લોકડાઉનમાં ઉદ્યોગો ઠપ થતાં વેપારીઓ હાલત કફોડી, નાણામંત્રી પત્ર કરી વેરા મુક્તિની માંગ

આ સ્થિતિમાં ઉદ્યોગ-ધંધાને આ આપત્તિમાંથી ઉગારવા માટે વેરા મુક્તિ આપવામાં આવે તેમજ આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

લોકડાઉનમાં ઉદ્યોગો ઠપ થતાં વેપારીઓ હાલત કફોડી, નાણામંત્રી પત્ર કરી વેરા મુક્તિની માંગ

નિધિરેશ રાવલ, ગાંધીધામ: હાલમાં લોક ડાઉનન અને વૈશ્વિક રોગચાળા કારણે વેપાર ઉદ્યોગ ઠપ પડ્યા છે. જેના કારણે વેપારીઓ ઉદ્યોગકારોને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. આ સ્થિતિમાં ઉદ્યોગ-ધંધાને આ આપત્તિમાંથી ઉગારવા માટે વેરા મુક્તિ આપવામાં આવે તેમજ આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. ગાંધીધામ ચેમ્બર દ્વારા ભારતના નાણામંત્રીને પત્ર લખી આ અંગે વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે. 

આ અંગે ગાંધીધામ ચેમ્બર પ્રમુખ અનિલ જૈને જણાવ્યું હતું કે મહામારી વચ્ચે ઉદ્યોગ-ધંધા બંધ છે. ત્યારે દેશના અર્થતંત્રના ધોરીનસ સમાન વેપાર-ધંધાને સહાય કરવી આવશ્યક છે. માટે સરકારે આર્થિક પેકેજ જાહેર કરી હાલમાં વેપારીઓને વેરામાંથી મુક્તિ આપવી જોઈએ.

કોરોના વાયરસને અટકાવવા માટે સમગ્ર દેશમાં લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને હજુ આ મહામારીનો પડકાર યથાવત છે. તેવા સમયે દેશના વેપાર ઉદ્યોગ પર મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે. નાના મોટા તમામ વેપારીઓ આર્થિક મુશ્કેલી વેઠી રહ્યા છે, ત્યારે સરકારે વેરાની વસુલાતમા રાહત આપવી જોઈએ. તેવી પણ માંગ વેપારીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

આ અંગે ચાર્ટડ એકાઉન્ટન્ટ અનિમેષ મોદીએ હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી વેરા વસુલાતમાં રાહત આપવી જોઈએ અને વેરો ભરવા માટે સમય આપવો જોઈએ. જેથી લિક્વિડ મનીની સમસ્યાનો ઉકેલ આવશે.

લોક ડાઉનમાં વેપાર ધંધા બંધ રહેતા નાના વેપારીઓને કફોડી હાલત થઈ કર્મચારીઓના પગાર, બેંકના હપ્તા વગેરે ખર્ચ દર મહિને કરવો પડે છે. જ્યારે હાલમાં વેપાર ધંધા બંધ હોવાથી વેપારીઓ આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેવા સમયે સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવે અને વિવિધ વેરાઓમાં પણ રાહત આપવામાં આવે તે આવશ્યક છે.

આ અંગે વેપારી આશીષ પાટડીયાએ જણાવ્યું હતું કે વેપારીઓની આર્થિક હાલત કફોડી બની છે લોક ડાઉનમા વેપાર ધંધા બંધ છે ત્યારે વિવિધ વેરાઓમા રાહત આપી આર્થિક સહાય માટે સરકારે પેકેજ જાહેર કરવુ જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news