Sun Transit 2023: સૂર્ય-બુધની યુતિ આ લોકોનું ભાગ્ય ચમકાવશે, ધન લાભ તથા વિદેશ યાત્રાનો યોગ બનશે
sun Transit Cancer 2023: દર મહિને ગોચર કરનાર ગ્રહોનો રાજા સૂર્ય 17મી જુલાઈએ પોતાની રાશિ બદલવા જઈ રહ્યાં છે. અહીં તે બુધ સાથે યુતિ કરશે, જેનાથી કેટલીક રાશિઓને ફાયદો થશે.
Trending Photos
Surya Change Rashi: દર મહિને થતું સૂર્ય દેવનું રાશિ પરિવર્તન આ વખતે 17 જુલાઈએ થવાનું છે. સૂર્ય બુધ રાશિ છોડીને ચંદ્રમાની રાશિ કર્કમાં પ્રવેશ કરશે.જ્યાં પર ગ્રહોના રાજકુમાર બુધ પહેલાથી જ બિરાજમાન છે. સૂર્યના ગોચરથી કેટલાક જાતકોને લાભ થઈ શકે છે. વૃષભ રાશિના જાતકોના સામાજિક કાર્યો પર તેની અસર વિશેષ રૂપથી પડશે. સાત્કિક લોકો સાથે ડીલ હશે જે તમારા નેટવર્કને વધુ મજબૂત કરશે. તમારી પ્રતિભા દેખાડવા માટે સારો સમય છે. આ સમયે સૂર્યની સાથે બુધનું કોમ્બિનેશન તમારા ટેલેન્ટને નિખારવાનું કામ કરશે. આવો જાણીએ વૃષભ રાશિના જાતકો પર તેની શું અસર પડશે.
નોકરી સાથે જોડાયેલા લોકોને પ્રમોશન મળી શકે છે. જે લોકો સતત છેલ્લા કેટલાક સમયથી મહેનત કરી રહ્યાં છે. તેને તેની મહેનતનું ફળ મળી શકે છે. જુલાઈ મહિનામાં વિદેશ યાત્રાની તક મળી શકે છે. જે લોકો ટૂરિંગ જોબ કરે છે તેને આ વખતે વધુ યાત્રા કરવી પડશે.
વેપારમાં વધુ નફો કમાવા માટે તમારે ટેક્નોલોજીની મદદ લેવી પડશે. જેવી પરિસ્થિતિ બદલી રહી છે, આજે દરેક કામ માટે ઈ-નેટવર્કિંગ થઈ રહ્યું છે. તમારે પરિસ્થિતિ અનુસાર ખુદને બદલતા વેપારને અપડેટ કરવો પડશે. આર્થિક મામલામાં તમારી ચિંતા દૂર થઈ શકે છે. સરકારની યોજનાઓ અને ખેલ સંબંધિત વસ્તુઓ સાથે જોડાયેલા વેપારમાં લાભ થઈ શકે છે.
ભાઈ-બહેનોની પ્રગતિ થશે સાથે તેની સંગતિ પર પણ ધ્યાન રાખવું પડશે. જો તે કોઈ પ્રકારની સ્પર્ધાની તૈયારી કરી રહ્યાં છે તો તેનું માર્ગદર્શન કરતા રહો. આ દરમિયાન અતિઆત્મવિશ્વાસમાં હાથમાંથી તક ગુમાવી શકો છો. પ્રોપર્ટી સંબંધમાં કોઈ પ્રકારનો વિવાદ સામે આવી શકે છે, જેને લઈને તમે પરેશાન રહેશો.
વાહન દુર્ઘટના કે જૂના લોકો તમારી મુશ્કેલી વધારી શકે છે, તેથી સાવચેત રહો અને બેદરકારીથી બચો. ભોજન હળવું લો કારણ કે એસિડિટીની સમસ્યા વધશે. જે લોકોને આ સમયે રહે છે તે વધુ પાણીનું સેવન કરે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે