વડોદરાના નામે વધુ એક વર્લ્ડ રેકોર્ડ, આંખનું મટકું માર્યા વગર કલાકારે સતત 91 કલાક કર્યું ટેટૂ

Guinness World Records : કલાનગરી અને સંસ્કારી નગરીના નામે ઓળખાતા વડોદરામાં હવે ટેટૂની કલાએ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું, પહેલા રશિયાના નામે હતો આ રેકોર્ડ
 

વડોદરાના નામે વધુ એક વર્લ્ડ રેકોર્ડ, આંખનું મટકું માર્યા વગર કલાકારે સતત 91 કલાક કર્યું ટેટૂ

Vadodara World Record રવિ અગ્રવાલ/વડોદરા : વડોદરા શહેરના ટેટૂ આર્ટિસ્ટ ઇશાન રાણાએ સતત 91 કલાક સુધી ટેટૂ બનાવી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવી અનોખી સિધ્ધિ હાંસલ કરી છે. આ પહેલાં આ રેકોર્ડ રશિયાના ટેટૂ આર્ટિસ્ટના નામે હતો.

વડોદરાના ઇશાન બિપિનભાઇ રાણા ટેટૂ આર્ટિસ્ટ છે અને તેમને ટેટૂના ક્ષેત્રમાં જ કંઇક એવો મુકામ હાંસલ કરવો હતો, જે યાદગાર રહી જાય. જેથી ઇશાન રાણાએ સૌથી વધુ કલાક સુધી ટેટૂ બનાવવાનો રેકોર્ડ પોતાને નામ કરવાનો નિર્ધાર બનાવ્યો હતો. એમાં ઇશાને સતત 91 કલાક સુધી 64થી વધુ લોકોને 74 ટેટૂ બનાવી આપ્યા હતા. 91 કલાક દરમિયાન ઇશાન ઊંઘ્યો નહોતો. તે માત્ર દર 4 કલાકે 20 મિનિટનો બ્રેક લેતો હતો. 

ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવનાર ટેટૂ આર્ટિસ્ટ ઇશાન રાણા છેલ્લાં 14 વર્ષથી ટેટૂ આર્ટિસ્ટ તરીકે કામ કરે છે. સૌથી વધુ કલાક સુધી ટેટૂ બનાવવાનો રેકોર્ડ રશિયાના ટેટૂ આર્ટિસ્ટ ડેનિસના નામે હતો. તેણે સતત 65 કલાક સુધી ટેટૂ બનાવ્યા હતા. ત્યારે આ રેકોર્ડનો બ્રેક કરવા માટે છેલ્લા એક વર્ષથી ઈશાન મહેનત કરી રહ્યો હતો. આ માટે તેને ઊંઘ ઓછા કલાક લેવાની શરૂ કરી હતી. જેથી રેકોર્ડ એટેમ્પ્ટ કરવાનો આવે ત્યારે ઓછી મુશ્કેલી પડે. ઈશાને 3 માર્ચ, 2023 ના દિવસે બપોરે 3.30 કલાકે ટેટૂ બનાવવાનું શરૂ કર્યું હતું અને સતત 91 કલાક એટલે કે 7 માર્ચ સવારે 11.15 વાગ્યા સુધી 64 લોકોને 74 ટેટૂ બનાવી આપ્યાં.

આ પણ વાંચો : 

આ વિશે ટેટૂ આર્ટિસ્ટ ઈશાન રાણા કહે છે કે, હવે થાક લાગે છે. મને ખુશી છે કે આ એચિવ કર્યું. વડોદરા કલાનગરી કહેવાય છે. અહી કલા, સાહિત્ય છે. કેટલાક લોકો અહીંની કલા સમજતા નથી. મારા માટે કલાના વેગંવતી બનાવવા આ એક પ્રયાસ હતો. 

ઈશાન પાસે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે પણ ટેટૂ બનાવડાવ્યું તેમજ મિત્રો સહિતના લોકોએ શિવભક્તિ કરતા દશાનન રાવણ, એમ.એસ.યુનિવર્સિટીના ગુંબજ, શરીરનાં સાત ચક્રો, બટરફ્લાય સહિતનાં ટેટૂ બનાવડાવ્યાં હતાં. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા બાદ ઈશાન અને તેના પરિવારે ઉજવણી કરી. લોકોએ ઈશાનને અભિનંદન પણ આપ્યા...ઈશાને ટેટૂમાં વર્લ્ડ રેકોર્ડ બનાવી વડોદરા સહિત ગુજરાતનું નામ રોશન કર્યું.

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news