ધાબા પર આ વસ્તુ લગાવ્યા પછી આખી જિંદગી ઉડાવો પતંગ, નહીં પડે નોકરીની જરૂર!

નોકરી કરવાની જરૂર ના પડે એટલા વરસશે રૂપિયા...! કમાણીનાં રેટ દરેક રાજ્યની સોલાર પોલીસીના આધારે નક્કી થાય છે.  સોલાર પ્લાન્ટ લગાવવા માટે તમારે 70થી 80 હજાર રૂપિયા કિલોવોટ દીઠનાં હિસાબથી રોકાણ કરવાનું રહેશે.

ધાબા પર આ વસ્તુ લગાવ્યા પછી આખી જિંદગી ઉડાવો પતંગ, નહીં પડે નોકરીની જરૂર!

નવી દિલ્હીઃ જો તમારા ઘરની છત ખાલી પડી છે તો તમે જાતે જ બિઝનેસ શરૂ કરી શકો છો. આ બિઝનેસથી તમે ઘરે બેઠા લાખોની કમાણી કરી શકો છો. સૌથી સારી વાત છેકે, તેના માટે તમારે કોઈ મોટી રકમનું રોકાણ કરવાની જરૂર નથી. જો તમે થોડું પણ રોકાણ કરી શકો તેમ છો તો છતને ભાડે આપીને રોકાણ કરી શકો છો. અમુક બિઝનેસ માટે તો લોન પણ સરળતાથી મળી જાય છે. જેમાં, સોલાર ઈન્ડસ્ટ્રી, ટેલિકોમ ઈન્ડસ્ટ્રી, એગ્રીકલ્ચર ઈન્ડસ્ટ્રી, રિયલ એસ્ટેટ ઈન્ડસ્ટ્રીનો સમાવેશ થાય છે.

સોલાર પ્લાન્ટથી કરો કમાણી-
સરકાર દ્વારા સોલાર પ્લાન્ટ  લગાવવા માટે ઘણી પ્રકારની યોજના ચાલી રહી છે. તમે તમારી છત ઉપર સોલાર પ્લાન્ટ લગાવીને સારી કમાણી કરી શકો છો. તેનાંથી ફક્ત કમાણી જ નહી બિલમાં પણ બચત કરી શકો છો. જો તમે સોલાર પ્લાન્ટ લગાવવા માગો છો તો તમે તમારા વિસ્તારનાં ડિસ્કોમનો સંપર્ક કરી શકો છો. સોલાર પ્લાન્ટથી વીજળી વેચીને કમાણી થઈ શકે છે. કમાણીનાં રેટ દરેક રાજ્યની સોલાર પોલીસીના આધારે નક્કી થાય છે.  સોલાર પ્લાન્ટ લગાવવા માટે તમારે 70થી 80 હજાર રૂપિયા કિલોવોટ દીઠનાં હિસાબથી રોકાણ કરવાનું રહેશે.

મોબાઈલ ટાવરથી કમાણી-
છતની ઉપર મોબાઈલ ટાવર લગાવીને પણ કરી શકો છો સારી કમાણી, જોકે, મોબાઈલ ટાવર લગાવવા માટે અમુક જરૂરી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ધ્યાન રાખો કે, જમીન આબાદી ક્ષેત્રથી દૂર હોવી જોઈએ, મોબાઈલ ટાવર લગાવવા માટે તમારે કંપનીમાં અરજી કરવાની જરૂર છે. એ વાતનું ખાસ ધ્યાન રાખોકે, જો તમારી પાસે મોબાઈલ ટાવર લગાવવા માટે ફોન ઉપર કોઈ પૈસા માંગે છે તો તે બનાવટી છે. કોઈ પણ કંપની જમીન જોયા બાદ જ એગ્રીમેન્ટ કરે છે. મોબાઈલ ટાવર લગાવવા માટે કંપની તમને ભાડું આપે છે. આ ભાડું 10 હજારથી 50 હજાર રૂપિયા સુધીનું હોય છે.

હોર્ડિંગ્સ લગાવી કરો કમાણી-
જો તમારી બિલ્ડીંગ કોઈ મેઈન રોડ પર છે તો તમે છત ઉપર હોર્ડિંગ્સ લગાવીને સારી કમાણી કરી શકો છો. દરેક શહેરમાં એડવર્ટાઈઝિંગ એજન્સી હોય છે. જે આઉટડોર એડવર્ટાઈઝિંગનું કામ કરે છે. જેને તમે સંપર્ક કરીને હોર્ડિંગ લગાવી શકો છો. જોકે, તેના માટે તમારી પાસે ક્લિયરન્સ હોવું જોઈએ.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news