Paper Leak News Live Update : પેપરલીક કાંડમાં મોટો ઘટસ્ટોફ : તિહાર જેલમાં રહી ચૂક્યો છે પેપરલીક કાંડનો આરોપી કેતન બારોટ

Junior Clerk Paper Leak : પેપર લીક કેસમાં અત્યાર સુધીમાં 15 આરોપીઓની ધરપકડ... ગુજરાતના 5 આરોપીઓ અને બીજાં રાજ્યોના 10 આરોપીઓ પર સકંજો... 

Paper Leak News Live Update : પેપરલીક કાંડમાં મોટો ઘટસ્ટોફ : તિહાર જેલમાં રહી ચૂક્યો છે પેપરલીક કાંડનો આરોપી કેતન બારોટ

Gujarat Paper Leak સમીચ બલોચ/ઉદય રંજન/ગાંધીનગર : પેપર લીક કેસમાં અત્યાર સુધીમાં 15 આરોપીઓની ધરપકડ કરાઈ છે. ગુજરાતના 5 આરોપીઓ અને બીજાં રાજ્યોના 10 આરોપીઓ પર ગાળિયો કસાયો છે. ત્યારે પેપર લીક કેસમાં આરોપીઓને લઈને મોટી માહિતી સામે આવી છે. ગુજરાતી આરોપીઓમાં કેતન બારોટ, અનિકેત ભટ્ટ, ભાસ્કર ચૌધરી, રાજ બારોટ અને અન્ય એક આરોપીની સંડોવણી સામે આવી છે. આ પેપર કાંડ માં કુલ ચાર ગ્રૂપ સક્રિય હોવાનું સામે ખૂલ્યું છે. આરોપી કેતન અને ભાસ્કરનું એક ગ્રૂપ જે એજ્યુકેશન કન્સલ્ટન્ટન્સી સાથે જોડાયેલા છે. ગુજરાતી આરોપીઓ તેમના ગ્રુપના છે. પ્રદીપ નાયકનું એક ઓડિસાવાળું ગ્રૂપ છે. તો બિહાર લાઇનમાં મોરારી પાસવાનનું એક ગ્રૂપ છે, જેમાના સાતથી આઠ લોકો પકડાયા છે. જીત નાયકનું અન્ય ગ્રૂપ જે પ્રિન્ટિંગ પ્રેસ સાથે જોડાયેલુ છે. આમ, જીત નાયકની ધરપકડ સાથે 15 ની ધરપકડ કરાઈ છે. 

તો બીજી તરફ, જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે મોટો ઘટસ્ફોટ થયો છે. બાયડના આરોપી કેતન બારોટની કુંડળી આવી સામે છે. કેતન બારોટ પકડાયેલા 15 આરોપીઓમાંથી એક છે. વૈભવી કારોના શોખીન કેતન બારોટ પોલીસ ગિરફ્તમાં છે. ૯ વર્ષથી એડમિશનની દુનિયામાં મોટું નામ છે. બોગસ એડમિશન મામલે કેતમ જેલમાં રહી ચુક્યો છે. દિલ્હીની તિહાડ જેલમાં પણ પેપર લીકનો આ આરોપી રહી ચૂક્યો છે. કેતન બારોટના દિશા એજ્યુકેશન કન્સલ્ટન્સીના નામે ગોરખધંધા ચાલે છે. કેતન બારોટ બાયડ અને અમદાવાદ ખાતે સંપત્તિ ધરાવે છે. હાલ ગુજરાત એટીએસ તેની પૂછપરછ કરી રહી છે. 

આ પણ વાંચો : 

પેપર કેવી રીતે લીક થયું તે અંગે સૌથી મોટો ખુલાસો 
ZEE 24 કલાક પાસે પેપરલીક કાંડ અંગે સચોટ માહિતી સામે આવી છે. પ્રદીપ નાયક પેપરલીક કાંડનો મુખ્ય આરોપી છે. હૈદરાબાદની પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરનારે પેપર ફોડ્યું હતું. જીત નાયક હૈદરાબાદની પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતો હતો. જીત નાયકે જુનિયર ક્લર્કનું પેપેર પ્રદીપ નાયકને આપ્યું હતું. પેપર લીક અને સોલ્વ કરનાર વચ્ચે મોરોરી પાસવાન મુખ્ય કડી હતો. શનિવારે રાત્રે 2થી 4 વાગ્યા વચ્ચે પેપર સોલ્વ કરવાના હતા. હાલ પેપર લીક કાડમાં પ્રદીપ નાયક, જીત નાયક અને મોરારી પાસવાનની ધરપકડ કરાઈ છે. 

જુનિયર ક્લાર્કની પરીક્ષા મામલે ગુજરાત ATSએ ફરિયાદ નોંધી છે. આ મામલે 15 લોકોની ગુજરાત ATSએ ધરપકડ કરી છે. ગુજરાત ATSને 3 દિવસ પહેલા પેપર લીક મામલે માહિતી મળી હતી. ATSની વિવિધ ટીમ સર્વેલન્સના આધારે તપાસ કરી રહી હતી. ત્યારે ગઈકાલે માહિતી મળી કે, મુખ્ય આરોપી વડોદરાની હોટલમાં છૂપાયો છે. ત્યારે સ્થાનિક પોલીસને સાથે રાખી વડોદરાની હોટલમાં ATSએ ઓપરેશન હાથ ધર્યુ હતું. આ દરમિયાન મળી આવેલા આરોપીઓ પાસેથી ATSની ટીમને પેપરના કટિંગ મળ્યા હતા. ATSએ ભરતી બોર્ડ સાથે સંકલન કરી પેપરની ખરાઈ કરી હતી. પેપર લીક થયાની જાણકારી ગૃહવિભાગ અને મુખ્યમંત્રીને અપાઈ હતી. રાત્રે અઢી વાગ્યે ગુજરાત ATSએ આરોપીઓની અટકાયત કરી હતી. અન્ય આરોપીઓને પકડવા માટે ATSની વિવિધ ટીમ ઓડિશા, બિહાર અને ઝારખંડ માટે રવાના થઈ હતી. 

આ પણ વાંચો : 

ATSની તપાસ મુજબ હૈદરાબાદની પ્રિન્ટિંગ પ્રેમાંથી પેપર લીક થયુ હતું. મુખ્ય આરોપી પ્રદીપ નાયક પેપર લઈને વડોદરા આવ્યો હતો. ત્યારે હવે ગુજરાત ATSએ પ્રદીપ નાયકના 2 સાગરિતોને પણ ઝડપી પાડ઼્યા છે. પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા આરોપી જીત નાયકને ATSની ટીમે દબોચ્યો છે. તો બીજી તરફ પેપર સોલ્વ કરાવનારા બિહારના મોરારી પાસવાનની પણ ધરપકડ થઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news