વડોદરાનું આ પોલીસ સ્ટેશન બન્યું દેશનું પ્રથમ ગ્રીન બિલ્ડિંગ પોલીસ સ્ટેશન, મળ્યું સિલ્વર રેટિંગ

પોલીસ મથકમાં જળસંચય માટે વોટર હાર્વેસ્ટિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે માત્ર ૧ લાખના ખર્ચમાં હરણી પોલીસ મથકમાં તમામ સુવિધાઓને વિકસાવવામાં આવી છે.

વડોદરાનું આ પોલીસ સ્ટેશન બન્યું દેશનું પ્રથમ ગ્રીન બિલ્ડિંગ પોલીસ સ્ટેશન, મળ્યું સિલ્વર રેટિંગ

તૃષાર પટેલ/ વડોદરા: વડોદરાના શહેરનું હરણી પોલીસ મથક દેશનું પ્રથમ ગ્રીન પોલીસ મથક બન્યું છે. હૈદરાબાદની ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલએ જળસંચય વિજળી બચત જેવા માપદંડોના આધારે હરણી પોલીસ મથકને સિલ્વર રેટિંગ આપીને પહેલું ગ્રીન પોલીસ મથક જાહેર કર્યું છે. આ જ પ્રકારે રાજસ્થાનના જયપુરમાં આવેલ પોલીસ મથકને દેશનું બીજું ગ્રીન બિલ્ડિંગ પોલીસ મથક બનવાની તૈયારી કરી રહ્યું છે. અગાઉ કાઉન્સિલ દ્વારા કર્ણાટક પોલીસ હેડ ક્વાર્ટર ગ્રીન બિલ્ડિંગ તરીકે જાહેર કરવામાં આવી હતી.

વડોદરા શહેરમાં ફરજ બજાવતા ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ દ્વારા ગત વર્ષે ગ્રીન બિલ્ડીંગ તૈયાર કરવા માટે ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ પાસેથી માર્ગદર્શિકા મંગાવી હતી અને માર્ગદર્શિકા માં જણાવ્યા પ્રમાણેના વિવિધ માપદંડોને આધારે તેઓએ હરણી ખાતે આવેલ પોલીસ મથકને ગ્રીન બિલ્ડિંગમાં તબદીલ કરવા માટેના પ્રયાસ હાથ ધર્યા હતા. શહેરના પોલીસ અધિકારી અને પોલીસ મથકના કર્મચારીઓએ ભારે પરિશ્રમ વેઠીને કાઉન્સિલના માપદંડ પ્રમાણે પોલીસ મથકને બનાવ્યું છે.

હરણી પોલિસ મથક ખાતે વિજસંચય માટે સોલર પેનલ લગાવવામાં આવી છે તો વળી પોલીસ મથકની બહારની તરફ એલ.ઇ.ડી લાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એલ.ઇ.ડી લાઈટને કારણે મહદઅંશે ઉર્જાનો બચાવ થતો હોવાથી વીજ બિલમાં પણ બિલ ઓછું આવી રહ્યું છે. આ ઉપરાંત પોલીસ મથકમાં પાણીના વેડફાટને અટકાવવા માટે વોટર મીટર પણ લગાવવામાં આવ્યા છે. વેસ્ટ પાણીને રિસાયકલ કરીને તે પાણીનો ઉપયોગ બગીચાના છોડ માટે કરવામાં આવે છે.
harni-police-station

પોલીસ મથકમાં જળસંચય માટે વોટર હાર્વેસ્ટિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે માત્ર ૧ લાખના ખર્ચમાં હરણી પોલીસ મથકમાં તમામ સુવિધાઓને વિકસાવવામાં આવી છે. ઇન્ડિયન કાઉન્સિલ દ્વારા વિવિધ માપદંડોને સર કર્યા બાદ ઘરની પોલીસ મથકને ૬૧ પોઇન્ટ સાથે સિલ્વર રેટિંગ આપીને દેશનું પ્રથમ પોલીસ મથક જાહેર કરી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.

ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ દ્વારા ગ્રીન બિલ્ડિંગ બનાવવા માટે વિવિધ માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને પોલીસ મથકની સાઈટ અને વાતાવરણ ,જળ સંચય વ્યવસ્થા, વીજળીની બચત, બિલ્ડીંગ નું ઇકો ફ્રેન્ડલી મટિરિયલ ઇન્ડોર એન્વાયરમેન્ટ ક્વોલિટી જેવા માપદંડોને આધારે જે તે પોલીસ મથકને ગ્રીન બિલ્ડિંગ પોલીસ મથક તરીકે જાહેર કરવામાં આવે છે. ત્યારે વડોદરાના હરણી પોલીસ મથકને મથકની સાઈટ, ફેસિલિટી મેનેજમેન્ટ, સુવિધાજનક વ્યવસ્થા,વીજળી બચત, જળ સંચય જેવા માપદંડોમાં સિલ્વર રેટિંગ મળ્યું છે. આ માપદંડોના આધારે જ હરણી પોલીસ મથક દેશનું પ્રથમ ગ્રીન બિલ્ડિંગ પોલીસ સ્ટેશન તરીકે પ્રચલિત થયું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news