Anand ના જિલ્લા પંચાયતની 35 સિંહોલ બેઠકના બોરીયા ગામનું થશે ફરી મતદાન

આણંદના જિલ્લા પંચાયતની 35 સિંહોલ બેઠકના બોરીયા ગામનું ફરી મતદાન થશે. આવતીકાલે 4 માર્ચના રોજ ફરી મતદાન કરાશે. સવારે 7.00 થી સાંજે 6.00 વાગ્યા સુધી મતદાન ચાલશે. ઇવીએમ ટેકનીકલ ખામી બાદ ચુંટણી પંચ દ્વારા નિર્ણય કરાયો હતો

Anand ના જિલ્લા પંચાયતની 35 સિંહોલ બેઠકના બોરીયા ગામનું થશે ફરી મતદાન

ઝી મીડિયા/બ્યૂરો: આણંદના જિલ્લા પંચાયતની 35 સિંહોલ બેઠકના બોરીયા ગામનું ફરી મતદાન થશે. આવતીકાલે 4 માર્ચના રોજ ફરી મતદાન કરાશે. સવારે 7.00 થી સાંજે 6.00 વાગ્યા સુધી મતદાન ચાલશે. ઇવીએમ ટેકનીકલ ખામી બાદ ચુંટણી પંચ દ્વારા નિર્ણય કરાયો હતો. હાલના પરિણામો પ્રમાણે કોંગ્રેસના કોકીલાબેન પરમારને 8814 મત મળ્યા છે. જ્યારે ભાજપના નિતાબેન સોનારાને 8375 મત મળ્યા છે. બોરીયા પુન:મતદાનના પરિણામો બાદ ઉમેદવારની જીત નક્કી થશે.

તા. 28 ફેબ્રુઆરીના રોજ યોજાયેલ જિલ્લા પંચાયતની ચૂંટણી દરમિયાન પેટલાદ તાલુકાની આણંદ જિલ્લા પંચાયતની 35 સિંહોલ બેઠકના મતદાન મથક બોરીયા- 1 માં ઉપયોગમાં લેવામાં આવેલા કંટ્રોલ યુનિટ (સી.યુ) મતગણતરી પ્રક્રિયા દરમિયાન ખામી સર્જાતા પરિણામ જાણી શકાયું ન હતું. જો કે, ટેકનિકલ ખામીને કારણે બોરીયા 1 મતદાન મથકે ઉપયોગમાં લેવામાં આવેલ કંટ્રોલ યુનિટમાંથી પરિણામ મળી શકે તેમ નથી. જેને પરિણામે 35 સિંહોલ જિલ્લા પંચાયત મતદાર મંડળની આ બેઠક પર હરીફ ઉમેદવારોને બોરીયા 1 મતદાન મથક સિવાયના મતદાન મથકોમાંથી કોંગ્રેસના કોકીલાબેન પરમારને 8814 મત મળ્યા છે. જ્યારે ભાજપના નિતાબેન સોનારાને 8375 મત મળ્યા છે.

ત્યારે બોરીયા 1 મતદાન મથકમાં કુલ 593 મતદાન થયું છે. જ્યારે હરીફ ઉમેદવારો વચ્ચે 457 મતનો તફાવત હોવાથી વિજેતા ઉમેદવાર નક્કી થઈ શકે તેમ નથી. તેથી ગુજરાત પંચાયત ચૂંટણી નિયમોમાં થયેલ જોગવાઈ ધ્યાને લઇ ફરી મતદાન પ્રક્રિયા હાથ ધરવા માટે રાજ્ય ચૂંટણી પંચને દરખાસ્ત કરી હતી. ત્યારે આ દરખાસ્તને લઇને ચૂંટણી પંચ દ્વારા 28 ફેબ્રુઆરીના રોજ યોજાયેલ મતદાન રદ કરવામાં આવ્યું છે અને ફરી પુન:મતદાન પ્રક્રિયા કરવા જણાવવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news