રેલવેના મુસાફરો માટે મહત્ત્વના સમાચાર: અમદાવાદ આવતી વંદે ભારતનો ટાઈમ બદલાશે

Indian Railways: રેલવેમાં મુસાફરી કરતા મુસાફરો માટે આ સમાચાર ખુબ જ મહત્ત્વના છે. કારણકે, ટ્રેનના ટાઈમમાં કરવામાં આવ્યો છે મોટો ફેરફાર. એકવાર ચેક કરી લેજો ટ્રેનનું નવું ટાઈમ ટેબલ...

રેલવેના મુસાફરો માટે મહત્ત્વના સમાચાર: અમદાવાદ આવતી વંદે ભારતનો ટાઈમ બદલાશે

Vande Bharat Express: શું તમે પણ રેલવેમાં મુસાફરી કરો છો? તો આ સમાચાર તમારા માટે મહત્ત્વના બની રહેશે. કારણકે, ટ્રેનના ટાઈમમાં કરવામાં આવ્યો છે ફેરફાર. 22961 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસને રીશેડ્યૂલ કરવામાં આવશે. જેથી વંદે ભારત એક્સપ્રેસના મુંબઈથી અમદાવાદ પહોંચવાના સમયમાં ફેરફાર થશે. જેને પગલે ખાસ કરીને અમદાવાદ આવતી વંદે ભારત એક્સપ્રેસનો ટાઈમ બદલી નાંખવામાં આવ્યો છે. જાણો બદલાશે આ તારીખથી થશે ટ્રેનના ટાઈમમાં મોટો ફેરફાર...

પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઈ સેન્ટ્રલથી ઉપડતી વંદે ભારત એક્સપ્રેસના ટાઈમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જેની મુસાફરોએ નોંધ લેવી. નહીં તો મુસાફરોને પડશે ધક્કો. રેલવે તંત્ર દ્વારા પણ ટ્રેનનું નવું ટાઈમ ટેબલ જોઈ લેવા મુસાફરોને તાકીદ કરવામાં આવી છે. જો તમે પણ રેલવેમાં મુસાફરી કરતા હોવ તો તમારે પણ આ નવા ટાઈમ ટેબલને ફોલો કરવો પડશે. પશ્ચિમ રેલવે કેટલાંક મહત્ત્વના કામોને ધ્યાને લઈને ટ્રેનના ટાઈમિંગમાં ફેરફાર કરાયો હોવાનું સામે આવ્યું છે. 

ખાસ કરીને અમદાવાદ જતી વંદે ભારત એક્સપ્રેસના સમયમાં ફેરફાર કરવામાં આવશે. આ એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનથી 10 મિનિટ વહેલી ઉપડશે. આ ફેરફાર 24 ઓગસ્ટ 2024થી અમલમાં આવશે. જેનાથી ટ્રેનના અમદાવાદ સુધી પહોંચવામાં તથા વચ્ચેના સ્ટેશનો પરના આગમનના સમયમાં પણ ફેરફાર થશે. 22961 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસને રીશેડ્યૂલ કરવામાં આવશે. નવા સમય અનુસાર આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી બપોરે 3.55ને બદલે 3.45 કલાકે ઉપડશે. જેથી મુસાફરોએ ટ્રેન પકડવા માટે વહેલા સ્ટેશને પહોંચી જવું પડશે. 

મુંબઈ સેન્ટ્રલથી ઉપડ્યા બાદ આ વંદે ભારત એક્સપ્રેસ 10 મિનિટ વહેલા એટલે કે સાંજે 4.20ને બદલે 4.10 વાગ્યે બોરીવલી સ્ટેશન પહોંચશે. અહીં ટ્રેન 3 મિનિટ રોકાશે. ત્યારબાદ સાંજે 4.13 કલાકે બોરીવલી સ્ટેશનથી નીકળ્યા બાદ આ એક્સપ્રેસ સાંજે 5.40 કલાકે વાપી પહોંચશે. સાંજે 6.38 કલાકે વંદે ભારત એક્સપ્રેસ સુરત પહોંચશે. ત્યારબાજ વડોદરા જંક્શન પર ટ્રેન તેના નિર્ધારિત સમય કરતાં વહેલા  8.11 વાગ્યે પહોંચશે. અંતે વંદે ભારત એક્સપ્રેસ સાંજે 9.15 વાગ્યે અમદાવાદ સ્ટેશન પર પહોંચશે.

જાણો ટ્રેનનો નવો ટાઈમિંગઃ
વંદે ભારત ટ્રેનનો મુંબઈથી અમદાવાદ પહોંચવાનો સમય બદલાઈ ગયો છે. મુંબઈ સેન્ટ્રલ 3.45 કલાક, બોરીવલી 4.10 કલાક 4.13 કલાક, વાપી 5.40 કલાક 5.42 કલાક, સુરત 6.38 કલાક 6.43 કલાક, વડોદરા 8.11 કલાક, અમદાવાદ 9.15 કલાક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news