મહેસાણાના ખેરાલુમાં રામની શોભાયાત્રા પર પથ્થરમારો! 10 રાઉન્ડ ટિયરગેસ છોડ્યા, હાલ સ્થિતિ કાબૂમાં..

હેસાણાના ખેરાલુમાં ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બેહરિન વાસ વિસ્તારમાંથી જ્યારે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

મહેસાણાના ખેરાલુમાં રામની શોભાયાત્રા પર પથ્થરમારો! 10 રાઉન્ડ ટિયરગેસ છોડ્યા, હાલ સ્થિતિ કાબૂમાં..

ઝી બ્યુરો/મહેસાણા: ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મહેસાણાના ખેરાલુમાં રથયાત્રા પર પથ્થરમારો થયો હોવાની ઘટના બની છે. ખેરાલુમાં ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારો કરાયો છે. બેલીમ વિસ્તારમાં યાત્રા પહોંચતા પથ્થરમારો થયો છે. તમને જણાવી દઈએ કે દેશભરમાં દરેક જગ્યાએ વિવિધ કાર્યક્રમો અને શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે. ત્યારે મહેસાણાના ખેરાલુમાં ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બેહરિન વાસ વિસ્તારમાંથી જ્યારે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ મહેસાણાના ખેરાલુમાં ભગવાન રામની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બેહરિન વાસ વિસ્તારમાંથી જ્યારે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. કેટલાક અસામાજિક તત્વો દ્વારા શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ એરિયામાં વિવિધ ધાબા પરથી અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઘટનાના પગલે પોલિસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને 10 રાઉન્ડ ટિયર ગેસના સેલ છોડ્યા હતા. જેના બાદ સમગ્ર સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, ભારતનો દરેક નાગરિક 22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યામાં યોજાનાર ભગવાન શ્રી રામના અભિષેક સમારોહની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. આ દિવસે ભગવાન રામ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન થશે. આ માટે 16 જાન્યુઆરીથી પ્રાણ-પ્રતિષ્ઠા અંતર્ગત અનેક કાર્યક્રમો અને પૂજાનો પ્રારંભ થયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news