Vegetable Price Hike: ગરમીનો પારો વધતા જ લીંબુ સાથે શાકભાજીના ભાવ પણ ઉંચકાયા

હાય રે મોંઘવારી.... શાકભાજી, ખાવાનું તેલ, પેટ્રોલ-ડીઝલ, દૂધ, અનાજ એવી કોઈ જીવન જરૂરિયાતી વસ્તુ નથી જેના ભાવ વધ્યા ન હોય. આ ઉનાળો કાઢવો લોકો માટે આકરો બની રહેશે. ખાવાપીવાની વસ્તુઓ પર બ્રેક મારવી પડશે. ઉનાળો આવતા જ શાકભાજીના ભાવમાં પણ વધારો થયો, જોકે, પેટ્રોલ-ડીઝલની કિંમતના ભાવ પણ તેના પર થયા છે

Vegetable Price Hike: ગરમીનો પારો વધતા જ લીંબુ સાથે શાકભાજીના ભાવ પણ ઉંચકાયા

ઝી મીડિયા/બ્યૂરો :એક તરફ ગરમીનો પારો 40 ને પાર પહોંચી ગયો છે, તો બીજી તરફ મોંઘવારીનો પારો પણ વધી રહ્યો છે. ગરમીનો પારો વધતા લીલા શાકભાજી અને લીંબુના ભાવમાં વધારો થયો છે. દરેક શાકભાજીના પ્રતિ કિલોના ભાવમાં પાંચ થી દસ રૂપિયાનો વધારો થયો છે. તો લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. હાલ લીંબુ 170 થી 200 રૂપિયા પ્રતિકિલોના ભાવે મળી રહ્યા છે. શાકભાજીનું ઉત્પાદન ઘટવાથી ભાવમાં વધારો થયો છે. સાથે જ ઈંધણના ભાવમાં વધારો થતા શાકભાજી બહારથી લાવવા મોંઘા પડી રહ્યા છે. જેના કારણે પણ ભાવમાં વધારો થયો છે. વેપારીઓનું કહેવું છે કે, શાકભાજીના ભાવ હજુ પણ વધશે.

શાકભાજીના ભાવ પ્રતિ કિલો

  • કોબી 40 રૂપિયા 
  • ફ્લાવર 40 રૂપિયા 
  • ભીંડા 60 રૂપિયા 
  • દૂધી 30 રૂપિયા 
  • ફણસી 80 રૂપિયા 
  • કેપ્સિકમ 80 રૂપિયા 
  • ગુવાર 80 રૂપિયા 
  • વટાણા 50 રૂપિયા 
  • ગિલોડા 60 રૂપિયા 
  • રીગણ 45 રૂપિયા 
  • રવૈયા 60 રૂપિયા 
  • સરગવો 50 રૂપિયા 
  • ગલકા 50 રૂપિયા 
  • તુરિયા 40 રૂપિયા 
  • કાચી કેરી 60 રૂપિયા 
  • કારેલા 50 રૂપિયા 
  • ટામેટા 30 રૂપિયા 
  • મરચા 120 રૂપિયા 
  • લીબુ 160 થી 180 રૂપિયા 
  • આદુ 50 રૂપિયા 
  • પાલક 40 રૂપિયા 
  • મેથી 40 રૂપિયા 
  • ધાણા 50 રૂપિયા 
  • લીલું લસણ 60 રૂપિયા 
  • લીલી ડુંગળી 40 રૂપિયા 

આ પણ વાંચો : સસરા વહુના સૂકવેલા કપડા સૂંઘ્યા કરતા, તક મળે તો વહુને સ્પર્શી લેતા... કંટાળેલી વહુએ કરી ફરિયાદ

શાકભાજી ગરમીની શરૂઆત થતા જ લીલા શાકભાજી અને લીંબુના ભાવમાં વધારો થયો છે. દરેક શાકભાજીના ભાવમાં પ્રતિ કિલોના 5 થી 10 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે કે, લીંબુના ભાવ તો આસમાને પહોંચ્યા છે. લીંબુનો પ્રતિ કિલો ભાવ 170 થી 200 એ પહોંચ્યો છે. આ ભાવ વધારાનું કારણ છે ગરમી ઉનાળાની શરૂઆત થતા જ શાકભાજી ઉત્પાદન ઘટ્યું છે. બીજી તરફ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતાં જ શાકભાજી જે બહાર થી આવી રહી છે તેના પર પેટ્રોલની અસર વધી છે. વાહનવ્યવહાર મોંઘો થયો છે તેની અસર પણ ભાવ પર પડી છે. વેપારીઓનું કહેવું છે કે હજુ પણ શાકભાજીના ભાવમાં સતત વધારો થઇ શકે છે.

એક તરફ શાકભાજી તો બીજી તરફ, પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં રોજેરોજ વધારો ઝીંકાઈ રહ્યો છે. 8 દિવસમાં 7 વખત વધી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો થયો છે. આજના લેટેસ્ટ ભાવ મુજબ, પેટ્રોલની કિંમતમાં 80 અને ડીઝલમાં 72 પૈસા વધ્યા છે. CNG ની કિંમતમાં પ્રતિ કિલો 1.5 રૂપિયાનો વધારો થયો છે. રાજ્યના કેટલાક શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર પહોંચી ગયુ છે. રાજ્યમાં પેટ્રોલની કિંમત સરેરાશ 99.90 રૂપિયા થઈ છે. તો ડીઝલની સરેરાશ કિંમત 94.07 રૂપિયા પ્રતિલીટર થઈ છે. પ્રીમિયમ પેટ્રોલ પ્રતિલીટર 103.24 રૂપિયાને પાર પહોંચી ગયુ છે. આંતતરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવમાં વધારાને લીધે ગુજરાત સહિત દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news