'લોરેન્સ બિશ્નોઈ એક આતંકવાદી છે, એનું એન્કાઉન્ટર કરી દેવું જોઈએ', રાજ શેખાવતનું મોટું નિવેદન

કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે વડોદરામાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, મારે તમને પુછવું છે કે, જે ભય પેદા થયો છે, લોરેન્સ બિશ્નોઇ હોય કે તેની ગેંગના માણસો, તે ક્યાં સુધી સ્વિકાર્ય છે.

'લોરેન્સ બિશ્નોઈ એક આતંકવાદી છે, એનું એન્કાઉન્ટર કરી દેવું જોઈએ', રાજ શેખાવતનું મોટું નિવેદન

ઝી બ્યુરો/વડોદરા: ક્ષત્રિય સમાજ દ્વારા ડિસેમ્બર - 2024 આયોજિત કાર્યક્રમો માટે આમંત્રણ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત કરણી સેનાના અગ્રણી રાજ શેખાવત શહેરની મુલાકાતે આવી પહોંચ્યા છે. જ્યાં તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને લોરેન્સ બિશ્નોઈ તથા તેને જેવે ગેંગસ્ટરોનો ખાત્મો બોલાવવાનો મત બેબાકી પૂર્વક મુક્યો હતો. જેને લઇને રાજકીય મોરચે ગરમાવો આવ્યો છે.

કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે વડોદરામાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, મારે તમને પુછવું છે કે, જે ભય પેદા થયો છે, લોરેન્સ બિશ્નોઇ હોય કે તેની ગેંગના માણસો, તે ક્યાં સુધી સ્વિકાર્ય છે. એક ગેંગનો મુખિયા જેલમાં બેસીને વિદેશોથી દેશના વેપારીઓને ખંડણી માટે હેરાન કરતો હોય. દેશના મોટા રાજકીય-સામાજીક આગેવાનોની હત્યા કરતો હોય, તેવા ગેંગસ્ટરનું એન્કાઉન્ટર કરવું જોઇએ કે નહીં તે હું જનતાને પુછવા માંગુ છું. હું આર્મીમાં હતો, કાશ્મીરમાં 8 વર્ષ રહ્યો છું. અમે આતંકવાદીઓનું એન્કાઉન્ટર કરી દેતા હતા. તે બાદ કાશ્મીર સેફ થયું કે ના થયું! હવે કેન્દ્ર સરકારની જવાબદારી બને છે, આવા તત્વો ઉગ્રવાદીઓની શ્રેણીમાં આવે છે. આવા તત્વોનું એન્કાઉન્ટર તે એકમાત્ર વિકલ્પ મને દેખાઇ રહ્યો છે.

દેશની જનતા કઇ રીતે પોતાની સુરક્ષા કરશે !
વધુમાં તેમણે જણાવ્યું કે, મને લોરેન્સના માણસો દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે. તે બાદ અમારી કરણી સેના દ્વારા ગૃહમંત્રીને રજુઆત કરવામાં આવી હતી. પરંતુ લોકસભા વખતે આંદોલનના કારણે, તેમણે મારી સુરક્ષા રદ્દ કરી દીધી છે. હું મારી સુરક્ષા કરવા માટે સક્ષમ છું. દેશની જનતા કઇ રીતે પોતાની સુરક્ષા કરશે ! દેશમાં ભયનો માહોલ ખત્મ કરવા માટે લોરેન્સ જેવા જેટલા ગેંગસ્ટર છે, તેમનું ખાત્મો અનિવાર્ય છે. તેવી માંગ ક્ષત્રીય કરણી સેના સરકાર સામે મુકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news