રજીસ્ટ્રેશન વગર રસી: રાજકોટમાં રસી તો ન મળી પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બાદ ગભરાયેલા લોકો રસી લેવા માટે પડાપડી કરી રહ્યા છે. બુકિંગ માટે અનેક પ્રયાસો છતા પણ રસીકરણના સ્લોટ બુક નથી થઇ રહ્યા. તેવામાં ગુજરાતમાં રજીસ્ટ્રેશન વગર જ રસીકરણના સમાચાર બજારમાં વહેતા થતા મોટા પ્રમાણમાં લોકો વેક્સિન લેવા માટે રાજકોટના સંતોષીનગરના હેલ્થ સેન્ટર ખાટે ઉમટી પડ્યા હતા. 
રજીસ્ટ્રેશન વગર રસી: રાજકોટમાં રસી તો ન મળી પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા

રાજકોટ : ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બાદ ગભરાયેલા લોકો રસી લેવા માટે પડાપડી કરી રહ્યા છે. બુકિંગ માટે અનેક પ્રયાસો છતા પણ રસીકરણના સ્લોટ બુક નથી થઇ રહ્યા. તેવામાં ગુજરાતમાં રજીસ્ટ્રેશન વગર જ રસીકરણના સમાચાર બજારમાં વહેતા થતા મોટા પ્રમાણમાં લોકો વેક્સિન લેવા માટે રાજકોટના સંતોષીનગરના હેલ્થ સેન્ટર ખાટે ઉમટી પડ્યા હતા. 

રસીકરણ તો થયું નહી પરંતુ કોરોના અંગેના તમામ નિયમોના ધજાગરા ઉડી ગયા હતા. સંતોષીનગરની શાળા નંબર 98માં રસીકરણ થઇ રહ્યું હોવાની અફવાને પગલે સેંકડો લોકો ઉમટી પડ્યાં હતા. જો કે તત્કાલ આરોગ્ય અધિકારી પોલીસ સહિત ઘટના સ્થળે પહોંચ્યો હતો અને લોકોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો. 

જો કે ટોળેટોળા ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક જેવા નિયમોના ધજાગરા ઉડી ગયા હતા. અત્રે નોંધનીય છે કે, રજીસ્ટ્રેશન વગર જ વેક્સિન મળી રહી હોવાનાં સમાચારો વહેતા થયા હતા. જો કે સરકારે આ મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ગુજરાતમાં રજીસ્ટ્રેશન બાદ જ રસીકરણ કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news