મેન્ડેટમાં ભાજપની આબરુ ધોવાઈ, સહકારી સંસ્થાઓમાં થઈ રહી છે ઈક્ફોવાળી
BJP Mandate System Fail : સહકારી સંઘ-બેન્ક અને APMCની ચૂંટણીમાં ઈફ્કોવાળી થઈ રહી છે... ભાજપમાં ફરી આંતરિક વિવાદ સામે આવ્યો... શિસ્તબદ્ધ પાર્ટીમાં હવે મેન્ડેટના આદેશને માનવા કોઈ તૈયાર નથી
Trending Photos
BJP Gujarat Politics : ભાજપની ગણતરી શિસ્તબદ્ધ પાર્ટી તરીકે થાય છે. બાહુબલી ફિલ્મના ‘મેરા વચન હી હૈ શાસન’ ડાયલોગની જેમ પાર્ટી હાઈકમાન્ડથી જે આદેશ છુટે છે, તેને નેતાઓ માને છે અને પાળે છે. પરંતુ લોકસભાની ચૂંટણી બાદથી પાર્ટીની અંદરની સ્થિતિ બદલાઈ છે. ભાજપમાં આંતરિક ખેંચતાણ, બળવાખોરીએ માથું ઉંચક્યું છે. પાર્ટીના મેન્ડેટના આદેશથી વિરુદ્ધ જઈને ચૂંટણી લડનાર જયેશ રાદડિયાનો કિસ્સો ઈફ્કોવાળી તરીકે ગુજરાતના રાજકારણમાં ચર્ચાતો કિસ્સો બન્યો છે. ભાજપે પોતાના આદેશ માટે મેન્ટેડ પ્રથા શરૂ કરી હતી, પરંતું હવે આ જ પ્રથા માથાનો દુખાવો બની છે. મેન્ટેડમાં ભાજપની આબરુ ધૂળધાણી થઈ રહી છે. ગુજરાતની અનેક સહકારી સંસ્થામાં હવે ઈફકોવાળી થઈ રહી છે.
ગુજરાતમાં અનેક સહકારી સંઘ, જિલ્લા સહકારી બેંક, એપીએમસીમાં જ્યાં ભાજપનુ શાસન છે ત્યાં નેતાઓ ભાજપ હાઈકમાન્ડનો આદેશ માનવા તૈયાર નથી. આ કારણ હવે પાર્ટી વિરોધી સૂર ઉઠ્યો છે. આદેશ વિરુદ્ધ બળવાખોરી થઈ રહી છે. તો અનેક નેતાઓ મેન્ડેટના આદેશને નકારી રહ્યાં છે. મેન્ટેડની વિરુદ્ધમાં જઈને નેતાઓ ચૂંટણીમાં ઉતરી રહ્યાં છે. જે બતાવે છે કે, શિસ્તબદ્ધ પાર્ટીમાં શિસ્ત જેવું કંઈ રહ્યું નથી. ભાજપની મેન્ડેટ પ્રથાના ચીંથરા ઉડ્યા છે.
ઈક્ફોથી શરૂ થઈને ગુજરાતના અનેક શહેરોમાં સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં ભાજપના બળવાખોરો મેદાને પડ્યા હતા. અનેક સહકારી ક્ષેત્રોમાં ભાજપના બે જૂથ પડીને સામસામે ચૂંટણી લડે છે. ત્યારે હવે મેન્ડેટ ભાજપના નેતાઓ માટે ગળામાં ફસાયેલા હાડકાની જેમ બન્યો છે. મેન્ટેડ પ્રથાની ધરાર અવગણના થઈ રહી છે. જે બતાવે છે કે, નેતાઓ પાર્ટીનો આદેશ માનવા તૈયાર નથી. જો પાર્ટીનો આંતરિક વિવાદ આવી રીતે જ વધતો જશે તો ભાજપ માટે આગળનો સમય કપરો બની રહેશે.
ભાજપમાં ઈફ્કોવાળી એટલે શું
ઇફ્કો ચૂંટણીને લઈને ભાજપમાંથી બિપીન ગોતાને મેન્ડેટ આપવામાં આવ્યું છે. જયેશ રાદડીયાએ ભાજપના મેન્ડેટ વિરૂદ્ધ જઈને ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી. IFFCOની ચૂંટણીમાં બિપિન ગોતા પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે જંગ હતો. દિલ્હીમાં ઇફ્કોની ચૂંટણી માટે મતદાન થયું હતું. જેમાં જયેશ રાદડિયાની શાનદાર જીત થઈ હતી. સહકારી આગેવાન જયેશ રાદડિયા 100 થી વધુ સૌરાષ્ટ્રના મતદારોને લઈને દિલ્હીમાં પહોંચ્યા હતા. ઈફ્કોની ચૂંટણીમાં જયેશ રાદડીયાને 100 થી વધુ મત મળે તેવી શક્યતા હતી, પરંતુ જયેશ રાદડિયાને 114 જેટલા મત મળ્યા હતા અને તેમની જીત થઈ હતી.
રાદડિયાએ ભાજપ સામે જ બળવો કર્યો હતો
ભાજપે જયેશ રાદડિયા પાસેથી મંત્રીપદ લઈ લીધા બાદ લોકસભામાં ટિકિટ આપશે તેવી આશા હતી. તેઓએ પોરબંદરથી તૈયારીઓ પણ કરી લીધી હતી પણ આખરે માંડવિયાનું નામ ભાવનગરને બદલે પોરબંદરથી ખૂલ્યું અને રાદડિયાનાં સપનાં ચૂર ચૂર થઈ ગયા હતા. ઈફ્કોમની ચૂંટણીમાં ભાજપે બિપિન પટેલના નામનો મેન્ડેટ જાહેર કરતાં રાદડિયાએ ભાજપ સામે જ બળવો કરીને આ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. તેમજ રાદડિયાએ ફોર્મ પાછું ન ખેંચવાના કારણે હવે ઇફ્કો ડિરેક્ટરની ચૂંટણી ચર્ચાસ્પદ બની હતી.
ગુજરાતમાં બીજે ક્યાં ક્યાં થઈ છે ઈફ્કોવાળી
- ખેડા જીલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં ખુદ પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ મેન્ડેટ વિરુઘ્ધ ઉમેદવારી નોંધાવી હતી. બળવો કરીને સોલંકી ચૂંટણી જીત્યા જ્યારે સત્તાવાર ઉમેદવારને ઘેર બેસવું પડ્યુ હતું.
- બનાસકાંઠા જીલ્લા સહકારી બેન્કની ચૂંટણીમાં પણ પાટીલના આદેશનો ધરાર અનાદર કરાયો હતો. ત્રણ બળવાખોરો ઉમેદવારી નોંધાવી હતી. આ બધાય ચૂંટણી જીત્યા હતાં.
- ખંભાત સહકારી સંઘની ચૂંટણીમાં ઉમેદવારોને મેન્ટેડ અપાયો હતો તેમ છતાં ભાજપના જ પાંચ ઉમેદવારોએ અલગ ચોકો રચ્યો હતો. મેન્ટેડની કોઇએ પરવા કરી ન હતી.
- રાજકોટ જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપે મનસુખ સંખારવાને મેન્ટેડ આપ્યો હોવા છતા ડો.એન.ડી.શિલુએ ઉમેદવારી નોંધાવી હતી. જૂથવાદ વકરતાં સંઘની ચૂંટણીમાં ભાજપના બે ફાડચાં પડ્યા હતાં તેમ છતાં ભાજપની નેતાગીરી કશું કરી શકી
- લોધિકા સંઘની ચૂંટણીમાં પણ ખુદ પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીએ બળવાખોરની ભૂમિકા ભજવી હતી. મામલો એટલી હદે પહોચ્યોકે, પાટીલે નોટિસ આપીને ખુલાસો માંગ્યો હતો.
- વડોદરા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં બળવાખોર પ્રવિણ પટેલે મેદાન માર્યુ હતું જયારે સત્તાવાર ઉમેદવાર મુકેશ પટેલને હારનો સામનો કરવો પડ્યો હતો.
- ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ધારાસભ્ય કિરીટ પટેલ અને દિનેશ પટેલ જૂથ સામસામે આવ્યુ હતું. પ્રદેશ નેતાઓની મથામણ છતાં મેન્ટેડને કારાણે મૂકાયો હતો. આખરે ભાજપના મેન્ટેડ ધરાવતાં ૮ ઉમેદવારો હાર્યા હતાં. ધારાસભ્યને જ મેન્ટેડ અપાયો ન હતો.
- હારીજ એપીએમસીની ચૂંટણીમાં પણ ભાજપના મેન્ટેડનો કચ્ચરઘાણ થયો હતો કેમકે, મેન્ટેડ ન અપાતાં વાઘજીભાઇ ચૈાધરીએ બળવો કરીને ઉમેદવારી કરી હતી. ભાજપના સત્તાવાર ઉમેદવાર બાબુભાઇ સવાભાઇ ચૈાધરી ચૂંટણી જીતી શક્યા ન હતાં.
- જુનાગઢના ભેંસાણ માર્કેટયાર્ડની ચૂંટણીમાં પણ ભાજપના મેન્ટેડ ધરાવતાં ઉમેદવાર સામે ભાજપનું જૂથ મેદાને પડ્યુ હતું. આખરે હારના સોમનો કરવો પડ્યો હતો.
ભાગ્યશાળી લોકોને ગબ્બર પર્વત પર સંભળાય છે માતાજીનો આ અવાજ, પર્વત પર કાન ધરીને સાંભળજ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે