આજે ખરો ખેલ : GCMMFના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે આજે ચૂંટણી જંગ
GCMMF Election : GCMMFના ચેરમેન અને વાઈસ ચેરમેનની આજે થશે ચૂંટણી..... આણંદમાં 12 કલાકે યોજાશે ચૂંટણી...
Trending Photos
GCMMF Election : ગુજરાતમાં 61 હજાર કરોડની વહીવટ ધરાવતી અને દેશની ટોપની સહકારી સંસ્થા જીસીએમએમએફમાં સોઢીના કારસ્તાનોને કારણે બદનામ થાય એ પહેલાં સોઢીને બહારનો રસ્તો દેખાડી દેવાયો છે. સોઢીના ખેલોને પગલે ગુજરાતા 36 લાખ પશુપાલકોનો વિશ્વાસ આ સંગઠન પર જળવાઈ રહે એ માટે લેવાયેલા નિર્ણયની દૂધ સંઘો દ્વારા સરાહના કરાઈ રહી છે ત્યારે સૌથી મોટી બાબત એ છે કે આજે અમૂલમાં નવા ચેરમેન માટે સૌથી મોટો જંગ ખેલાશે. ત્યારે ગુજરાતના 18 ડેરી સંઘોના વેચાણ અને માર્કેટીંગ માટે બનાવેલા ધી ગુજરાત કો.ઓ.મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (GCMMF) ના આગામી અઢી વર્ષની મુદત માટેના ચેરમેન, વાઇસ ચેરમેનની ચૂંટણી મંગળવારે આણંદ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાશે.
રાજ્યમાં દૂધ સંઘોમાં દૂધસાગર, સાબર, બનાસ અને આણંદની અમૂલ ડેરીનો દબદબો છે. આ સંઘોના ચેરમેન જ અમૂલના ચેરમેન બનતા આવ્યા છે. આ ડેરીઓનું અમૂલના જીસીએમએમએફ પર પ્રભુત્વ છે. હાલમાં શામળભાઈ એ સંઘના અમૂલ ફેડરેશનના ચેરમેન છે. ત્યારે નવા ચેરમેન તરીકે અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર અને મહેસાણા ડેરીના અશોક ચૌધરીની દાવેદારી પ્રબળ મનાઇ રહી છે.
આ પણ વાંચો :
ચેરમેન અને વાઈસ ચેરમેનની મુદ્દત પૂર્ણતાના આરે
GCMMFના વર્તમાન બોર્ડમાં ચેરમેન શામળભાઈ પટેલ અને વાઈસ ચેરમેન વાલમજીભાઈ હુંબલની મુદ્દત પૂર્ણતાને આરે છે. આથી, ઉત્તરાયણ પછીના એકાદ સપ્તાહમાં બોર્ડના નવા પદાધિકારીઓની ચૂંટણીનો દિવસ આવી ગયો છે. આમ હવે ખરો ખેલ એ અમૂલના ચેરમેન પદ માટે શરૂ થશે.
આજે ચૂંટણીનો જંગ
8 ડિરેકટર અને સ્ટેટ રજિસ્ટ્રાર મળી 19 મતથી ચૂંટણી કરાશે. મંગળવારે બપોરે 12 કલાકે ફેડરેશન સભાખંડમાં ચેરમેન-વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાશે.જેમા આણંદ ચૂંટણી વિભાગ દ્વારા મતપેટી મુકવામાં આવશે. જેમાં ગુજરાતના 18 ડેરી સંઘોના વેચાણ અને માર્કેટીંગ માટે બનાવેલા ધી ગુજરાત કો.ઓ.મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના હસ્તકની જુદી જુદી મંડળીઓના ચેરમેન મતદાન કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે