ભરૂચમાં રેમડેસિવિરની કાળાબજારી કરતા બે પકડાયા, માસ્ટરમાઈન્ડ ડોક્ટર ફરાર
Trending Photos
- Remdisivir ઇન્જેક્શનનો વેપલો કરવા નીકળેલા 2 આઓપીઓને LCB એ 9 રેમડેસિવિર ઇન્જેક્શન સાથે પકડી લીધા
- સરકાર સસ્તા ભાવે ઇન્જેક્શન દર્દીઓ સુધી પહોંચી તેવા પ્રયત્નો પર કાળા બજારીયા પાણી ફેરવી રહ્યા છે
ભરત ચૂડાસમા/ભરૂચ :ભરૂચમાં અછત વચ્ચે રેમડેસિવિરની કાળાબજારી પકડાઇ છે. કારમાંથી રૂ. 1.77 લાખ રોકડા, 9 ઇન્જેક્શન સાથે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે 2 દલાલોને ઝડપી પાડ્યા છે. ભરૂચ LCB એ ઇન્જેક્શનોની કાળાબજારી કરતા તત્વોને ઝડપી કાળા બજારી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ફરાર ડોક્ટરને ઝબ્બે કરવાની કવાયત સાથે મેડિકલ માફિયાઓ પાસે ઇન્જેક્શન ક્યાંથી લાવતા અને અન્યની સંડોવણીની તપાસ પણ પોલીસે શરૂ કરી છે.
કોરોના કાળમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછત વચ્ચે કાળાબજાર મેડિકલ માફિયાઓ દ્વારા જ કરાઈ રહ્યો હોવાનો ભરૂચ LCB એ હાથ ધરેલા ઓપરેશનમાં અંકલેશ્વરથી ઘટસ્ફોટ થયો છે. i10 કારમાં Remdisivir ઇન્જેક્શનનો વેપલો કરવા નીકળેલા 2 આઓપીઓને LCB એ 9 રેમડેસિવિર ઇન્જેક્શન સાથે પકડી લીધા છે. જોકે આ કાળા બજારીમાં સંડોવાયેલ ડો. સિદ્ધાર્થ મહિડા ફરાર થઈ ગયો છે.
આ પણ વાંચો : ઊંઘમાં જ પુત્રએ પિતાની કરી હત્યા, પછી ચૂપચાપ જઈને સૂઈ ગયો
અંકલેશ્વરથી LCB એ રેમડેસિવિર ઈન્જેક્શનની કાળાબજારીનું કૌભાંડ ઉજાગર કર્યું છે. અંકલેશ્વરમાં કારમાં ઇન્જેક્શન વેચવા ફરતા 2 શખ્શો ઝડપી પાડતા સમગ્ર ભાંડો ફૂટ્યો છે. પોલીસના દરોડામાં ડોક્ટર નાસી છૂટ્યો છે. કોરોનાના વધતા કેસો અને મૃત્યુ વચ્ચે સ્વજનોના જીવ બચાવવાની આશને લઇ લોકો રેમડેસિવિર ઇન્જેક્શન માટે વલખા મારી રહ્યા છે, ત્યારે સરકાર સસ્તા ભાવે ઇન્જેક્શન દર્દીઓ સુધી પહોંચી તેવા પ્રયત્નો પર કાળા બજારીયા પાણી ફેરવી રહ્યા છે.
LCB PSI અનિલ ચૌહાણ પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન તેમને કારમાં કેટલાક લોકો રેમડેસિવિર વેચવા ફરતા હોવાની માહિતી મળી હતી. હાલ રેમડેસિવિર ઈન્જેકશના સંગ્રહ રાખવા પર મનાઈ છે. પોલીસે ગોઠેલા છટકામાં i10 કારમાં રાઘવેન્દ્રસિંગ અને ઋષાંક નામના 2 યુવાનો તેમની પાસે પહોંચ્યા હતા. બંન્નેની અટકાયત કરી ઝડતી લેવામાં આવતા રેમડેસિવિરના 2 અલગ–અલગ કંપનીઓના 9 ઇન્જેક્શન મળી આવ્યા હતા. પૂછપરછ બાદ આ બંને સાથે ડો સિદ્ધાર્થ મહીડાની પણ સંડોવણી બહાર આવી છે. અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી LCB એ આ ટોળકી ઇન્જકેશન ક્યાંથી અને કેવી રીતે મેળવી કાળા બજાર કરી રહી હતી. તેમજ આ વેપલામાં કોણ કોણ જોડાયેલું છે તેની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : હાઈકોર્ટે રૂપાણી સરકારની ઝાટકણી કાઢીને કહ્યું, તમે માત્ર ગુલાબી પિક્ચર બતાવો છો, આ ગ્રાઉન્ડ રિયાલિટી નથી
રેમડેસિવિર બાદ 9 ઇન્જેક્શનો પૈકી 5 BDREM – 100 કંપનીના, જેની 1 ઇન્જકશનની આશરે કિમંત 3000 રૂપિયા લેખે કુલ કિંમત 15000 રૂપિયા છે. તેમજ રેમડેસિવિર ફોર ઈન્જેક્શન 100 mg, કેડિલા હેલ્થકેર લિમિટેડના 899 રૂપિયાનું એક, જે કુલ 4 મળી 3596 રૂપિયાના ઈન્જેક્શન પોલીસે જપ્ત કર્યા છે. સાથે જ બંન્ને આરોપી પાસેથી 20,000 રૂપિયાના 2 મોબાઈલ ફોન, રોકડા 1.77 લાખ અને કાર મળી કુલ 7.15 લાખનો મુદ્દામાલ કબ્જે લેવાયો છે. GIDC પોલીસ મથકે ઝડપાયેલા 2 આરોપી અને વોન્ટેડ તબીબ સામે આવશ્યક ધારા ડિઝાસ્ટર એક્ટ અને કાળા બજારી સહિતનો ગુનો નોંધવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે