નિર્ભયા કેસઃ દોષીતોના વકીલને હાઈકોર્ટે કહ્યું- અરજીનો કોઈ આધાર નથી

નિર્ભયા કેસઃ દોષીતોના વકીલને હાઈકોર્ટે કહ્યું- અરજીનો કોઈ આધાર નથી

નવી દિલ્હીઃ નિર્ભયાના દોષીતોએ ફાંસીથી બચવા માટે રાત્રે 10 કલાકે ફરી દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. તેની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ સંજીવ નરૂલાની બેંચે આ અરજી પર સુનાવણી કરી હતી. નિર્ભયાના દોષીતોએ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટના આદેશને પડકારતા ફાંસી રોકવાની માગ કરી છે. પરંતુ હાઈકોર્ટે તેની અરજી નકારી દીધી છે. 

કોર્ટમાં દોષીતોના વકીલની દલીલ
નિર્ભયાના દોષીતોના વકીલ એપી સિંહે કોર્ટ પાસે વધુ 2થી 3 દિવસનો સમય માગ્યો. એપી સિંહે કહ્યું કે, તેમણે જે દસ્તાવેજો જમા કરાવવાના હતા તે ન કરાવી શક્યા. તેના પર કોર્ટે કહ્યું કે, પહેલા જ રાત્રના 10.45 વાગી ગયા છે, સવારે 5.30 કલાકે ફાંસી આપવાની છે, અમને કોઈ મજબૂત તથ્ય જણાવો.

અદાલતે કહ્યું કે, અમે તે મુદ્દા પર હવે કંઈ નહીં સાંભળીએ જે સુપ્રીમ કોર્ટ પહેલા જ નક્કી કરી ચુક્યું છે. કોર્ટે કહ્યું કે, કાયદો તેનો સાથ આવે છે જે સમયથી કામ કરે. પરતું તમે અઢી વર્ષ સુધી શાંત બેસી રહ્યાં. 

દોષીતોના વકીલ એપી સિંહે કહ્યું કે, જો તેમને વધુ સમય મળ્યો તો તે બધી વસ્તુ સામે રાખશે. કોર્ટે કહ્યું કે, ડેથ વોરંટ જારી કરી દેવામાં આવ્યું છે, આ ચોથુ ડેથ વોરંટ છે, તેની કંઇક તો પવિત્રતા હોવી જોઈએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news