મહાકાલના મંદિરમાં આ ગાર્ડે વિકાસ દુબેને ઓળખી લીધો અને પછી જે થયું....જાણો આખી કહાની

વિકાસ દુબે (Vikas Dubey)  મંદિર પહોંચીને પણ ભગવાન મહાકાલના દર્શન કરી શક્યો નહીં. જે સિક્યુરિટી ગાર્ડે ઉજ્જૈન મહાકાલ મંદિર પરિસરથી કાનપુરના કુખ્યાત ગેંગસ્ટર દુબેની ધરપકડ કરાવી તેની આખી કહાની તમે એ જ ગાર્ડના મુખેથી જાણો.

મહાકાલના મંદિરમાં આ ગાર્ડે વિકાસ દુબેને ઓળખી લીધો અને પછી જે થયું....જાણો આખી કહાની

ઉજ્જૈન: વિકાસ દુબે (Vikas Dubey)  મંદિર પહોંચીને પણ ભગવાન મહાકાલના દર્શન કરી શક્યો નહીં. જે સિક્યુરિટી ગાર્ડે ઉજ્જૈન મહાકાલ મંદિર પરિસરથી કાનપુરના કુખ્યાત ગેંગસ્ટર દુબેની ધરપકડ કરાવી તેની આખી કહાની તમે એ જ ગાર્ડના મુખેથી જાણો.

સિક્યુરિટી ગાર્ડ લખન યાદવે જણાવ્યું કે વિકાસ સવારે 7 વાગે મંદિર આવ્યો હતો. તેણે મંદિરના પાછળના ગેટથી અંદર આવવાની કોશિશ કરી હતી. અમને વિકાસ દુબે શંકાસ્પદ લાગ્યો એટલે પોલીસને જાણ કરી. અમે પહેલેથી વિકાસ દુબેનો ફોટો જોતા હતા એટલે તેને ઓળખી લીધો. 

સિક્યુરિટી ગાર્ડે જણાવ્યું કે વિકાસ દુબે ભગવાન મહાકાલના દર્શન તો કરી શક્યો નહીં. તે મંદિરમાં દર્શન કરવા જતો જ હતો કે પોલીસે તેને પકડી લીધો. 

વિકાસ દુબેએ શુભમ નામના આઈડીથી કરાવી હતી રસીદ
મળતી માહિતી મુજબ વિકાસ દુબેએ શુભમ નામના આઈડીથી 250  રૂપિયાની રસીદ કપાવી હતી. તે 28 વર્ષના શુભમની ઓળખ સાથે મધ્ય પ્રદેશમાં ઘૂમી રહ્યો હતો. મહાકાલ મંદિરમાં હાજર કર્મચારી ગોપાલ સિંહે પણ આ અંગે કહ્યું કે વિકાસ દુબેએ મને પૂછ્યું કે જૂતા અને બેગ ક્યાં રાખુ? તે બેગ રાખીને જતો રહ્યો. સિક્યુરિટી ગાર્ડને લાગ્યું કે આ વિકાસ દુબે હોઈ શકે છે. 

જુઓ LIVE TV

ગોપાલ સિંહે વધુમાં જણાવ્યું કે 'વિકાસ દુબે દર્શન કરે તે પહેલા જ સિક્યુરિટી ગાર્ડે બેસાડી દીધો. સ્થાનિક ચોકીથી પોલીસ બોલાવવામાં આવી. વિકાસ દુબેએ ભાગવાની કોશિશ કરી. તેની પાસે દર્શન માટે વીઆઈપી રસીદ હતી.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news