વડોદરામાં 'કોરોના લગ્ન' થઇ રહી છે ઠેર-ઠેર પ્રશંસા, જાનૈયાઓનું આ રીતે કરાયું સ્વાગત

વડોદરા શહેરનાં વાઘોડિયા રોડ પર રહેતા ભરતરાવ સોનુનેની લાડકવાઇ દીકરીનાં લગ્ન હતા ત્યારે અમદાવાદનાં પાલડી વિસ્તારમાંથી વરરાજા જાનૈયાઓ સાથે વાજતે ગાજતે જાન લઇને આવ્યા હતા ત્યારે સોનુને પરિવાર દ્વારા ભેટ સોગાદનાં બદલે માસ્ક તેમજ સેનેટાઇઝર આપી જાનૈયાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

વડોદરામાં 'કોરોના લગ્ન' થઇ રહી છે ઠેર-ઠેર પ્રશંસા, જાનૈયાઓનું આ રીતે કરાયું સ્વાગત

હાર્દિક દિક્ષીત, વડોદરા: સામાન્ય રીતે લગ્ન પ્રસંગમાં ભેટ સોગાદ આપીને જાનૈયાઓનું સ્વાગત કરાતું હોય છે પરંતુ વડોદરામાં એક એવાં લગ્ન યોજાયા જેમાં જાનૈયાઓનું સ્વાગત માસ્ક આપીને કરવામાં આવ્યું હતું. આને કોરોનાનો ડર કહો કે પછી સાવચેતી, પરંતુ લગ્નનાં આયોજકોનાં આ આવકારદાયક પગલાંની ઠેર ઠેર સરાહના થઇ રહી છે.

વડોદરા શહેરનાં વાઘોડિયા રોડ મનસ્વી પાર્કમાં રહેતા સોનુને પરિવારે પોતાની લાડકવાઇ દીકરીનાં લગ્ન પ્રસંગમાં કંઇક એવું કરી બતાવ્યું કે જેનાથી સૌ કોઇને પ્રેરણા મળે. સમગ્ર દેશ દુનિયામાં હાલ કોરોના વાઇરસનાં ભયનો માહોલ છે. સરકાર દ્વારા પણ લોક જાગૃતિનાં અનેક પગલાં લેવામાં આવી રહ્યાં છે. ત્યારે નાગરિકો પણ સરકાર સાથે હાથથી હાથ મિલાવીને જીવલેણ કોરોના વાઇરસ સામે બચવાના બનતા પ્રયાસો કરી રહ્યાં છે. 
marriadge1

આજે વડોદરા શહેરનાં વાઘોડિયા રોડ પર રહેતા ભરતરાવ સોનુનેની લાડકવાઇ દીકરીનાં લગ્ન હતા ત્યારે અમદાવાદનાં પાલડી વિસ્તારમાંથી વરરાજા જાનૈયાઓ સાથે વાજતે ગાજતે જાન લઇને આવ્યા હતા ત્યારે સોનુને પરિવાર દ્વારા ભેટ સોગાદનાં બદલે માસ્ક તેમજ સેનેટાઇઝર આપી જાનૈયાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

હાલ જ્યારે કોરોના વાઇરસનો કહેર છે ત્યારે લોકો ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળી રહ્યાં છે. પરંતુ લગ્ન જેવાં પ્રસંગોમાં ભીડ ટાળવી શક્ય નથી ત્યારે લગ્નમાં આવતાં લોકોને હેન્ડ સેનેટાઇઝર અને માસ્ક આપી કોરોનાથી સુરક્ષિત રાખવાનાં સોનુને પરિવારનાં આ પગલાંની સરાહના થઇ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news