વાયુ વાવાઝોડાને કારણે રાજ્યમાં કુલ 6ના મોત, અનેક જિલ્લાઓમાં વરસાદ

વાયુ વાવાઝોડાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં અલગ અલગ બનાવોમાં કુલ 6ના લોકોના મૃત્યું થયા છે. સ્ટેટ કંટ્રોલ રૂમમાં નોંધાયા પ્રમાણે અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ પડવા ઝાડ પાડવા સહિતની ઘટનાઓને કારણે આ માનવ મૃત્યુ આંક નોંધાયા છે. વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થળાંતર સહિતની પ્રવૃત્તિ ઉપર ગાંધીનગરથી મોનીટરીંગ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ઉપર 4 આઇ.એ.એસ સહિત 26 અધિકારીઓ રાઉન્ડ ધ કલોક મોનીટરીંગ કરશે.

વાયુ વાવાઝોડાને કારણે રાજ્યમાં કુલ 6ના મોત, અનેક જિલ્લાઓમાં વરસાદ

હિતલ પારેખ/ગાંધીનગર : વાયુ વાવાઝોડાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં અલગ અલગ બનાવોમાં કુલ 6ના લોકોના મૃત્યું થયા છે. સ્ટેટ કંટ્રોલ રૂમમાં નોંધાયા પ્રમાણે અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ પડવા ઝાડ પાડવા સહિતની ઘટનાઓને કારણે આ માનવ મૃત્યુ આંક નોંધાયા છે. વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થળાંતર સહિતની પ્રવૃત્તિ ઉપર ગાંધીનગરથી મોનીટરીંગ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ઉપર 4 આઇ.એ.એસ સહિત 26 અધિકારીઓ રાઉન્ડ ધ કલોક મોનીટરીંગ કરશે.

રાજ્યના અનેલ જિલ્લાઓમાં વાયુ વાવાઝોડાને કારણે અનેક સ્થળોએ પવન સાથે વરસાદ પડ્યો હતો. જેથી મોટી સંખ્યામાં લોકોને જાનહાની થઇ છે. માનવ મૃત્યુની વાત કરીએ તો વરસાદ અને ઝાડ પડવા તથા વીજળી પડવાને કારણે બે તાપીમાં, બે નર્મદામાં અને એક-એક ડાંગ અને ગાંધીનગર માનવ મૃત્યુના બનાવો બન્યો છે. 

વાયુ વાવાઝોડાનો પ્રકોપ, પોરબંદરનો દરિયો પાળો તોડી રહેણાક વિસ્તારમાં ધૂસ્યો

ગુજરાતમાં ‘વાયુ’ વાવાઝોડાને પગલે તંત્ર દ્વારા અગમચેતીના ભાગ રૂપે અનેક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા કુલ 3 લાખ કરતા પણ વધારે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

વાયુ વાવાઝોડું: 3 લાખ લોકોને સુરક્ષિત જગ્યાઓ પર ખસેડાયા-અમિત શાહ

વાવાઝોડાને કારણે 3 લાખ કરતા પણ વધારે લોકોનું સ્થળાંતર સલામત સ્થળે કરવામાં આવ્યું છે. વાવાઝોડના કારણે કુલ 70 જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે. તથા અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતી તમામ ફ્લાઇટો પણ રદ કરવામાં આવી છે. હવમાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગુરુવારે બપોર સુધીમાં વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારે ટકરાશે.

વાયુ નામનું વાવાઝોડું પોરબંદરના દરિયા કાંઠે ટકરાય તેળી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે કેન્દ્ર સરકાર સતત ગુજરાત સરકાર સાથે સંપર્કમાં છે અને તમામ એજન્સીઓને સતર્ક રહેવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. NDRFની 52 જેટલી ટીમે સંભવીત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news