મોજશોખ કરવા માટે દિવાળી પર બંધ મકાનમાં કરી લાખોની ચોરી, ત્રણ આરોપી ઝડપાયા

પોલીસ ગિરફતમાં રહેલ આરોપી ગણેશ ઉર્ફે બાવો દંતાણી અને સન્ની ઉર્ફે શૈલેષ દંતાણી સહિત કાયદાના સંઘર્ષમાં આવેલ એક સગીર ઘરફોડ ચોરીના ગુનામાં પકડવામાં આવ્યા છે.
 

મોજશોખ કરવા માટે દિવાળી પર બંધ મકાનમાં કરી લાખોની ચોરી, ત્રણ આરોપી ઝડપાયા

ઉદય રંજન, અમદાવાદઃ આજકાલ ઘણા યુવાનો ખોટા રસ્તે જતા હોય છે. આવીજ રીતે અમદાવાદના વાસણામાં મોજશોખ કરવા ચોરીના રવાડે ચડેલા યુવકોની ધરપકડ કરવામાં આવી છે. વાસણામાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો પોલીસે ભેદ ઉકેલી 3 લોકોને ઝડપી પાડ્યા છે. રેકી કરનાર ફરાર આરોપીની પોલીસે શોધખોળ શરૂ કરી છે.

પોલીસ ગિરફતમાં રહેલ આરોપી ગણેશ ઉર્ફે બાવો દંતાણી અને સન્ની ઉર્ફે શૈલેષ દંતાણી સહિત કાયદાના સંઘર્ષમાં આવેલ એક સગીર ઘરફોડ ચોરીના ગુનામાં પકડવામાં આવ્યા છે. પકડાયેલ ચોર તહેવારના દિવસે બંધ મકાનોની રેકી કરી અને બાદમાં ચોરીના ગુનાને અજામ આપ્યો હતો. ચોર ટોળકીએ 5 નવેમ્બરના રોજ વાસણામાં આવેલ ધારીણી સોસાયટીના નંબર 1 માં રહેતા કોન્ટ્રાક્ટર અર્પણ સેતલવાડ બંધ મકાન ટાર્ગેટ કરી 8.72 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે ગણતરી દિવસોમાં 3 આરોપીની ધરપકડ કરી છે. ઉલ્લેખનિય છે કે દિવાળી રજા હોવાથી અર્પણભાઈ પરિવાર સાથે 3 નવેમ્બરથી 6 નવેમ્બર સુધી બહારગામ ફરવા ગયા હતા..

પકડાયેલ આરોપી ન્યુ વાસણા કેશવાણીનગરના છાપરામાં રહે છે અને છૂટક મજૂરી કરે છે. પોલીસ તપાસમાં ચોરી કરનાર આરોપી તહેવારમાં મોજશોખ કરવા માટે ચોરી કરવાના રવાડે ચઢ્યા હોવાનું કબૂલાત કરી રહ્યા છે. ત્યારે ચોર ટોળકીની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો ચાર આરોપીઓ દિવસ દરમિયાન બંધ મકાન રેકી કરી બાદમાં રાત્રી દરમિયાન બંધ મકાન ટાર્ગેટ કરતા હતા. જેમાં બે આરોપીઓ મકાનની બહાર ધ્યાન રાખતા અને અન્ય બે આરોપી દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરતા હતા. જો કે આરોપીઓએ પહેલી વખત ચોરી કરી હોવાનું સામે આવ્યું છે પરતું પોલીસ તપાસ શરૂ કરી છે કે પકડાયેલ આરોપીઓ કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ?

પોલીસે લગભગ ચાર લાખ જેટલો ચોરીનો મુદ્દામાલ કબ્જે કરી અન્ય એક આરોપીની શોધખોળ શરૂ કરી છે. ત્યારે કાયદાના સંઘર્ષમાં આવેલ એક સગીર અગાઉ મણિનગર પોલીસ સ્ટેશનના પણ પકડાઈ ચૂક્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news