાર્થીઓએ વપરાશ ઓછો કર્યો છે. એક ટામેટાના ચાર ભાગ કરીને શાકરમાં વાપરવાનું શરૂ કરાયું છે. તો પીઝા અને બર્ગરમાંથી લાલચોળ ટામેટા ગાયબ થઈ ગયા છે. જેથી જંકફૂડના શોખીનોને હાલ ટામેટાનો સ્વાદ ચાખવા નહીં મળે.
આદુનો ટેસ્ટ વધુ તીખો થયો
ચા ના શોખીનોએ ચા ની ચુસ્કી માણવા માટે વધુ પૈસા ચુકવવા પડશે. કેમ કે ચાનો ટેસ્ટ વધારતા આદુનો ભાવ પ્રતિકિલોએ 300 રૂપિયાએ પહોંચ્યો છે. તો અમુક જગ્યાએ ચા માંથી આદુ જ ગાયબ થઈ ગયું છે. ટામેટાની જેમ આદુનો ભાવ પણ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે...ઘરે આવતા મહેમાનો ચા ને બદલે ગૃહિણીઓ કોલ્ડ્રીંગ્સથી આવકાર આપે છે. આદુના ભાવ વધતાં ગૃહિણીઓ કોલ્ડડ્રીંગ્સ તરફ વળી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે