મંત્રી પરિષદની બેઠકમાં PM મોદીએ કહ્યું, 'સમયસર ઓફિસ પહોંચો, ઝડપથી ફાઈલનો નિકાલ લાવો'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મંત્રી પરિષદની બેઠકમાં બધાને કહ્યું કે તેઓ સમયસર ઓફિસ પહોંચે, ઘરેથી કામ કરવાથી બચે અને લોકો માટે ઉદાહરણ રજુ કરે.

મંત્રી પરિષદની બેઠકમાં PM મોદીએ કહ્યું, 'સમયસર ઓફિસ પહોંચો, ઝડપથી ફાઈલનો નિકાલ લાવો'

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે મંત્રી પરિષદની બેઠકમાં બધાને કહ્યું કે તેઓ સમયસર ઓફિસ પહોંચે, ઘરેથી કામ કરવાથી બચે અને લોકો માટે ઉદાહરણ રજુ કરે. બેઠક બાદ સૂત્રોએ જણાવ્યું કે નવી સરકારની  પહેલી મંત્રી પરિષદની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ મંત્રીઓને કહ્યું કે તેઓ નવા મંત્રીઓને સાથે લઈને ચાલે. રાજ્ય મંત્રીઓને મોટી ભૂમિકા આપવાની વાત કરતા પીએ મોદીએ કહ્યું કે કેબિનેટ મંત્રીઓએ તેમની સાથે મહત્વપૂર્ણ ફાઈલો શેર કરવી જોઈએ. તેનાથી ઉત્પાદકતા વધશે. 

સૂત્રોના જણાવ્યાં મુજબ પીએમ મોદીએ કહ્યું કે ફાઈલોના ઝડપથી નિકાલ માટે કેબિનેટ મંત્રી અને તેમના સહાયક મંત્રી સાથે બેસીને પ્રસ્તાવોને મંજૂરી આપી શકે છે. સમયસર ઓફિસ પહોંચવાની વાત પર  ભાર મૂકતા પીએમ મોદીએ કહ્યું કે તમામ મંત્રીઓ સમયસર ઓફિસ પહોંચે અને થોડો સમય કાઢીને અધિકારીઓ પાસેથી મંત્રાલયના કામકાજની જાણકારી લે. તેમણે કહ્યું કે મંત્રીઓએ ઓફિસ આવવું જોઈએ અને ઘરેથી કામ કરતા બચવું જોઈએ. આ સાથે જ તેમણે પાર્ટી સાંસદો અને જનતાને પણ મળતા રહેવું જોઈએ. 

જુઓ LIVE TV

તેમણે કહ્યું કે તેઓ પોત પોતાના રાજ્યોના સાંસદો સાથે મુલાકાત દ્વારા આ સિલસિલો શરૂ કરી શકે છે. તેમણે એ વાત ઉપર પણ ભાર મૂક્યો કે એક મંત્રી અને સાંસદમાં બહુ ફરક નથી. પીએમ મોદીએ પ્રત્યેક મંત્રાલયની પંચવર્ષીય યોજના ઉપર પણ વાત કરી. બેઠક દરમિયાન કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે સોમવારથી શરૂ થઈ રહેલા સંસદ સત્રના મહત્તમ ઉપયોગ પર પ્રેઝન્ટેશન આપ્યું. તોમર ગત સરકારમાં સંસદીય મંત્રી હતા. નાણા મંત્રી નિર્મલા સીતારમને કેન્દ્રીય બજેટ પર સલાહ માટે પ્રેઝન્ટેશન આપ્યું. બજેટ પાંચ જુલાઈના રોજ રજુ થવાનું છે. 

સૂત્રોએ જણાવ્યું કે રેલવે મંત્રી પિયુષ ગોયલે કેન્દ્ર સરકારના પ્રત્યેક મંત્રાલય માટે પંચવર્ષીય દ્રષ્ટિપત્ર પર પ્રેઝન્ટેશન આપ્યું. પીએમ મોદીની ગત સરકારમાં પણ મંત્રીપરિષદની બેઠકો સતત યોજાતી રહેતી હતી. તેઓ તમામ મંત્રીઓને સરકારની કલ્યાણકારી યોજનાઓ અને તેમના અંગે જનતાને જાગરૂક કરવાની રીતો સમજાવતા હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news