રાજકોટ શહેરમાં વધુ બે કેસ નોંધાયા, અત્યાર સુધીનો કુલ આંકડો 78


રાજકોટ શહેરમાં સૌથી વધુ કેસ જંગલેશ્વર વિસ્તારમાં સામે આવ્યા છે.

રાજકોટ શહેરમાં વધુ બે કેસ નોંધાયા, અત્યાર સુધીનો કુલ આંકડો 78

રક્ષિત પંડ્યા/રાજકોટઃ સતત લૉકડાઉન કર્યા બાદ પણ કોરોના વાયરસના કેસો ઘટી રહ્યાં નથી. ચોથા લૉકડાઉનમાં છૂટછાટ મળવાની સાથે કોરોનાના કેસોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરની સાથે જિલ્લામાં પણ કોરોના પહોંચી ગયો છે. આજે રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાંથી વધુ બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. એક પુરૂષ અને એક મહિલા કોરોનાથી સંક્રમિત થયા છે. 

રાજકોટ શહેરમાં અત્યાર સુધી 78 કેસ નોંધાયા
રાજકોટમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ જંગલેશ્વરવિસ્તારમાંથી સામે આવ્યા છે. નવા બે કેસ પણ ત્યાં નોંધાયા છે. ત્યાં રહેતા એક 33 વર્ષીય મહિલા અને એક 40 વર્ષીય પુરૂષકોરોનાનો શિકાર બન્યા છે. આમ રાજકોટ શહેરમાં અત્યાર સુધી 78 કેસ નોંધાયા છે, તો રાજકોટ ગ્રામ્યમાં 12 કેસ સામે આવ્યા છે. જો રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો અત્યાર સુધી કુલ 90 કેસ નોંધાયા છે. 

દેવભૂમિ દ્વારકા જિલ્લો બન્યો કોરોના મુક્ત, સારવાર બાદ બધા દર્દી ડિસ્ચાર્જ

શું છે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
ગુજરાત જિલ્લામાં ગઈકાલે સાંજે સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે અત્યાર સુધી કુલ 13273 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 5880 દર્દીઓ સારવાર બાદ સાજા પણ થઈ ગયા છે. તો 802 લોકોના કોરોનાને કારણે મૃત્યુ થયા છે. અમદાવાદમાં સૌથી વધુ 9724 કેસ નોંધાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news