આજથી અમદાવાદમાં શાકભાજી અને કરિયાણા દુકાનો શરૂ, માધુપુરા માર્કેટમાં કિડાયારું ઉભરાયું
ગુજરાત રાજ્યના રજીસ્ટ્રાર ઓફ કો-ઓપ. સોસાયટી કર્યા બાદ અમદાવાદ શહેરમાં આવેલી વિવિધ ત્રણ જગ્યાએ શાકભાજીનું હોલસેલ બજાર શરૂ કરવામાં આવ્યું છે. સવારના 3 કલાકથી 7 કલાક સુધી ખેડુતો શાકભાજી અને ફળફળાદિ નક્કી કરેલા હોલસેલ માર્કેટના સ્થળે વેચાણ શરૂ કર્યું છે.
Trending Photos
અમદાવાદ: અમદાવાદમાં આજથી શાકભાજી અને ફળફળાદિ વેચનાર માટે હોલસેલમાં શાકભાજી અને ફળફળાદિ મળી રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આજથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં દૂધ અને દવા સિવાયની તમામ દુકાનો અને હોમ ડિલિવરી સેવાઓ બંધ રાખવાનો સમયસગાળો પૂર્ણ થતાં લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે કરિયાણું, શાકભાજી, ફળફળાદિ તથા અનાજ દળવાની ઘંટી વગેરે સેવાઓ શરતો આધીન શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્યના રજીસ્ટ્રાર ઓફ કો-ઓપ. સોસાયટી કર્યા બાદ અમદાવાદ શહેરમાં આવેલી વિવિધ ત્રણ જગ્યાએ શાકભાજીનું હોલસેલ બજાર શરૂ કરવામાં આવ્યું છે. સવારના 3 કલાકથી 7 કલાક સુધી ખેડુતો શાકભાજી અને ફળફળાદિ નક્કી કરેલા હોલસેલ માર્કેટના સ્થળે વેચાણ શરૂ કર્યું છે.
આ શહેરમાં પાલિકા દ્વાર શહેરમાં પાંચ સ્થળોની પસંદગી કરવામાં આવી છે. એજ્યુકેશન સોસાયટીના ગ્રાઉન્ડમાં શાકભાજી માર્કેટ શરૂ થઇ ગયું છે. લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી શાકભાજીની ખરીદી કરી રહ્યા છે. તો બીજી તરફ સોશિયલ ડિસ્ટસિંગના અમલ સાથે ગોતાના વંદે માતરમ વિસ્તારમાં મહિલાઓ ઉમટી પડી છે. જ્યારે ગુજરી બજાર ખાતે નીરસ માહોલ જોવા મળી રહ્યો છે. સવારે 3 થી 7 વાગ્યા દરમિયાન માત્ર 4 ટેમ્પો વેચાણ માટે ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ અને ખાનગી સુરક્ષાના જવાનો પણ ઉપસ્થિત રહ્યા છે.
સુપર સ્પેડર જેમ કે ફળ અને શાકભાજી વેચનાર ફેરિયાઓ તથા દુકાનના માલિકોનું હેલ્થ સ્ક્રિનિંગ કરી હેલ્થ સ્ક્રિનિંગ કાર્ડ ઇશ્યૂ કરવા માટે ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. આવા સુપર સ્પ્રેડર્સ લોકોની વચ્ચે સંક્રમણ ફેલાવવાનો સ્ત્રોત ન બને. લોકડાઉનના સમયમાં શહેરીજનોને શાકભાજી અને ફળફળાદિ મેળવવામાં હાલાકી ન પડે તથા સુપર સ્પ્રેડર્સ થકી કોરોના વાયરસના સંક્રમણને પણ અટકાવી શકાય તે પ્રકારે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદના માધુપુરા માર્કેટમાં લોકો સવારથી લાઇનમાં ઉભા થઇ ગયા છે. તમામ લોકો સોશિયલ ડિસ્ટસિંગનું પાલન કરીને કતારમાં ઉભા હતા. ધીમે-ધીમે લોકોની ભીડ જામવા લાગી હતી. આ હોલસેલ માર્કેટ રિટેલ વેપારીઓ પણ ખરીદવા માટે ઉમટી પડ્યા છે. લોકો સોશિયલ ડિસ્ટેસિંગનું ભાન ભૂલી ગયા હોવાનું જોવા મળી રહ્યું છે. એમ મહિના બાદ પહેલીવાર માધુપુરા માર્કેટમાં ટ્રાફિક જામના દ્વશ્યો સર્જાયા છે.
આ તરફ તંત્રના આદેશ બાદ નરોડા ગામ ખાતે શાકમાર્કેટ શરૂ થયું છે. મનપા દ્વારા સ્ક્રિનિંગ કરેલા વેપારીઓની લારીઓ લાગી ગઇ છે. અમુક જગ્યાએ લોકો સોશિયલ ડિસ્ટેસિંગનું પાલન કરી રહ્યા છે તો અમુક જગ્યાએ સોશિયલ ડિસ્ટેસિંગના ધજિયા ઉડી રહ્યા છે.
બીજી તરફ ગુજરાતના અન્ય શહેરોની વાત કરીએ તો દહેગામ લોકડાઉનનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો માર્ગો પર જોવા મળ્યા હતા. શાકભાજીની લારીઓ અને કરિયાણા દુકાનો પર નાગરિકો ભીડ થતાં લોકો સોશિયલ ડિસ્ટસિંગનો અભાવ જોવા મળી રહ્યો છે. પોલીસ ચેકપોસ્ટ પર ચેકિંગ કરીને સંતોષ માની રહી છે.
સુરતમાં એપીએમસી માર્કેટ આજથી શરૂ થઈ ગયું છે. માર્કેટ શરૂ થતાં દક્ષિણ ગુજરાત અને ગુજરાતના બહારના ખેડૂતોને યોગ્ય વળતર મળી જતાં હાશકારો અનુભવ્યો છે. એક ખાસ વાતએ પણ છે કે શહેરીજનોને કેરી ખરીદી કરવા માટે એપીએમસી સુધી લાંબાં નહીં થવું પડે, ઉપરાંત ખેડૂતોના પાકનું પણ સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન થાય તે માટે 6 સ્પોટ પર કેરીનું વેચાણ કરવાનો નિર્ણય કરાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે