SpaceX Starship Explodes: દુનિયાનું સૌથી મોટું રેકેટ SpaceX સ્ટારશિપ ટેસ્ટ દરમિયાન ફાટ્યું, એલન મસ્કનો ડ્રીમ પ્રોજેક્ટ ધ્વસ્ત

SpaceX Starship Explodes: દુનિયાના સૌથી મોટા રોકેટ SpaceX સ્ટારશિપમાં ટેસ્ટ દરમિયાન ધમાકો થયો છે.

SpaceX Starship Explodes: દુનિયાનું સૌથી મોટું રેકેટ SpaceX સ્ટારશિપ ટેસ્ટ દરમિયાન ફાટ્યું, એલન મસ્કનો ડ્રીમ પ્રોજેક્ટ ધ્વસ્ત

નવી દિલ્હીઃ SpaceX Starship Explodes: દુનિયાનું સૌથી મોટું રોકેટ SpaceX સ્ટારશિપ ટેસ્ટ દરમિયાન ગુરૂવારે ફાટી ગયું. એલન મસ્કની કંપની SpaceX એ ટ્વીટ કરી તેની જાણકારી આપી છે. સ્પેસ એક્સે કહ્યું કે આવા ટેસ્ટથી અમે શીખીએ છીએ. તેનાથી જ સફળતા મળે છે. આ પહેલાં તકનીકી કારણોથી પરીક્ષણ ટાળી દેવામાં આવ્યું હતું. 

કંપની પ્રમાણે ઉડાન ભરવાની ગણતનીની મિનિટો બાદ તેમાં ધમાકો થયો છે. સ્પેસએક્સે કહ્યું કે, આગામી ટેસ્ટને લઈને ટીમ ડેટા જમા અને રિવ્યૂ કરી રહી છે. સાથે તેમાં લાગેલા દરેક લોકોને શુભેચ્છા આપી છે. કંપનીએ ટેસ્ટ પહેલાં એક વીડિયો પણ જારી કર્યો હતો, જેમાં SpaceX સ્ટારશિપનું પરીક્ષણ જોવા મળી રહ્યું છે. 

— Primal Space (@thePrimalSpace) April 20, 2023

સ્પેસએક્સનું લોન્ચિંગ પહેલાં 17 એપ્રિલે થવાનું હતું, પરંતુ સ્ટેજમાં ફ્યૂલ પ્રેશરાઇઝેશનની સમસ્યાને કારણે તેને ટાળી દેવામાં આવ્યું હતું. તેની જાણકારી ટ્વીટ કરી ખુદ એલન મસ્કે આપી હતી. નોંધનીય છે કે દુનિયાના સૌથી મોટા રોકેટ સ્પેસએક્સની લંબાઈ 394 ફુટ છે. 

સ્પેસ એક્સનું આ રોકેટ ટેક્સાસના કોબા ચીકાથી લોન્ચ કરવામાં આવ્યું. આ રોકેટ ભલે ધમાકાની સાથે ખતમ થઈ ગયું પરંતુ મનુષ્યોને અંતરિક્ષમાં સફર માટે એક મોટું પગલું છે. જ્યારે આ રોકેટ ધમાકાની સાથે ફાટી ગયું ત્યારે સ્પેસએક્સની ટીમ એક સેકેન્ડ માટે નિરાશ થઈ, પરંતુ તેણે તાળીઓ પાડી આ તકની ખુશી મનાવી હતી. રોકેટના નષ્ટ થવા પર એલન મસ્કે કહ્યું- સ્પેસએક્સની ટીમને રોમાંચક ટેસ્ટિંગ માટે શુભેચ્છા. આગામી કેટલાક મહિનામાં થનારા લોન્ટ માટે ઘણું શીખવા મળ્યું છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news