હમારા સ્વાગત નહી કરોગેં...લગ્નમાં બિન બુલાયે મહેમાન બની ત્રાટકી પોલીસ, ભોજન સમારંભમાં મચી દોડધામ
પારડીના બાલદાવ ગામમાં લગ્ન પ્રસંગમાં પારડી પોલીસ બિન બુલાઈ મહેમાન તરીકે પહોચતા લગ્નમાં દોડધામ મચી ગઇ હતી. વલસાડ (Valsad) જિલ્લા અને સમગ્ર રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે સરકાર દ્વારા લગ્ન પ્રસંગમાં માત્ર 50 જ વ્યક્તિઓને જ પરવાનગી આપી છે.
Trending Photos
ઉમેશ પટેલ, વલસાડ: વલસાડ (Valsad) જિલ્લાના પારડી (Pardi) તાલુકાના બાલદા (Balda) ગામમાં યોજાઈ રહેલા એક લગ્ન (Marriage) માં પોલીસ બીન બુલાઈ મહેમાન તરીકે ત્રાટકી હતી. લગ્નમાં 50 થી વધુ જાનૈયાઓની હાજરી જણાતા પોલીસે તાત્કાલિક રેડ કરી કાર્યવાહીના ભાગરૂપે વરરાજાના પિતા સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આમ પારડીના બાલદાવ ગામમાં લગ્ન પ્રસંગમાં પારડી પોલીસ બિન બુલાઈ મહેમાન તરીકે પહોચતા લગ્નમાં દોડધામ મચી ગઇ હતી. મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી વલસાડ (Valsad) જિલ્લા અને સમગ્ર રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે સરકાર દ્વારા લગ્ન પ્રસંગમાં માત્ર 50 જ વ્યક્તિઓને જ પરવાનગી આપી છે.
સાથે જ લગ્ન (Marriage) પ્રસંગમાં ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ (Social Distancing) નું પાલન કરવા સહિત સેની તાઇઝર નો પણ ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે અને દરેક વિસ્તારોમાં જે તે પોલીસ સ્ટેશન અને સ્થાનિક તંત્રને જવાબદારી સોંપી અને લગ્ન પ્રસંગમાં કાયદાઓનું ચુસ્તપણે પાલન થાય તેની તકેદારી રાખવા માટે સૂચનો કરવામાં આવ્યું છે.
જેને પગલે છેલ્લા કેટલાક સમયથી વલસાડ (Valsad) જિલ્લા પોલીસ પણ એક્શન મોડ પર આવી છે. અને જિલ્લામાં યોજાઈ રહેલા લગ્ન પ્રસંગો પર પોલીસ બાજ નજર રાખી રહી છે. જોકે કેટલીક જગ્યાએથી ચોરીછૂપીથી યોજાતા લગ્ન સમારંભો પર પણ પોલીસ (Police) પોતાનું નેટવર્ક સક્રિય કરીને તેની પણ માહિતી મેળવી રહી છે.
DNA ANALYSIS: કોરોના સામે જંગમાં મહત્વપૂર્ણ સાબિત થશે Virafin, જાણો કઇ રીતે કરશે કામ
આથી જિલ્લામાં યોજાઈ રહેલા લગ્નના મુહૂર્તથી લઈ અને લગ્નની કંકોત્રી સુધીની માહિતી પોલીસ સુધી પહોંચી રહી છે. આ માટે પોલીસે ડીજે સંચાલકો, મંડપ સંચાલકો, પાર્ટી પ્લોટ, મેરેજ હોલ અને વિવિધ સમાજના અગ્રણીઓ સાથે જિલ્લાના ગામોના સરપંચો સાથે પણ સતત સંપર્ક રાખી રહી છે.
ઉપરાંત પોલીસ પ્રિન્ટીંગ પ્રેસ સંચાલકો સાથે પણ સંપર્કમાં છે. આથી જિલ્લામાં કોઈ પણ ખૂણે યોજાયેલા લગ્ન અંગેની માહિતી અને વિગત સાથેની લગ્નની પત્રિકા પોલીસ સુધી પહોંચી જાય છે. આજ રીતે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના બાલદા ગામના વાવ ફળિયામાં યોજાઇ રહેલા લગ્નમાં 50 થી વધુ જાનૈયાઓની હાજરી અને માસ્ક વિનાના જોવા મળ્યા હતા સાથે જ સોસિયલ ડિસ્ટન્સનો પણ ભંગ જોવા મળ્યો હતો.
7th Pay Commission: 28 ટકા વધી શકે છે મોંઘવારી ભથ્થું, એક જુલાઇથી વધશે પગાર
જેની જાણ થતા જ વલસાડ જિલ્લાની પારડી પોલીસ તાત્કાલિક બિન બુલાયે મહેમાન તરીકે બાલદાના વાવ ફળિયામાં યોજાઈ રહેલા લગ્નપ્રસંગ (Marriage) માં ત્રાટકી હતી. જ્યાં યોજાઈ રહેલા લગ્ન માં કોવિડ 19ના તમામ નિયમોનો ભંગ જણાતા પોલીસે કડક કાર્યવાહીના ભાગરૂપે વરરાજાના પિતા અશોકભાઈ નાયક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આમ વલસાડ (Valsad) જિલ્લાના બાલદા ગામમાં પોલીસ આમંત્રણ વિના જ મહેમાન બનીને ત્રાટકી અને નિયમોના ભંગ બદલ લગ્નના યજમાન વરરાજાના પિતા સામે કડક કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવતા જિલ્લામાં યોજાનાર અન્ય લગ્ન સમારંભોના લગ્નના આયોજન કરતાં યજમાન પરિવારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આમ હજુ પણ જિલ્લામાં યોજાઈ રહેલા લગ્ન સમારંભોમાં માત્ર 50 જ વ્યક્તિઓની હાજરી હોવી જોઈએ સાથે જ લગ્ન આયોજન માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ એસ.ઓ.પી નું ચુસ્તપણે પાલન કરવા માટે પોલીસ જણાવી રહી છે. અને જો હજુ પણ લગ્ન પ્રસંગોમાં નિયમોનો ભંગ થતો જણાશે તો પોલીસને આમંત્રણ આપો કે ના આપો પરંતુ પોલીસ લગ્ન પ્રસંગમાં બિન બુલાયે મહેમાન તરીકે ત્રાટકી શકે છે. અને ત્યારબાદ નિયમોના ભંગ બદલ પોલીસ પોલીસ દ્વારા કરવામાં આવનાર ચાંદલો લગ્નના યજમાનને મોંઘો પડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે