ટોસિલિઝુમેબ ઈન્જેકશનની કાળા બજારીમાં ટીબી હોસ્પિટલના ફાર્માસિસ્ટની મોટી સંડોવણી બહાર આવી
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ :કોરોનાને દર્દી માટે અતિ મહત્વના એવા ટોસિલિઝુમેબ ઈન્જેકશનની કાળા બજારીનો મામલો ગરમાયો છે. રાજ્યમાં થઈ રહેલ કોરોનાની ટ્રીટમેન્ટ માટે વપરાતા ટોસિલિઝુમેબ ઇન્જેક્શનની કાળા બજારીનો ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગે પર્દાફાશ કર્યો છે. સાર્થક ફાર્મા એજન્સીમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે નકલી ગ્રાહક મોકલીને 40 હજારની કિંમતનું ઇન્જેક્શન 57 હજારમાં વેચ્યુ તેનો પર્દાફાશ કર્યો છે. ત્યારે આ સમગ્ર કૌભાંડમાં ટીબી હોસ્પિટલના ફાર્માસિસ્ટનું નામ સામે આવતા તંત્રની ચિંતા વધી છે. હોસ્પિટલમાં કામ કરતા ઘનશ્યામ વ્યાસ પર હોસ્પિટલના પ્રિસ્ક્રીપ્શનનો દુરુપયોગ કરવાનો આરોપ છે. 40 હજારનું ઈન્જેક્શન 57 હજારમાં વેચવાના કૌભાડમાં સિવિલ કેમ્પસમાં આવેલા ટીબી હોસ્પિટલના સ્ટોરમાં ફાર્મસિસ્ટ તરીકે કાર્યરત ઘનશ્યામ વ્યાસની સંડોવણી બહાર આવી છે. ગઈકાલ સુધી સમયસર ટીબી વિભાગમાં પોતાની ઓફિસે આવતા ઘનશ્યામ વ્યાસ આજે ગેરહાજર જોવા મળ્યા.
STના ડ્રાઈવરની બેફિકરાઈનો video, ‘દ્વારકાધીશની જય’ બોલાવી ધસમસતા પાણીમાં બસ દોડાવી
ધનશ્યામ વ્યાસ વર્ષ 2008 થી ટીબી વિભાગમાં 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. ઘનશ્યામ વ્યાસ પર હોસ્પિટલના પ્રિસ્ક્રીપ્શનનો દુરુપયોગ કરવાનો આરોપ મૂકાયો છે. આ સમાચાર સામે આવતા જ ટીબી વિભાગના ડાયરેક્ટર દોડતા થયા હતા. તેઓના જણાવ્યા અનુસાર, ઘનશ્યામ વ્યાસ સમગ્ર રાજ્યમાં ટીબીની દવાઓ પહોંચાડવાનું કામ કરતો હતો.
આ અંગે ફુડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચ.જી.કોશીયાએ આ અંગે કહ્યું કે, 40 હજારની કિંમતનું ઇન્જેક્શન વ્યક્તિના આધારે વધારે ભાવમાં વેચાતું હતું. વધારે ભાવમાં દવા બોગસ ગ્રાહકને ઉમા કેજરીવાલે વેચી હતી. અમદાવાદમાં કામ કરી ચૂકેલા એક વ્યક્તિ પાસેથી તે દવા ખરીદતી હતી. સિવિલના ફાર્મસીસ્ટ પાસે પ્રિસ્ક્રીપશન મેળવી ઇન્જેક્શન મેળવતી હતી. 5 હજારના નફા ચઢાવી દવા વેચાતી હતી તેવું પ્રાથમિક તપાસમા ખૂંલ્યું છે. તેની પાસેથી 3 ઇન્જેક્શન જપ્ત કરવામાં આવ્યા છે. કાયદાના ભંગ બદલ તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદનો ફાર્માસિસ્ટ સરકારનો કાયમી કર્મચારી નથી. ટીબી હોસ્પિટલમાં તે કોન્ટ્રાકટ પર કામ કરે છે. તે બ્લૅક પ્રિસ્ક્રીપશન આપતો હતો. તેની પણ તપાસ થઈ રહી છે. MR ઇન્જેક્શન
ક્યાંથી લાવતો હતો તેની તપાસ થઈ રહી છે. અમે ફિલ્ડ સ્ટાફને સતર્ક કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી 84 ટોસિલિઝુમેબ ઈન્જેક્શન સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને આપવામાં આવ્યા છે. હાલ 10 જેટલા ઈન્જેકશન સિવિલ હોસ્પિટલના સ્ટોકમાં છે. તો રાજ્ય સરકાર પાસેથી 100 જેટલા ઈન્જેક્શનની માંગ કરી છે. હાલમાં 200 જેટલા કોરોનાના દર્દીઓ સિવિલ કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે