Birthday Special: આ બોલિવૂડ સિંગરે માધુરીને લગ્ન માટે કરી નાખી હતી રિજેક્ટ, જાણો કારણ

બર્થડે ગર્લ માધુરી દીક્ષિતનો સંગીત અને નૃત્ય પ્રત્યેનો લગાવ કોઈથી છૂપાયેલો નથી. ત્રણ વર્ષની ઉંમરથી માધુરી દીક્ષિતે કથક શીખવાનું શરૂ કર્યું હતું અને આઠ વર્ષની ઉંમરે તેણે પહેલુ પરફોર્મન્સ આપ્યું હતું. જ્યારે તે 17 વર્ષની હતી ત્યારે રાજશ્રીની ફિલ્મ અબોધમાં કામ કરવાની તક મળી હતી. અબોધ તો ચાલી નહીં અને માધુરીએ પાછુ ભણવામાં ધ્યાન આપવા માંડ્યું. આજે માધુરીનો જન્મદિવસ છે. તેનો જન્મ 15મી મે 1967ના રોજ થયો હતો. 
Birthday Special: આ બોલિવૂડ સિંગરે માધુરીને લગ્ન માટે કરી નાખી હતી રિજેક્ટ, જાણો કારણ

નવી દિલ્હી: બર્થડે ગર્લ માધુરી દીક્ષિતનો સંગીત અને નૃત્ય પ્રત્યેનો લગાવ કોઈથી છૂપાયેલો નથી. ત્રણ વર્ષની ઉંમરથી માધુરી દીક્ષિતે કથક શીખવાનું શરૂ કર્યું હતું અને આઠ વર્ષની ઉંમરે તેણે પહેલુ પરફોર્મન્સ આપ્યું હતું. જ્યારે તે 17 વર્ષની હતી ત્યારે રાજશ્રીની ફિલ્મ અબોધમાં કામ કરવાની તક મળી હતી. અબોધ તો ચાલી નહીં અને માધુરીએ પાછુ ભણવામાં ધ્યાન આપવા માંડ્યું. આજે માધુરીનો જન્મદિવસ છે. તેનો જન્મ 15મી મે 1967ના રોજ થયો હતો. 

તે દિવસોમાં બોલિવૂડમાં સિંગર સુરેશ વાડકરની બોલબાલા હતી. મરાઠી પરિવારોમાં તેમની સારી એવી ધાક હતી. માધુરીને પણ તેઓ ખુબ પસંદ હતાં. તે દિવસોમાં માધુરીનો સંગીત અને નૃત્યમાં રસ જોઈને એક કૌટુંબિક મિત્રએ સૂચન આપ્યું કે સુરેશ વાડકર માટે છોકરી શોધવામાં આવી રહી છે અને માધુરી તેમના માટે પરફેક્ટ રહેશે. માધુરીના પરિવારને પણ આ સંબંધ ગમી ગયો. જ્યારે સંબંધની વાત કરવા માટે પરિવારના સભ્ય સુરેશ વાડકરના ઘરે ગયા તો સુરેશે એકવાર માધુરીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 

Madhuri Dixit excited about her international music debut | Music ...

માધુરીને જોયા બાદ વાડકર પરિવારે એમ કહીને સંબંધ રિજેક્ટ કર્યો કે છોકરી બહુ દુબળી છે. થોડા વર્ષો બાદ આ જ માધુરી તેજાબ જેવી હિટ ફિલ્મથી ચર્ચામાં આવી ગઈ. માધુરીના ઈન્ડસ્ટ્રીમાં આવ્યાં બાદ તેનું નામ અનેક હીરો સાથે પણ જોડાયું. અનિલ કપૂર, જેકી શ્રોફ, મિથુન ચક્રવર્તી, અને સંજય દત્ત, એમ પણ ચર્ચા હતી કે જે દિવસોમાં માધુરી અને અનિલ કપૂરનું અફેર ચાલતુ હતું ત્યારે અનિલે માધુરીને બિગ બી સાથે ફિલ્મો કરવાની ના પાડી હતી. તેઓ અમિતાભ બચ્ચને પોતાના કટ્ટર હરિફ માનતા હતાં. માધુરીએ તે કારણથી અનેક ફિલ્મો પણ ગુમાવી હતી. 

અનિલ કપૂર સાથે થોડા સમય સુધી માધુરીનું નામ જોડાયું ત્યારબાદ જેકી અને મિથુન સાથે જોડાયુ. ત્યારબાદ લાંબા સમય સુધી ચર્ચા રહી કે તેનુ અફેર સંજય દત્ત સાથે ચાલે છે. સંજય દત્ત સાથે માધુરીએ 11 ફિલ્મોમાં કામ કર્યું. માધુરીનેએ તો નહીં પરંતુ સંજય દત્તની બીજી પત્ની રિયાએ પોતાના ઈન્ટરવ્યુમાં જરૂર ખુલાસો કર્યો હતો કે માધુરી અને સંજય ખરેખર એકબીજાની નજીક હતાં. 

Madhuri Dixit Nene shares what's on her phone | People News | Zee News

પબ્લિસીટી સ્ટંટ
હાલ માધુરીના જૂના સેક્રેટરી રિક્કુએ એવો ખુલાસો કર્યો કે જેકી, મિથુન અને સંજય દત્ત સાથે માધુરીના અફેરની ચર્ચાઓ તેમના પીઆરએ જ ફેલાવી હતી. આ પ્રકારની ખબરોથી તે સમયે ફિલ્મો ચલાવવામાં ફાયદો થતો હતો. જો કે અનિલ કપૂર મામલે રિક્કુ કશું બોલ્યા નહીં અને ગોળગોળ વાતો કરીને ટાળી દીધી. 

અનિલ કપૂર જ્યારે કારકિર્દીની ટોચ પર હતો ત્યારે એવા ખબર હતાં કે માધુરી માટે તે પોતાની ગૃહ ગ્રહસ્થી છોડવાનો છે. જો કે અનિલ કપૂરની પત્ની સુનિતા તરફથી ક્યારેય કોઈ નિવેદન ન આવ્યું. સંજય દત્ત સાથે માધુરી ગંભીર કેમ ન રહી તે અંગે અંદરની વાત જણાવતા એક જૂના પત્રકાર કહે છે કે 'માધુરીના માતા પિતા સંજય દત્તને પસંદ કરતા નહતાં. પોતાની પુત્રીને સમજાવી કે તેઓ તેનાથી દૂર રહે. એકવાર સંજય મુંબઈ બ્લાસ્ટ કેસમાં ગૂંચવાયો ત્યારબાદ તો માધુરી પોતે સમજી ગઈ કે હવે આ સંબંધમાં કઈ બચ્યુ નથી.' 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news