Free Fire Game બની સ્યૂસાઈડ ગેમ, ટાસ્ક પુરો ન થતાં બાળકે ગળે ટૂંપો ખાઇ કરી આત્મહત્યા

ગીર સોમનાથના ઉનામાં ઓનલાઈન ગેમ (online game ‘free fire’) માં ટાસ્ક પુરો ન થતાં 16 વર્ષીય તરૂણે ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી છે.

Free Fire Game બની સ્યૂસાઈડ ગેમ, ટાસ્ક પુરો ન થતાં બાળકે ગળે ટૂંપો ખાઇ કરી આત્મહત્યા

રજની કોટેચા, ઉના: બાળકો માત્રને માત્ર રમત (Game) રમવી ગમે છે. જેનો મુખ્ય હેતુ આનંદનો છે. પરંતુ તમે વિચારી પણ નહીં શકો કે આ એવી પણ રમત છે. જેમા રમતના અંતે રમનારને આત્મહત્યા (Suicide) કરવી પડે છે. ઓનલાઈન ગેમ (Online Game) રમતા બાળકોના માતાપિતાને ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. 

બાળકોને મોબાઇલ આપતાં પહેલાં વિચારવા પર મજબૂર કરી દે તેવો કિસ્સો ગીર સોમનાથ (Gir Somnath) ના ઉનામાંથી સામે આવ્યો છે. ઉનામાં લેબ ટેક્નિશિયનના 16 વર્ષીય પુત્રએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. 

ગીર સોમનાથના ઉનામાં ઓનલાઈન ગેમ (online game ‘free fire’) માં ટાસ્ક પુરો ન થતાં 16 વર્ષીય તરૂણે ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી છે. આ પહેલા જુલાઇમાં મધ્ય પ્રદેશના છતરપુરમાં અને જાન્યુઆરી મહિનામાં મધ્ય પ્રદેશના સાગર જિલ્લાના ઢાના તાલુકામાં આ પ્રકારનો આત્મહત્યા (Suicide) નો એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં ફ્રી ફાયર ગેમની લતને કારણે 12 વર્ષીય વિદ્યાર્થીએ ફાંસી લગાવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news