વલસાડ : ફેમસ બ્રાન્ડના ડુપ્લીકેટ કપડા વેચવાનું મોટું કૌભાંડ પકડાયું

વલસાડ શહેરના રામવાડી વિસ્તારમાં આવેલા અંકિત એમ્પોરિયમ નામની દુકાનમાં ડુપ્લીકેટ બ્રાન્ડેડ ટ્રેક અને ટીશર્ટનું વેચાણ કરતા કંપનીના અધિકારીઓ અને CID ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા

વલસાડ : ફેમસ બ્રાન્ડના ડુપ્લીકેટ કપડા વેચવાનું મોટું કૌભાંડ પકડાયું

ઉમેશ પટેલ/વલસાડ :વલસાડ શહેરમાં સી.આઈ.ડી ક્રાઈમ દ્વારા રામવાડી વિસ્તારમાં આવેલ એક હોલસેલ વેપારીની દુકાનમાં રેડ પાડવામાં આવી હતી. અંકિત એન્ટરપાઈઝ નામની દુકાનમાં 4 નામચીન કંપનીના 3463 નંગ ડુપ્લીકેટ કપડાઓ વેચતા હોવાની માહિતી મળતા ક્રાઇબ બ્રાન્ચ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 27.90 લાખનો માલ જપ્ત કરાયો છે. તેમજ બે દુકાન સંચાલકોની ધરપકડ કરવામાં આવી છે. મોડી રાત સુધી ક્રાઈમ બ્રાન્ચની તપાસ ચાલી હતી. 

વલસાડ શહેરના રામવાડી વિસ્તારમાં આવેલા અંકિત એમ્પોરિયમ નામની દુકાનમાં ડુપ્લીકેટ બ્રાન્ડેડ ટ્રેક અને ટીશર્ટનું વેચાણ કરતા કંપનીના અધિકારીઓ અને CID ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે. 3463 નંગ કપડાં, જેની કિંમત 27.90 લાખનો કપડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. 

દિલ્હી નાઇકી સહિત અલગ અલગ બ્રાન્ડના સપોસ્ટ કપડાંનું વેચાણ કરતી બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ કપડાંનું વલસાડના રામવાડી વિસ્તારમાં મોટા પાયે વેચાણ કરી રહ્યા હોવાની કંપનીના અધિકારીઓને બાતમી મળી હતી. જેના આધારે CID ક્રાઈમ બ્રાન્ચની ટીમની સાથે કંપનીના અધિકારીઓએ વલસાડના રામવાડી વિસ્તારમાં આવેલા પંચવટી એપાર્ટમેન્ટમાં આવેલી અંકિત એમ્પોરિયમ નામની દુકાનમાં મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં 3463 કપડાં, 2 મોબાઈલ અને 33,270 રોકડા મળી કુલ 27.90 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સાથે જ અંકિત એમ્પોરિયમના સંચાલક અભિષેક ખંડોર અને અંકિત ખંડોરની ધરપકડ કરી હતી.

વલસાડના રામવાડી વિસ્તારમાં આવેલી અંકિત એમ્પોરિયમ નામની દુકાનમાં નાઇકી સહિતના અલગ અલગ બ્રાન્ડના લોગોનો ઉપયોગ કરીને સ્પોર્ટના ટીશર્ટ અને ટ્રેકનું હોલસેલમાં અને છૂટક વેચાણ ઘણા સમયથી કરી રહ્યા હોવાની કંપનીના અધિકારીઓને બાતમી મળી હતી. જેને લઈને કંપનીના અધિકારીઓ અને CID ક્રાઈમ બ્રાન્ચની ટીમની અંકિત એમ્પોરિયમ નામની દુકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં દુકાન અને ગોડાઉનમાંથી અલગ અલગ બ્રાન્ડના લોગો સાથેના કપડાં મળી આવ્યા હતા. જેના કારણે બ્રાન્ડ વેલ્યુને અસર થતી હોવાથી કંપનીના અધિકારીઓએ રેડ કરી 2 આરોપી સાથે 27.90 લાખનો કુલ મુદ્દામાલ કબ્જે કર્યો હતો. CIDની ટીમે ગોડાઉનમાં 27.90 લાખનો મુદ્દામાલ કબ્જે કરી  ગોડાઉન સીલ કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news