Bigg Boss 18: વોશરુમમાં ખુલ્લેઆમ કરણવીર ચુમને ચોંટી ગયો, 18 સેકન્ડના લવ બાઈટના વીડિયોએ મચાવ્યો હોબાળો

Bigg Boss 18: બિગ બોસ 18 નો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને લોકો પણ પાણી પાણી થઈ રહ્યા છે. 18 સેકન્ડના આ વીડિયોમાં કરણ વીર એક ચુમ દરાંગને લવ બાઈટ આપે છે. આ વીડિયોના કારણે હોબાળો મચી ગયો છે. 

Bigg Boss 18: વોશરુમમાં ખુલ્લેઆમ કરણવીર ચુમને ચોંટી ગયો, 18 સેકન્ડના લવ બાઈટના વીડિયોએ મચાવ્યો હોબાળો

Bigg Boss 18: બિગ બોસ 18 નો ફિનાલે એપિસોડ થોડા જ દિવસમાં થવાનો છે. ફિનાલેની નજીક આવીને હવે શોમાં એવી ઘટના ઘટી છે જેના કારણે ઇન્ટરનેટ પર ખળભળાટ મચી ગયો છે. બિગ બોસ 18 નો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બિગ બોસનો એક કંન્ટેસ્ટન્ટ બીજી કન્ટેસ્ટન્ટને લવ બાઈટ આપતો જોવા મળે છે. આ વિડીયો વાયરલ થતાં જ લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. કારણ કે આ બધું જ ઘરના વોશરૂમમાં ખુલ્લેઆમ થઈ રહ્યું હોય છે. આ વિડીયો થોડી સેકન્ડનો જ છે પરંતુ તેનાથી હોબાળો મચી ગયો છે. 

આ પણ વાંચો:

Bigg boss 18 માં કરણ વીર અને ચુમ દરાંગની મિત્રતા પોપ્યુલર થઈ ગઈ છે. થોડાક સમયમાં બંને એકબીજાના સારા મિત્ર બની ગયા છે. પરંતુ આ મિત્રતા વચ્ચે બંને વચ્ચે એવું કંઈક થયું જેની ક્લિપ ઇન્ટરનેટ પર આગ લગાવી રહી છે. કરણ વીરે આ ક્લિપમાં ચૂમ સાથે એવું કામ કર્યું છે કે 18 સેકન્ડનો આ વિડીયો લોકોને પાણીપાણી કરી રહ્યો છે. 

આ પણ વાંચો:

જે વીડીયો ક્લીપ વાયરલ થઈ રહી છે તેમાંથી જોઈ શકાય છે કે ચુમ દરાંગ વોશરૂમ એરીયા પાસે પોતાના કપડાને પ્રેસ કરી રહી છે. ચુમ એકલી હોય છે તે જોઈને કરણવીર મહેરા ત્યાં આવી જાય છે. તે ચુમની નજીક જાય છે અને તેનો હાથ પકડીને હાથ પર બટકું ભરે છે. આમ કરીને તે ચૂમને હાથ પર લવ બાઈટ આપીને કહે છે કે હવે આ ટેટુ જેવું દેખાય છે. 

— Lady Khabri (@KhabriBossLady) January 7, 2025

હવે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો પર લોકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકો આ વર્તન કરવા બદલ કરણવીરને ટ્રોલ કરી રહ્યા છે. વીડિયોની કોમેન્ટમાં એક યુઝરે લખ્યું છે કે આ તો પ્રેમ છે... જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે કે આ લવ બાઇક છે હું પણ મારી વાઈફ સાથે આવું કરું છું. તમને જણાવી દઈએ કે બિગ બોસ 18 નો ગ્રાન્ડ ફિનાલે 19 જાન્યુઆરીએ રાત્રે 9:00 કલાકે કલર્સ અને જીઓ સિનેમા પર ટેલિકાસ્ટ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news