અમદાવાદ એરપોર્ટ પર બનાવટી પાસપોર્ટ સાથે બે બાંગ્લાદેશી ઝડપાયા, SOGએ શરૂ કરી તપાસ
બાંગ્લાદેશી બંને યુવક બનાવટી પાસપોર્ટ સાથે કુવૈત જઈ રહ્યાં હતા. ત્યારબાદ ઈમિગ્રેશન વિભાગે બંનેના પાસપોર્ટની તપાસ કરી હતી. પૂછપરછમાં શંકા જતા વધુ તપાસ હાથ ધરવામાં આવતા સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો.
Trending Photos
ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ પર બનાવટી પાસપોર્ટ સાથે બે બાંગ્લાદેશી શખ્સો ઈમીગ્રેશનની તપાસ દરમિયાન શંકાસ્પદ જણાતા બંનેને પોલીસને હવાલે કરવામાં આવ્યા છે. બંને યુવકની એરપોર્ટ પોલીસે ધરપકડ કરી વધુ તપાસ માટે એસઓજી ક્રાઇમ બ્રાન્ચના હવાલે કર્યાં છે. શાહિદુલ મુલ્લા અને આમીનુર ગાઝી નામના બંને યુવકો મૂળ બાંગ્લાદેશના રહેવાસી છે.
મૂળ બાંગ્લાદેશી આ બંને યુવક બનાવટી પાસપોર્ટ સાથે કુવૈત જઈ રહ્યાં હતા. ત્યારબાદ ઈમિગ્રેશન વિભાગે બંનેના પાસપોર્ટની તપાસ કરી હતી. પૂછપરછમાં શંકા જતા વધુ તપાસ હાથ ધરવામાં આવતા સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો. આ બંને યુવકો હિન્દુ નામ ધારણ કરીને છેલ્લા કેટલાક સમયથી ભારતમાં રહેતા હતા. બંનેએ એજન્ટની મદદથી ડ્રાઇવિંગ લાયસન્સ અને આધારકાર્ડ પણ બનાવી લીધા હતા.
સામાન્ય રીતે ગેરકાયદેસર અને બનાવટી પાસપોર્ટની તપાસ એસ.ઓ.જી ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવતી હોય છે, જેના ભાગ સ્વરૂપે આ બંને આરોપીઓની વધુ તપાસ પણ એસઓજી ક્રાઈમ બ્રાન્ચને જ સોંપવામાં આવી છે. બંને આરોપીઓએ પોલીસ સમક્ષ એવી કેફિયત વર્ણવી છે કે તે લોકો કુવેત જવા માટે પ્રયાસ કરતા હતા. માટે તેમના એજન્ટે કહ્યું હતું કે બાંગ્લાદેશથી કુવેત જવું શક્ય નથી. બાંગ્લાદેશની ભોમરા બોર્ડરથી કોલકાતા થોડા સમય માટે સ્થાઈ થવું પડશે અને બાદમાં કુવૈત જવાનું થશે. જેથી કરીને બન્ને આરોપીઓ ભારતમાં આવ્યા હતા અને હિન્દૂ નામ ધારણ કરીને છૂટક મજૂરી પણ કરતા હતાં.
કુવૈતના વાહીદ કાદિયાન એજન્ટ શિવમ ઉર્ફે દીપ ઉર્ફે મહાદિપ પાસેથી બનાવટી પાસપોર્ટ બનાવ્યો હતો અને આ બનાવટી પાસપોર્ટના આધારે બંને આરોપીઓ કુવૈત જવાના ફિરાકમાં હતા. પરંતુ આરોપીઓનો આ પ્લાન નિષ્ફળ થઈ ગયો છે. હાલ તો પોલીસે બંનેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે