ગુજરાતના આ જિલ્લામાં ખૂટી પડ્યો કોરોના વેક્સીનનો જથ્થો
Trending Photos
- નવસારી જિલ્લામાં બે દિવસથી જિલ્લામાં વેક્સીનની કામગીરી અટકી જવા પામી છે
- કોરોનાથી બચવા માટે જરૂરી હિમોફેલિયા ઈન્જેક્શનની રાજ્યમાં અછત છે
સ્નેહલ પટેલ/નવસારી :કોરોનાથી બચવા માટે વેક્સીન જ એકમાત્ર ઈલાજ છે. કોરોનાનો કહેર વધતા વેક્સીન (corona vaccine) લગાવવી બહુ જ જરૂરી બની ગઈ છે. વેક્સીનેશન જેટલુ ઝડપી બનશે, એટલુ જ કોરોનાથી બચી શકાય છે. કોરોનાથી બચવા માટે જરૂરી ઈન્જેક્શનની રાજ્યમાં અછત છે, ત્યારે હવે વેક્સીન (vaccination) નો જથ્થો પણ ખૂટી પડી રહ્યો છે. નવસારી જિલ્લામાં બે દિવસથી વેક્સીનનો જથ્થો ખૂટી પડ્યો છે.
નવસારી જિલ્લામાં કોરોના દિવસેને દિવસે બેકાબૂ બની રહ્યો છે. ત્યારે જિલ્લામાં પાછલા 10 દિવસથી કોરોનાના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. જેને લઈ જિલ્લાનું આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે. તો સરકાર વધુમાં વધુ લોકો વેક્સીન લે તે માટેના પ્રયાસો કરી રહી છે. બીજી તરફ નવસારી જિલ્લામાં વેક્સીનનો જથ્થો ખૂટી પડ્યો છે. નવસારી જિલ્લામાં બે દિવસથી જિલ્લામાં વેક્સીનની કામગીરી અટકી જવા પામી છે. ત્યારે વહેલી તકે જિલ્લામાં વેક્સીન ઉપલબ્ધ થાય તે માટે આરોગ્ય વિભાગ કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.
એક તરફ કોરોનાથી બચવા માટે જરૂરી ઈન્જેક્શનની રાજ્યમાં અછત છે, તો બીજી કરફ હિમોફેલિયાથી પિડાતા દર્દીઓને એક વર્ષથી ઈન્જેક્શન નથી મળી રહ્યા. સિવિલ હૉસ્પિટલમાં હિમોફેલિયાથી પિડાતા દર્દીઓ વારંવાર ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ તેમને ઈન્જેક્શન નથી મળી રહ્યા. સુરત સિવિલ હોસ્પિટલના હિમોફેલિયા વિભાગમાં સુરતના જ ફેક્ટર-9ના 39 અને ફેક્ટર-8 ઇન્જેક્શન લેતા 400 દર્દીઓ સારવાર માટે સિવિલ આવતા હોય છે, જો કે, છેલ્લા એક વર્ષથી હિમોફેલિયાના અનેક દર્દીઓને આપવામાં આવતા મૂલ્યવાન ફેક્ટર-9 ઇન્જેક્શનો જ સરકાર સપ્લાય ન કરતી હોવાનું સામે આવ્યું છે. અનેક દર્દીઓ છેલ્લા અનેક મહિનાઓથી ઇન્જેક્શન માટે સિવિલ હોસ્પિટલના ધક્કા ખાઈ રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે