Gyanvapi Masjid Controversy: કોર્ટમાં આજે સરવે રિપોર્ટ રજૂ કરાશે, આ અરજીઓ ઉપર પણ થશે સુનાવણી

Gyanvapi Masjid Controversy: જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં આજે વારાણસીની સ્થાનિક કોર્ટમાં ફરીથી સુનાવણી થશે. મંગળવારે કોર્ટ કમિશનરે સરવે રિપોર્ટ રજૂ કરવા માટે વધુ બે દિવસનો સમય માંગ્યો હતો. જે આજે પૂરો થાય છે. આજે જ્યારે કોર્ટ ખુલશે તો એડવોકેટ કમિશનર જજ સામે મસ્જિદ સરવેનો રિપોર્ટ રજૂ કરશે

Gyanvapi Masjid Controversy: કોર્ટમાં આજે સરવે રિપોર્ટ રજૂ કરાશે, આ અરજીઓ ઉપર પણ થશે સુનાવણી

Gyanvapi Masjid Controversy: જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં આજે વારાણસીની સ્થાનિક કોર્ટમાં ફરીથી સુનાવણી થશે. મંગળવારે કોર્ટ કમિશનરે સરવે રિપોર્ટ રજૂ કરવા માટે વધુ બે દિવસનો સમય માંગ્યો હતો. જે આજે પૂરો થાય છે. આજે જ્યારે કોર્ટ ખુલશે તો એડવોકેટ કમિશનર જજ સામે મસ્જિદ સરવેનો રિપોર્ટ રજૂ કરશે. આ સિવાય સ્થાનિક કોર્ટમાં આજે અન્ય બે અરજી ઉપર પણ સુનાવણી થવાની છે. 

વારાણસી કોર્ટમાં દાખલ થયેલી અરજીમાં જ્ઞાનવાપી પરિસરના સરવેમાં મળી આવેલા શિવલિંગની પૂજા કરવાની મંજૂરી માંગવામાં આવી છે. આ સિવાય અરજીમાં જ્ઞાનવાપી પરિસરમાં ભોયરાની દીવાલ તોડીવાની અને અન્ય પુરાવા ભેગા કરવા માટે કાટમાળ હટાવવાની પણ મંજૂરી માંગવામાં આવી છે. બીજી બાજુ મંગળવારે એક અન્ય અરજી પણ કોર્ટમાં દાખલ કરવામાં આવી જેમાં જ્ઞાનવાપી મસ્જિદના સીલ કરાયેલા વિસ્તારથી પાઈપલાઈન (નમાઝીઓને વુઝુ કરવા માટે પાણી આપવામાં આવે છે તે) ને શિફ્ટ કરવાના નિર્દેશ આપવાની પણ માંગણી કરાઈ છે. આ અરજી ડિસ્ટ્રિક્ટર ગવર્મેન્ટ કાઉન્સિલના વકીલ મહેન્દ્ર પ્રસાદ પાંડેએ દાખલ કરી હતી. 

આ અરજીના એક દિવસ બાદ કોર્ટે મસ્જિદની અંદરના જ્યાંથી શિવલિંગ મળવાનો દાવો થયો છે તે વિસ્તારને સીલ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે અરજી સ્વીકારી અને સુનાવણી માટે 18મેની તારીખ નક્કી કરી હતી પરંતુ વકીલોની હડતાળના કારણે હવે સુનાવણી આજે હાથ ધરાશે. આ અરજીઓ મંગળવારે જજ રવિકુમાર દિવાકરની કોર્ટમાં દાખલ કરાઈ હતી. 

ગુરુવારે સુનાવણી માટે અન્ય એક અરજી પણ રાહ જોઈ રહી છે. જેમાં હિન્દુ પક્ષના અરજીકર્તા ઈચ્છે છે કે સરવે કાર્યમાં અજય કુમાર મિશ્રાને પણ સામેલ કરવામાં આવે. અત્રે જણાવવાનું કે અજયકુમાર મિશ્રાને વારાણસી કોર્ટે મંગળવારે કોર્ટ કમિશનરની જવાબદારીમાંથી હટાવ્યા હતા. તેમના પર સૂચનાઓ લીક કરવાનો આરોપ હતો. તેમના વ્યવહારને બેજવાબદારભર્યો ગણાવવામાં આવ્યો હતો. વાદી પક્ષે કહ્યું કે બે દિવસની કમિશનની કાર્યવાહી 6 અને 7 મે 2022ના તમામ રિપોર્ટ વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી સાથે વકીલ કમિશનર અજયકુમાર મિશ્રાને કમિશન રિપોર્ટમાં સહયોગ કરવાનો આદેશ આપવામાં આવે. જેથી ન્યાય થઈ શકે. 

સુપ્રીમમાં પણ સુનાવણી
જ્ઞાનવાપી સરવે મામલે આજે સુપ્રીમ કોર્ટમાં પણ મહત્વની સુનાવણી છે. જસ્ટિસ ચંદ્રચૂડ અને જસ્ટિસ નરસિંહાની બેન્ચ સમક્ષ ઉત્તર પ્રદેશ સરકાર અને અન્ય પક્ષકારોએ નોટિસનો જવાબ દાખલ કરવાનો છે. મંગલવારે સુપ્રીમ કોર્ટે તમામ પક્ષકારોને નોટિસ પાઠવીને પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવા જણાવ્યું હતું. કોર્ટે આદેશ આપ્યો હતો કે જિલ્લા મેજિસ્ટ્રેટ જ્ઞાનવાપી પરિસરના તળાવમાંથી મળેલા કથિત શિવલિંગને સુરક્ષિત રાખવાની વ્યવસ્થા કરે આ ઉપરાંત મુસ્લિમોને ત્યાં નમાઝ અદા કરતા રોકવામાં ન આવે. 

જ્ઞાનવાપી સરવે મામલે હિન્દુ સેનાએ કોર્ટમાં જવાબ દાખલ કર્યો છે. પોતાના સોગંદનામામાં હિન્દુ સેનાએ મુસ્લિમ પક્ષની અરજીને ફગાવવાની માંગણી કરી. હિન્દુ સેનાએ આરોપ લગાવ્યો કે મુસ્લિમ પક્ષે અનેક તથ્યો અને ઐતિહાસિક વાતો કોર્ટથી છૂપાવી છે. મસ્જિદ કમિટીવાળા પક્ષકારે કોર્ટને ન જણાવ્યું કે આ મામલે પહેલા પણ બે વખત વારાણસી જિલ્લા કોર્ટે વકીલ કમિશનરની નિયુક્તિ કરી હતી. પરંતુ કોઈ કારણોસર સરવે થઈ શક્યો નહીં. ત્યારબાદ કોર્ટે ત્રીજા વકીલને કોર્ટ કમિશનર નિયુક્ત કર્યા. તેના ઉપર પણ આપત્તિ જતાવવામાં આવી. મુસ્લિમ પક્ષે કેસ પર પોતાનો પક્ષ પણ રજૂ ન કર્યો. મુસ્લિમ પક્ષે ધાર્મિક સ્વરૂપ પર પોતાનો પક્ષ ન રજૂ ક ર્યો. તેમણે ફક્ત પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ 1991ની વાત પર જ ફોકસ કર્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news