તબાહીની શરૂઆતનું વર્ષ છે 2025? ખરેખર યાદ આવી રહી છે બાબા વેંગા અને નોસ્ત્રાદમસની પ્રલયકારી ભવિષ્યવાણીઓ
વર્ષ 2025ના શરૂઆતી દિવસોમાં જે રીતે તબાહીનો મંજર જોવા મળી રહ્યો છે તેણે વિચારવા માટે મજબૂર કર્યા છે કે શું ખરેખર 2025ને લઈને ભવિષ્યવક્તાઓએ કરેલી ભવિષ્યવાણી સાચી પડી રહી છે?
Trending Photos
2025 પહેલા જ્યોતિષીઓ દ્વારા કરાયેલી ભવિષ્યવાણીઓ અને તેના ધીરે ધીરે સાચી પડવાના સંકેત આપતી ઘટનાઓ ઘર્મ અને જ્યોતિષના કેટલાક જાણકારોને એ વિચારવા પર મજબૂર કરી રહી છે કે લોકોએ સાચવીને રહેવાની જરૂર છે. તેઓ પૂછી રહ્યા છે કે શું ખરેખર નવું વર્ષ 2025 માનવ જાતિ માટે પ્રલયકારી છે. શરૂઆત સુપરપાવર અમેરિકાથી કરીએ તો જ્યાં ભારે ઠંડીની ઋતુમાં પણ છેલ્લા કેટલાક દિવસથી આગનું તાંડવ જોવા મળી રહ્યું છે. એશિયા મહાદ્વીપની વાત કરીએ તો અહીં 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવી ચૂક્યો છે.
ભૂંકપના ઝટકા અને સાઉદી અરબમાં વરસાદ-પૂરથી તબાહી
કુદરતનો આ કહેર અને જ્યોતિષના કેટલાક અજબ સંયોગની સરખામણી ત્યારે પણ કરાઈ જ્યારે તિબેટ સહિત 5 દેશોમાં ધરતી ધ્રુજી ઉઠી. સૂકા રણની ધરતી પર પૂર અને વરસાદથી જળપ્રલય જોવા મળ્યો. રણમાં પૂર જેવી અનહોની જોવા મળી રહી છે.
કોરોના કરતા પણ ભયંકર મહામારી?
2019માં આવેલી કોરોના મહામારી ના ચાર વર્ષ બાદ માસ્ક લગાવેલા ડોક્ટરો, હોસ્પિટલ કર્મીઓ અને દર્દીઓની તસ્વીરોથી ડરનો માહોલ છે. કારણ કે ચારેબાજુ HMP વાયરસનું જોખમ જોવા મળી રહ્યું છે.
વર્ષ 2025ના શરૂઆતના અઠવાડિયામાં તબાહીના આ મંજરે એ વિચારવા માટે મજબૂર કરી દીધા કે શું ખરેખર 2025 અંગે ભવિષ્યવક્તાઓની પ્રલયની ભવિષ્યવાણી સાચી પડી રહી છે. અમેરિકામાં આતંકી હુમલાના સમાચારની સાથે આ વર્ષની શરૂઆત થઈ. અને હવે અગ્નિ પ્રલય. બીજી બાજુ પહેલું અઠવાડિયું વીતતા પહેલા જ અનેક દેશો ભૂકંપના ઝટકાથી હચમચી ઉઠ્યા.
માત્ર 6 કલાકમાં 14 વાર ધરતી ધ્રુજી. બીજી બાજુ ચીનમાં HMP વાયરસના કહેરના કારણે હોસ્પિટલોથી લઈને સ્મશાન ઘાટ સુધી ભીડ જોવા મળી રહી છે. જ્યારે ભારતમાં પણ તેના કેસ ઝડપથી વધી રહ્યા છે. એટલેકે કોરોના જેવી મહામારીની ભારતમાં પણ એન્ટ્રી થઈ છે.
આવામાં સવાલ ઉઠે કે આખરે 2025માં આ શું થઈ રહ્યું છે?
અમે તમને એ જણાવીશું કે 2025ને લઈને જાણીતા જ્યોતિષાચાર્યોએ શું કહ્યું છે. કારણ કે દુનિયાના ખુણે ખુણે સુધી, કયામતની દસ્તક થઈ છે. પહેલા યુદ્ધ જેવી સ્થિતિ, પછી કુદરતનો કહેર અને હવે મહામારીની નવી લહેર.
તો શું આ ગ્રહોની વિનાશકારી ચાલ છે, જેનાથી દુનિયા બેહાલ છે કે પછી પ્રલયની વાતો ભ્રમ અને ભય છે કે પછી વિનાશ નક્કી છે....
શું છે બાબા વેંગાની ભવિષ્યવાણીઓ
બાબા વેંગા બલ્ગેરિયાના મહિલા ભવિષ્યવક્તા હતા. તેઓ ભલે દ્રષ્ટિહીન હતા પરંતુ તેમણે દેશ દુનિયા વિશે ઘણું ભવિષ્ય ભાખ્યું હતું. ભારત માટે પણ તેમણે એવું તે શું કહ્યું કે જેને લઈને ભારતના લોકો પણ ડરી રહ્યા છે. બાબા વેંગાએ પોતાના મૃત્યુ પહેલા દુનિયાભર વિશે અનેક ભવિષ્યવાણીઓ કરેલી છે. જેના પર લોકો વિશ્વાસ ધરાવે છે. જો કે તેમની અનેક ભવિષ્યવાણીઓ ખોટી ઠરી અને કેટલીક સાચી પણ પડી.
બાબા વેંગાએ સોવિયેત સંઘના ભાગલા, રાજકુમારી ડાયનાના મૃત્યુ, 2004ની થાઈલેન્ડ સુનામી, બરાક ઓબામાનું રાષ્ટ્રપતિ બનવું અને અમેરિકામાં 9/11 આતંકી હુમલા સહિત અનેક ભવિષ્યવાણીઓ કરી હતી. બાબા વેંગાએ વર્ષ 2025 વિશે અનેક ભવિષ્યવાણીઓ કરી છે. જે મુજબ વર્ષ 2025માં યુરોપમાં એક ભયાનક સંઘર્ષ શરૂ થશે, જેનાથી ચારેબાજુ ભારે તબાહી મચશે. આ મહાદ્વીપની વસ્તીનો એક મોટો ભાગ તેનાથી ભયંકર રીતે પ્રભાવિત થશે. અત્રે જણાવવાનું કે યુરોપમાં મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો રહે છે.
આ ઉપરાંત બાબા વેંગાએ 2033માં જળવાયુ પરિવર્તનના ગંભીર પરિણામો આવવા અંગે પણ ભવિષ્યવાણી કરેલી છે. તે સમયે બરફ પીગળવાથી દુનિયાભરના સમુદ્રના સ્તરમાં ભારે વધારો થશે. અત્રે જણાવવાનું કે ગુજરાતને આશરે 1600 કિમી જેટલો લાંબો દરિયાકિનારો મળેલો છે. તેમણે કહ્યું હતું કે વર્ષ 2170માં ગ્લોબલ વોર્મિંગના કારણે દુનિયાએ ભારે દુષ્કાળની સ્થિતિનો સામનો કરવો પડશે.
સૌથી ખાસ વાત એ છે કે બંને ભવિષ્યવક્તાઓએ 2025માં યુરોપમાં એક વિનાશકારી સંઘર્ષની ભવિષ્યવાણી કરેલી છે. જેનાથી મહાદ્વીપની વસ્તીમાં ભારે કમી આવશે. તેમનો દાવો છે કે આ સંધર્ષની ચપેટમાં ધીરે ધીરે દુનિયા આવી જશે. બાબા વેંગાનો દાવો છે કે યુરોપમાં શરૂ થયેલા સંઘર્ષના કારણે માનવજાતિના વિનાશની શરૂઆત થશે અને સંઘર્ષ ધીરે ધીરે વધતો જશે.
નોસ્ત્રાદમસે યુરોપના એક ભયાનક ભવિષ્યની ભવિષ્યવાણી કરી છે. તેમણે બ્રાઝીલમાં જ્વાલામુખી વિસ્ફોટ અને ભયંકર પૂર સહિત વિનાશકારી કુદરતી આફતોની ભવિષ્યવાણી કરેલી છે. તેમનું કહેવું છેકે આ આફતોના દૂરગામી પરિણામો હોઈ શકે છે. સંભાવના છે કે તેનાથી વૈશ્વિક વ્યવસ્થાને નવું સ્વરૂપ મળે.
જો કે ભારતીય જ્યોતિષોનું કહેવું છે કે જ્યાં પણ ધર્મ હશે ત્યાં કોઈ પણ પ્રકારનું અનિષ્ટ થશે નહીં. ત્યારે છેલ્લા કેટલાક સમયથી જે જોવા મળી રહ્યું છે તેના લીધે તમે પણ વિચારતા હશો કે શું વર્ષ 2025 માનવતા માટે પ્રલયકારી છે? જો કે વિજ્ઞાનના યુગમાં આવી ભવિષ્યવાણીઓ શંકા પેદા કરે છે અને ભયનો ભ્રમ જગાવે છે. પરંતુ તમારે ડરવાનું નથી બસ સવાલો અને પરિસ્થિતિઓને સમજવાના છે.
Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, મીડિયા રિપોર્ટ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે