વલસાડમાં મોંઘવારીના વિરોધમાં અપાયેલાં કાર્યક્રમમાં પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણ

વલસાડમાં મોંઘવારીના વિરોધમાં અપાયેલાં કાર્યક્રમમાં પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણ

ઉમેશ પટેલ, વલસાડઃ આગમી વર્ષ એટલેકે, 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. આ ચૂંટણીમાં જીત હાંસલ કરવા ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ પોતાની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે કોંગ્રેસ મોંઘવારીને મુદ્દો બનાવીને પ્રજા વચ્ચે જવાનો પ્રયાસ કરી રહી છે. એવામાં ગુજરાતના વલસાડ ખાતે કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યાં.

No description available.

16 જુલાઈના રોજ વલસાડ કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કોંગ્રેસની કારોબારી મીટીંગ યોજાઇ હતી. આ મિટિંગ બાદ પેટ્રોલ ડીઝલના ભાવ વધારા અને મોંઘવારીના મુદ્દે વલસાડ ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરે તે પહેલા જ પોલિસ દ્વારા કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. જેમાં પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. કોંગ્રેસ દ્વારા ભાજપ હમસે ડરતી હે પુલીસ કો આગે કારતીએ ના નારા લગાવ્યા હતા.

No description available.

વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકરો સાથે 16 જુલાઈના રોજ કારોબારી બેઠક મળી હતી. કોંગ્રેસ કારોબારી બેઠક જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલની આગેવાનીમાં પેટ્રોલ ડીઝલ અને મોંઘવારીના ભાવ વધારાના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં  ધર્મેશ પટેલ , રોનક શાહ , રાહીલ શેખ સહિત યુથ કોંગ્રેસ તથા મહિલા કોગેસ ના કાર્યકર્તા ઓ હાજર રહયા હતા. કોંગ્રેસની કારોબારી બાદ કોંગી કાર્યકર્તાઓ દ્રારા મોંઘવરી ને લઈ ને વિરોધ પ્રદર્શન કરવા માટે બેનરો તથા સાઈકલ લઈ વિરોધ પ્રદર્શન કરવા જતાં પોલીસ દ્રારા જિલ્લા પ્રમુખ સહિત તમામ કાર્યકરતાઓને અટકવામાં આવ્યા હતા.

No description available.

અટકાયત દરમિયાન કોંગ્રેસી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. કોંગરર્સના કાર્યકર્તાઓને અટકાવતા મામલે કાર્યકરો અને પોલીસ વચ્ચે મામલો ઉગ્ર બન્યો હતો અને પોલીસ અને કોંગી કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ ના દ્રશ્યો સર્જાયા હતા ઘર્ષણ બાદ પોલીસે કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. કોંગ્રેસ હાલ મોંઘવારી કે બેરોજગારીનો મુદ્દો લઈને પ્રજા વચ્ચે થઈ રહી છે અને એક વિપક્ષની ભૂમિકા નીભાવી રહી છે તે સારી વાત છે. પણ સૌથી મોટો સવાલ એ થાય છેકે, શું આ વિરોધ માત્ર ચૂંટણીલક્ષી છેકે, પછી વાસ્તવિક રૂપમાં આમા પ્રજાનું હિત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news