આ શહેરમાં જતા પહેલા સાવધાન, મળી શકે છે ગમે ત્યાં મોત! જાણો તંત્રની છે મજબૂરી કે બેદરકારી?

છેલ્લા ઘણા સમયથી સ્થાનિક લોકો તેમજ વેપારી દ્વારા અનેક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ ગંભીરતા લેવામાં આવતી ન હોવાનું અને અગાઉ પણ ઘણા લોકોને રખડતા ઢોર દ્વારા ઇજાગ્રસ્ત થયા હોવાનું ભરતભાઈ બુધેચા દ્વારા જણાવ્યું હતુ.

આ શહેરમાં જતા પહેલા સાવધાન, મળી શકે છે ગમે ત્યાં મોત! જાણો તંત્રની છે મજબૂરી કે બેદરકારી?

ઝી બ્યુરો/જૂનાગઢ: મહાનગપાલિકા વિસ્તારમાં મુખ્ય માર્ગ અને અનેક વિસ્તારનાં રસ્તાઓ પર રખડતા ઢોર અડિંગો જમાવીને બેઠેલા જોવા મળે છે તો ક્યાંય વાહનને ચાલવામાં મુશ્કેલી પડે તે રીતે ઉભેલા પણ જોવા મળી રહ્યા છે.

છેલ્લા ઘણા સમયથી સ્થાનિક લોકો તેમજ વેપારી દ્વારા અનેક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ ગંભીરતા લેવામાં આવતી ન હોવાનું અને અગાઉ પણ ઘણા લોકોને રખડતા ઢોર દ્વારા ઇજાગ્રસ્ત થયા હોવાનું ભરતભાઈ બુધેચા દ્વારા જણાવ્યું હતુ. જોકે સ્વચ્છ ભારતના આ જૂનાગઢ શહેરમાં રખડતા ઢોર રસ્તાપર જાહેરમાં ગંદકી ફેલાવતા જોવા મળી રહ્યાં છે.

બીજી તરફ નગરજનોમાં પણ અનેક સવાલ ઉઠી રહ્યાં છે કે તંત્ર શા માટે ગંભીરતા સમજી કોઈ કાર્યવાહી કરતું નહી હોય શું તંત્રની બેદરકારી છે કે મજબૂરી? રખડતા ઢોરનો ત્રાસ શહેરમાં યથાવત રહ્યા છે, ત્યારે લોકો અનેક મૂંઝવણો અનુભવી રહ્યા છે. મનપા દ્વારા નક્કર ઢીલી નીતિની કામગીરી તેનું બોલતું ઉદાહરણ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news