Russia-Ukraine War: PM મોદી અટકાવશે રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ! ભારતના સતત સંપર્કમાં છે UN ચીફ

ભારત સતત વાતચીત દ્વારા સમસ્યાનું સમાધાન કાઢવાની વકીલાત કરતું રહ્યું છે. 

Russia-Ukraine War: PM મોદી અટકાવશે રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ! ભારતના સતત સંપર્કમાં છે UN ચીફ

કીવ: રશિયા અને યુક્રેન વચ્ચે એક મહિનાથી ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા માટે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહત્વની ભૂમિકા ભજવી શકે છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે કહ્યું કે તેઓ યુદ્ધને સમાપ્ત કરવાની દિશામાં મધ્યસ્થતાના પ્રયત્નો મુદ્દે ભારત સહિત અનેક દેશોના સંપર્કમાં છે. અત્રે જણાવવાનું કે ભારત સતત વાતચીત દ્વારા સમસ્યાનું સમાધાન કાઢવાની વકીલાત કરતું રહ્યું છે. 

આ દેશોના પણ લીધા નામ
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસ(UN Chief Antonio Guterres) એ સોમવારે કહ્યું કે તેઓ રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાની દિશામાં મધ્યસ્થતાના પ્રયત્નો મુદ્દે ભારત, તુર્કી, ચીન અને ઈઝરાયેલ સહિત અન્ય દેશો સાથે સંપર્કમાં છે. પત્રકારો સાથે વાતચીતમાં ગુટેરસે કહ્યું કે હું એવા અનેક દેશોના સંપર્કમાં છું જે રાજકીય સમાધાન માટે મધ્યસ્થતાના વિભિન્ન ઉપાયોની ભાળ મેળવવા બંને પક્ષો સાથે વાતચીત કરી રહ્યા છે. 

ગુટેરસે આ આશા વ્યક્ત કરી
યુએન ચીફે કહ્યું કે હું મારા તુર્કીના મિત્રો સાથે ખુબ નજીકથી સંપર્કમાં રહ્યો છું. આ જ પ્રકારે ભારત ઉપરાંત કતાર, ઈઝરાયેલ, ચીન અને ફ્રાન્સ તથા જર્મની સાથે પણ સંપર્કમાં છું. મને વિશ્વાસ છે કે આ યુદ્ધને સમાપ્ત કરવા માટે પરિસ્થિતિઓના નિર્માણ કરવા માટે આ તમામ પ્રયત્નો જરૂરી છે. એવું પૂછવામાં આવતા કે શું આ તમામ દેશ તેમના પ્રયત્નોનું સમર્થન કરી રહ્યા છે તો તેમણે કહ્યું કે મને એવી આશા છે. 

ભારત આ વલણ પર છે મક્કમ
ભારત આ મામલે અત્યાર સુધી ખુબ જ તટસ્થ પ્રતિક્રિયા આપતું આવ્યું છે. જેનું કારણ છે રશિયા સાથેના તેના જૂના સંબંધ. ભારતે આ મુદ્દા વિશે સંયુક્ત રાષ્ટ્રમાં થયેલા મતદાનમાં પણ ભાગ લીધો નહતો. જો કે ભારત શાંતિના રસ્તે સમાધાન કાઢવાની વાત પર ભાર મૂકી રહ્યું છે. નોંધનીય છે કે બંને પક્ષો વચ્ચે આજે તુર્કીમાં એક વધુ બેઠક થવાની છે. જેમાં શાંતિ બહાલ કરવા માટે વાતચીત થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news