સરકાર CAA-NRCમાં વ્યસ્ત રહી, UNના રિપોર્ટ પર ન આપ્યું ધ્યાન, અને પાકિસ્તાનથી ઘૂસ્યા ઉડતો આતંક
ઉત્તર ગુજરાતના 5 જિલ્લામાં નાપાક તીડની આતંકી (Loctus attack) સેના ખેડૂતોના પાકનો ખાતમો બોલાવી રહી છે ત્યારે આપણી ચેનલ ZEE 24 કલાકે મોટો ખુલાસો કરવા જઈ રહી છે. આ ખુલાસો કેન્દ્ર અને રાજ્યના કૃષિ વિભાગની ઊંઘ ઉડાડી દેશે. ગુજરાત અને રાજસ્થાનને અડીને આવેલી બોર્ડર પર તીડની નાપાક સેના હુમલો કરવા માટે ઉછરી રહી છે તેવી માહિતી સંયુક્ત રાષ્ટ્રસંઘ (United nations) સાથે જોડાયેલી કૃષિ સંસ્થાએ નવેમ્બર મહિનામાં જ જાહેર કરી હતી. પરંતુ કેન્દ્ર અને રાજ્યના કૃષિ વિભાગ ઊંઘતા રહ્યા અને તીડની આતંકી સેનાએ ગુજરાતનાં ખેતરોમાં તબાહી મચાવી દીધી. UNએ 4 ડિસેમ્બરે જાહેર થયેલા સત્તાવાર બુલેટીનમાં ભારત પર ખતરો હોવાનું જણાવાયું હતું. જો તંત્રએ આ આગાહીને ગંભીરતાથી લઇ કામગીરી કરી હોય તો તીડનો આતંક અટકાવી શકાયો હોત. ભારતમાં હાલ તીડના આક્રમણથી 34074 હેક્ટરના પાકને તીડથી ખતરો હોવાનું અનુમાન છે.
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ :ઉત્તર ગુજરાતના 5 જિલ્લામાં નાપાક તીડની આતંકી (Loctus attack) સેના ખેડૂતોના પાકનો ખાતમો બોલાવી રહી છે ત્યારે આપણી ચેનલ ZEE 24 કલાકે મોટો ખુલાસો કરવા જઈ રહી છે. આ ખુલાસો કેન્દ્ર અને રાજ્યના કૃષિ વિભાગની ઊંઘ ઉડાડી દેશે. ગુજરાત અને રાજસ્થાનને અડીને આવેલી બોર્ડર પર તીડની નાપાક સેના હુમલો કરવા માટે ઉછરી રહી છે તેવી માહિતી સંયુક્ત રાષ્ટ્રસંઘ (United nations) સાથે જોડાયેલી કૃષિ સંસ્થાએ નવેમ્બર મહિનામાં જ જાહેર કરી હતી. પરંતુ કેન્દ્ર અને રાજ્યના કૃષિ વિભાગ ઊંઘતા રહ્યા અને તીડની આતંકી સેનાએ ગુજરાતનાં ખેતરોમાં તબાહી મચાવી દીધી. UNએ 4 ડિસેમ્બરે જાહેર થયેલા સત્તાવાર બુલેટીનમાં ભારત પર ખતરો હોવાનું જણાવાયું હતું. જો તંત્રએ આ આગાહીને ગંભીરતાથી લઇ કામગીરી કરી હોય તો તીડનો આતંક અટકાવી શકાયો હોત. ભારતમાં હાલ તીડના આક્રમણથી 34074 હેક્ટરના પાકને તીડથી ખતરો હોવાનું અનુમાન છે.
CAA મુદ્દે ગુજરાતમાં સળગેલા આંદોલનોને શાંત કરવા આજે ભાજપનું મહાઆયોજન, 62 રેલી નીકળશે
તીડના ખાતમા માટે જે ધારાસભ્યો અત્યારે હેલિકોપ્ટરથી દવા છંટકવાની વાત અત્યારે કરી રહ્યા છે એ કામ ખેતીવાડી વિભાગ નવેમ્બર મહિનામાં કરી શક્યો હોત. પરંતુ યૂએનના રિપોર્ટને ગંભીરતાથી લેવામાં ના આવ્યો અને નાપાક તીડની સેનાએ ગુજરાતમાં હુમલો કરી દીધો. તો ZEE 24 કલાક પર તીડના તરખાટ મામલે મોટો ખુલાસો કર્યો છે. નવેમ્બર મહિનામાં જ તીડના આક્રમણનું અલર્ટ અપાયું હતું. આ એલર્ટ UNના કૃષિ વિભાગે આપ્યું હતું. નવેમ્બર મહિનામાં જ તીડ ત્રાટકવાની આગાહી કરી હતી, પરંતુ કૃષિ વિભાગના બાબુઓ અને કૃષિ મંત્રાલય ઊંઘતો રહ્યો જેના કારણે તીડની આતંકી સેનાએ હજારો ખેડૂતોની ઊંઘ હરામ કરી નાખી.
ભારત-પાકિસ્તાન બોર્ડર ઉપર નાપાક આતંકી તીડની સેના તબાહી માટે તૈયાર હતી એ સમયે જો હેલિકોપ્ટરથી દવા છંટકાવ કરીને સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હોત તો ગુજરાતના ખેડૂતોના ખેતરમાં ઊભા પાકનો સફાયો ન થયો હોત. સૌથી મોટો સવાલ એ છે કે તીડ પર પહેલેથી જ કેમ ન થઈ સર્જિકલ સ્ટ્રાઈક? અમેરિકાએ તીડની આતંકી સેના હુમલો કરશે તેવી ચેતવણી આપી હતી તેને કેમ ધ્યાનમાં લેવામાં ના આવી? કેમ તીડના હુમલાની ચેતવણી છતાં કૃષિ વિભાગ ઊંઘતો રહ્યો? સંયુક્ત રાષ્ટ્રસંઘ અને અમેરિકાને ખબર હતી કે નાપાક તીડની સેના ગુજરાતમાં હુમલો કરી શકે છે તે માહિતીને શા માટે કૃષિ વિભાગે ગંભીરતાથી ના લીધી? શા માટે ખેતીવાડી વિભાગે કે સરકારી કૃષિ યુનિવર્સિટીના સંશોધકોએ યૂએનની ફૂડ એન્ડ એગ્રીકલ્ચર સંસ્થાના રિપોર્ટને ગંભીરતાથી ના લીધો?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે