નાશાના કાળા કારોબારનું એપી સેન્ટર બન્યું રાજકોટ, ગાંજાના જથ્થા સાથે 2 ની ધરપકડ

રાજકોટ આમતો સૌરાષ્ટ્રનું (Saurashtra) એપી સેન્ટર છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી રાજકોટ (Rajkot) હવે નશાના કાળા કારોબાર (Black Market Of Drugs) માટેનું પણ એપી સેન્ટર બની ચૂક્યું હોય તેવું લાગી રહ્યું છે

નાશાના કાળા કારોબારનું એપી સેન્ટર બન્યું રાજકોટ, ગાંજાના જથ્થા સાથે 2 ની ધરપકડ

ઉદય રંજન/ રાજકોટ: રાજકોટ આમતો સૌરાષ્ટ્રનું (Saurashtra) એપી સેન્ટર છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી રાજકોટ (Rajkot) હવે નશાના કાળા કારોબાર (Black Market Of Drugs) માટેનું પણ એપી સેન્ટર બની ચૂક્યું હોય તેવું લાગી રહ્યું છે. શહેરની સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી અમદાવાદ હાઇવે પરથી બે શખ્સોને 41 કિલો ગાંજાના (Marijuana) જથ્થા સાથે ધરપકડ કરી છે.

રાજકોટ શહેર પોલીસના (Rajkot City Police) જાપ્તામાં રહેલા આ શખ્સોનું નામ છે કાદર અનવર પઠાણ તેમજ ચેતન ચમનભાઈ સાપરીયા આ શખ્સો પર આરોપ છે નશાનો કાળો કારોબાર (Black Market Of Drugs) કરવાનો. SOG ની ટીમને બાતમી મળી હતી કે, બે શખ્સો અમદાવાદ તરફથી GJ03KH0847 નંબરની કારમાં ગાંજાનો (Marijuana) જથ્થો લઈને આવી રહ્યા છે. ચોક્કસ બાતમીના આધારે વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી કાર પસાર થતાં પોલીસે તેને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. 

પરંતુ પોલીસને જોતા જ કાર ચાલકે કાર હંકારી મુકી હતી. જેથી SOGની બે ટીમોએ અલગ અલગ કાર મારફતે સંદિગ્ધ કારનો 10 કિલોમીટર સુધી ફિમી ઢબે પીછો કર્યો હતો. જે બાદ આરોપીઓની કાર કુવાડવા નજીક એક બાઇક ચાલકને હડફેટે લઈ પલટી મારી ગઈ હતી જે બાદ બંને આરોપીઓ કારમાંથી ઉતરી ખેતરમાં ભાગવા લાગ્યા હતા. ત્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બંને આરોપીઓનો પીછો કરી તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા.

પોલીસના જણાવ્યા આ શખ્સોને જડપી પાડી પૂછપરછ કરતાં કાદર અનવર પઠાણ ભગવતીપરા વિસ્તારનો અને ચેતન ચમનભાઈ સાપરીયા કાલાવડ રોડ રાણીટાવર આવાસ ક્વાર્ટરમાં રહે છે એમ બંને રાજકોટના જ રહેવાસી છે આ શખ્સોની ધરપકડ કરી કારની જડતી લેતા તેમાંથી 4લાખ 10હજારનો 41 કિલો ગાંજો મળી આવ્યો છે. તો સાથેજ પોલીસ દ્વારા કાર સહિત સાત લાખ દસ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

હાલ તો પોલીસે બંને શખ્સો વિરુદ્ધ NDPS સહિતનો ગુનો નોંધી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. તો સાથે જ હર વખતની જેમ આ વખતે પણ પોલીસની પ્રાથમિક તપાસમાં આ બંને શખ્સોએ સુરતથી ગાંજો લાવ્યો હોવાની કબૂલાત આપી છે ત્યારે હવે રાજકોટ પોલીસ નશાના આ કાળા કારોબારનો છેડો સુરતથી શોધી સકે છે કે કેમ તે જોવું રહ્યું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news