ગણેશ ચતુર્થી: સૌરાષ્ટ્રમાં મોદક લાડુ આરોગવાની અનોખી સ્પર્ધાનું કરાયું આયોજન
જામનગરમાં ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ બાપાને અતિ પ્રિય એવા મોદક લાડુ આરોગવાની અનોખી ઓપન સૌરાષ્ટ્ર સ્પર્ધાનું બ્રહ્મ સોશ્યલ ગ્રુપ દ્વારા સતત 12માં વર્ષે સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રભરમાંથી કુલ 31 સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને જામકંડોરાણા નવીનચંદ્ર નામના વડીલે 13 લાડુ આરોગી પ્રથમ ક્રમાંકે વિજેતા થયા હતા.
Trending Photos
મુસ્તાક દલ/જામનગર: જામનગરમાં ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ બાપાને અતિ પ્રિય એવા મોદક લાડુ આરોગવાની અનોખી ઓપન સૌરાષ્ટ્ર સ્પર્ધાનું બ્રહ્મ સોશ્યલ ગ્રુપ દ્વારા સતત 12માં વર્ષે સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રભરમાંથી કુલ 31 સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને જામકંડોરાણા નવીનચંદ્ર નામના વડીલે 13 લાડુ આરોગી પ્રથમ ક્રમાંકે વિજેતા થયા હતા.
જામનગરમાં સતત 12માં વર્ષથી ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગવાની સ્પર્ધા યોજાઈ રહી છે. મોદક સ્પર્ધામાં સૌરાષ્ટ્રભરમાંથી બાળકો મહિલાઓ અને પુરૂષો મળી કુલ 31 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે. જામનગર બ્રહ્મ સોશ્યલ ગ્રુપ દ્વારા દર વર્ષે ગણેશ ચતુર્થી નિમિત્તે સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં અડધી કલાકની અંદર સ્પર્ધકોએ ચૂરમાના લાડુ કે જે એક લાડુ 100 ગ્રામનો હોય છે. અને જેમાં સૂકો મેવો નાખેલ હોય છે તે દાળ સાથે આરોગવાનો હોય છે. કોઇપણ જ્ઞાતિના લોકો સ્પર્ધામાં ભાગ લઇ શકે છે.
આગામી પાંચ દિવસ વરસાદની આગાહી, જુઓ 2 થી 6 સપ્ટેમ્બર સુધી ક્યાં ક્યાં વરસાદ પડશે
ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધામાં પુરુષોમાં જામકંડોરણાના નવીનચંદ્ર અંબા શંકર દવેએ 13 લાડુ ખાઈ બાજી મારી છે. જયારે મહિલાઓમાં જામનગરના મિતલબેન રુપાપરા એવ સાડા 6 લાડુ આરોગી પ્રથમ નંબર મેળવયો છે. જયારે બાળકોમાં કેવિન વાઢેરે સાડા 5 લાડુ આરોગી પ્રથમ નંબર મેળવયો છે. ગત વર્ષે ખંભાળિયાના યુવકે 17 લાડુ ખાઇ સ્પર્ધામાં ઇનામ મેળવ્યું હતું. તો મહિલા સ્પર્ધકો પણ 11 જેટલા લાડુ આરોગવાનો રેકોર્ડ ધરાવે છે.
ગુજરાતના બે શહેરોના ગણેશ ઉત્સવમાં હજી પણ રાજાશાહી પરંપરાને જીવિત રખાઈ છે
ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધામાં રાજકોટ, મોરબી, જેતપુર, ખંભાળિયાથી સ્પર્ધકો ભાગ લેવા માટે આવ્યા છે. લાડુ સ્પર્ધામાં માતા પુત્ર, માતા દીકરી,બાપ દિકરાએ પણ સાથે ભાગ લીધો છે. લાડુ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઇ રહ્યા છે દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે જામનગરમાં લાડુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે