પાટીદારો ઘર મેળે જ લાવશે ઉકેલ! હવે કોર્ટ કચેરીના ચક્કરમાં નહીં પડે, શરૂ કરી 'ઉમિયા અદાલત'
પાટીદાર સમાજના આંતરિક વિવાદો અને પારિવારિક અને અન્ય બાબતોને લગતા અનેક કેસો કોર્ટમાં પેન્ડિંગ છે. સમાજના આંતરિક વિવાદો અને અસંમતિઓના નિરાકરણ માટે ઉમિયા અદાલત શરૂ કરવામાં આવી છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: પાટીદાર સમાજના આંતરિક વિવાદોનું નિરાકરણ માટે એક અનોખી પહેલા કરવામાં આવી છે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જંયતિ નિમિત્તે વિશ્વ ઉમિયા ધામ દ્વારા ઉમિયા અદાલત શરૂ કરવામાં આવી છે. જેમાં સમાજના વરિષ્ઠ લોકો અને નેતાઓની મદદથી સમાજના આંતરિક વિવાદો અને સમસ્યાનું સુખદ પરિણામ લાવવામાં આવશે. આ કરવાનો હેતુ સમાજના લોકોને ન્યાય મેળવવાની કઠિન પ્રક્રિયામાંથી બહાર લાવવાનો છે.
જમીન વિવાદો અને વૈવાહિક વિખવાદ સહિતના સેંકડો કેસો દાખલ
પાટીદાર સમાજના આંતરિક વિવાદો અને પારિવારિક અને અન્ય બાબતોને લગતા અનેક કેસો કોર્ટમાં પેન્ડિંગ છે. સમાજના આંતરિક વિવાદો અને અસંમતિઓના નિરાકરણ માટે ઉમિયા અદાલત શરૂ કરવામાં આવી છે. જેના વિશે સંસ્થાના પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, જમીન વિવાદો અને વૈવાહિક વિખવાદ સહિતના સેંકડો કેસો વિવિધ અદાલતોમાં દાખલ કરાય છે. ત્યારે આવા કેસ કોર્ટમાં દાખલ થતાં અટકાવવા માટેનો આ એક પ્રયાસ છે.
ઉમા કાઉન્સેલિંગ સેન્ટરનો મંગળવારથી પ્રારંભ
આ સિવાય વિશ્વ ઉમિયા ધામે સતત તણાવ અને હતાશાનો સામનો કરી રહેલા યુવાનો અને પ્રોફેશનલ્સનું કાઉન્સેલિંગ કરવા માટે એક ઉમા કાઉન્સેલિંગ સેન્ટરનો મંગળવારથી પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ડોક્ટરો અને મોટિવેશન્લ સ્પીકર્સની ટીમ દ્વારા આ પ્રકારના યુવાનો અને પ્રોફેશનલ્સનું કાઉન્સેલિંગ કરવામાં આવશે. આ સેન્ટરનું નેતૃત્વ ડોક્ટર, પ્રેરક વક્તા અને લેખક જીતેન્દ્ર અઢિયા કરશે. આ સેન્ટરની થીમ મનની માવજત અને સમસ્યાનું સમાધાન હશે.
સિવિલ સર્વિસમાં જોડાવા માગતા યુવાનો માટે તાલિમ એકેડમી
તેમજ સિવિલ સર્વિસમાં જોડાવા માગતા યુવાનો માટે એક તાલિમ એકેડમીનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. જેનું નેતૃત્વ પૂર્વ મુખ્ય સચિવ ડી.જે.પાંડિયન દ્વારા કરવામાં આવશે. આ તાલિમ એકેડમી અમદાવાદના નિકોલમાં અને ગાંધીનગરમાં શરૂ કરવામાં આવશે. આ એકેડમીનો ઉદ્દેશ્ય યુવાનોનું જીવન સુખમય રહે તે સુનિશ્ચિત કરવાનો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે