Corona Update: રાજ્યમાં આવી ગઈ ત્રીજી લહેર! છેલ્લા 24 કલાકમાં નવા કેસમાં મોટો વઘારો, જાણો વિગત
ગુજરાતમાં દિવાળીના તહેવારો પૂરા થવાની સાથે ફરી કોરોના કેસમાં વધારો થયો છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ નવા કેસ સામે આવ્યા છે.
Trending Photos
ગાંધીનગરઃ શું ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. દિવાળીના તહેવારો પૂરા થવાની સાથે નવા કેસમાં મોટો વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 42 કેસ નોંધાયા છે. રાહતની વાત છે કે છેલ્લા 24 કલાકમાં એકપણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. તો છેલ્લા 24 કલાકમાં 36 લોકો સાજા થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 8 લાખ 26 હજાર 820 થઈ ગઈ છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધી 10090 લોકોના મોત થયા છે.
અમદાવાદમાં ફરી વધ્યું કોરોના સંકટ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 42 કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 16 કેસ નોંધાયા છે. તો સુરતમાં 5, વલસાડમાં 5, વડોદરા શહેરમાં 4, મોરબી, રાજકોટમાં બે-બે, આણંદ, ભરૂચ, ગીર સોમનાથ, જામનગર, કચ્છ અને તાપીમાં એક-એક કેસ સામે આવ્યો છે. તો આ દરમિયાન 36 લોકો સાજા પણ થયા છે.
રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો થયો છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 215 છે. તો 8 દર્દી વેન્ટિલેટર છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 8 લાખ 16 હજાર 521 લોકો સાજા થયા છે. તો અત્યાર સુધી કોરોનાને કારણે 10 હજાર 90 લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતનો રિકવરી રેટ 98.75 ટકા છે.
ગુજરાતમાં રસીકરણની સ્થિતિ
રાજ્યમાં આજે સાંજે 4 કલાક સુધીમાં 4 લાખ 9 હજાર 727 ડોઝ આપવામાં આવ્યા છે. તો રાજ્યમાં અત્યાર સુધી 7 કરોડ 24 લાખ 64 હજાર 058 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે