BIG BREAKING: ગુજરાતમાં આજે બે કરુણાંતિકા! ફરી હાર્ટ એટેકે ઉથલો માર્યો અને વધુ બેનાં મોત

Heart Attack News: રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેકથી મોતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં આજે વધુ બે યુવકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે.

BIG BREAKING: ગુજરાતમાં આજે બે કરુણાંતિકા! ફરી હાર્ટ એટેકે ઉથલો માર્યો અને વધુ બેનાં મોત

ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં હાલ હાર્ટ એટેકના કારણે નાની ઉંમરની વ્યક્તિઓ મોતને ભેટી રહી છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આજે વધુ બે યુવકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે.

વડોદરામાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકના કારણે મોત થયું છે, તો રાજકોટ મહાનગર પાલિકાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરનું હાર્ટએટેકથી મૃત્યુ થયું છે, જ્યારે MS યુનિવર્સિટીના ઝૂઓલોજીમાં અભ્યાસ કરતાં દીપ ચૌધરીનું મોત થયું છે. દીકરાના મોતથી પરિવારમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે, જ્યારે રાજકોટમાં RMCના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરનું વીવી પટેલનું હાર્ટ અટેકથી મોત થયું છે. ઉત્તમ કામગીરી કરનાર અધિકારીના મોતથી સ્ટાફમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે.

વડોદરામાં દીપ ચૌધરી નામના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત

No description available.
વડોદરાની MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર, MSUના સાયન્સ ફેકલ્ટીમાં ઝુઓલોજીમાં અભ્યાસ કરતો દીપ ચૌધરી નામનો વિદ્યાર્થી બોઇસ હોસ્ટેલમાં મિત્રો સાતે વાત કરતાં-કરતાં અચાનક ઢળી પડ્યો હતો. જે બાદ હોસ્ટેલમાં મિત્રો તેને સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તબીબે દીપ ચૌધરીને મૃત જાહેર કર્યો હતો અને ડોક્ટરે તેના મૃત્યુ પાછળનું કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું. 

રાજકોટમાં હાર્ટએટેકથી વધુ એક યુવાનનું મૃત્યુ

No description available.
રાજકોટમાંથી હાર્ટએટકથી મૃત્યુનો વધુ એક બનાવ સામ આવ્યો છે. રાજકોટ મહાનગર પાલિકામાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતા વી.વી પટેલને હાર્ટે એટેક આવતા તેઓનો હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મનપાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર વી.વી પટેલનીએક સપ્તાહ પહેલા જ બદલી થઈ હતી. ત્યારે હવે તેમના નિધનથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news