'તે બીજું ઘર કર્યું છે,તો અહીં શું કરવા આવી છો'? દગાબાજ પત્નીના લફરામાં પતિનો ભોગ લેવાયો, મળ્યું દર્દનાક મોત

આજી ડેમ રોડ પર અમુલ સર્કલ પાસે ફૂટપાથ પર રહેતો અને મજૂરીકામ કરતા યુવકને તીક્ષણ હથિયારના ઘા-ઝીંકી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં હત્યા પત્નીના પ્રેમીએ કરી હોવાનું ખુલ્યું છે. થોરાળા પોલીસની ટીમે હત્યાનો ગણતરીની કલાકમાં જ ભેદ ઉકેલી.

'તે બીજું ઘર કર્યું છે,તો અહીં શું કરવા આવી છો'? દગાબાજ પત્નીના લફરામાં પતિનો ભોગ લેવાયો, મળ્યું દર્દનાક મોત

Rajkot News: રાજકોટ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. આજી ડેમ રોડ પર અમુલ સર્કલ પાસે ફૂટપાથ પર રહેતો અને મજૂરીકામ કરતા યુવકને તીક્ષણ હથિયારના ઘા - ઝીંકી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં હત્યા પત્નીના પ્રેમીએ કરી હોવાનું ખુલ્યું છે. થોરાળા પોલીસની ટીમે હત્યાનો ગણતરીની કલાકમાં જ ભેદ ઉકેલી હત્યારા પ્રેમી સહિત 2 શખ્સની ધરપકડ કરી હતી.

  • રાજકોટમાં યુવકની હત્યાથી ચકચાર..
  • પત્નીના પ્રેમીએ જ ઉતારી દીધો મોતને ઘાટ..
  • પત્નીના પ્રેમી સહિત બે શખ્સને પોલીસે દબોચી લીધા

ગુજરાતના ખેડૂતોને કૃષિ હવામાન વિભાગની ડરામણી આગાહી; આ જિલ્લામાં બહાર નીકળવું પણ ભારે

રાજકોટ પોલીસના સકંજામાં રહેલા આ શખ્સોનું નામ સાગર મનસુખ મકવાણા અને સંજય રમણિક સોલંકી  છે. બન્ને શખ્સો પર આરોપ હત્યા કરવાનો છે. સમગ્ર મામલા પર નજર કરીએ તો, આજી ડેમ રોડ પર અમુલ સર્કલ નજીક ગઈકાલે સાંજે ફૂટપાથ પર રહેતો અને મૂળ જેતપુરના પેઢલા ગામના મુકેશભાઈ અરજણભાઈ ગુજરાતીની હત્યા કરાયેલી લાશ મળી હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો અને તપાસ કરતા માથામાં તીક્ષણ હથિયારનાથા ઝીંકી હત્યા કરી અજાણ્યા શખ્સો નાસી ગયા હતા. 

પોલીસ પૂછપરછમાં હત્યાના બનાવ બાદ એક રિક્ષા શંકાસ્પદ હાલતમાં નીકળી હોવાનું બહાર આવતા પોલીસે વધુ તપાસ તેજ કરી હતી. પોલીસે હત્યા જે સ્થળે થઈ હતી ત્યાં થી શંકાસ્પદ રીક્ષા જે માર્ગે ગઈ તેના સીસીટીવી ચેક કર્યા હતા. થોરાળા પોલીસે મૃતકના નનાભાઈ રામજી ગુજરાતીની ફરિયાદ નોંધી હતી. હત્યારાઓ ગોંડલ ચોકડી નજીક પહોંચતા જ પોલીસે દબોચી લીધા હતા. હાલ પોલીસે બન્ને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે.

શા માટે કરી હત્યા ?
પોલીસ પાસે થી મળતી માહિતી મુજબ, સોમવારના મૃતકની પત્ની શોભના તેમજ સાગર મકવાણા રીક્ષા લઈને મૃતકના ઘરે ગયા હતા. મૃતક મુકેશ ગુજરાતી કહ્યું હતું કે, તે બીજું ઘર કર્યું છે તો અહીં શું કરવા આવી છો? અને બન્ને વચ્ચે મારામારી થઈ હતી અને શોભના ભાગી ગઈ હતી. જોકે મૃતક મુકેશ અને સાગર મકવાણા રીક્ષા લઈને શોધવા નીકળી ગયા હતા. દરમિયાન સાત વાગ્યા આસપાસ જાણવા મળ્યું હતું કે, સાગર મકવાણા દ્વારા 80 ફૂટ રોડ ઉપર અમૂલ સર્કલ પાસે મારીને નાખી દીધો હતો. દોઢ મહિના પૂર્વે શોભના પોતાના પતિ મુકેશ ગુજરાતી અને મૂકીને પોતાના પ્રેમી સાગર મકવાણા સાથે જતી રહી હતી. આમ છેલ્લા દોઢ મહિનાથી મુકેશ ગુજરાતી અને સાગર મકવાણા વચ્ચે અણબનાવ ચાલી રહ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં સાગર મકવાણા વિરુદ્ધ અગાઉ અપહરણ, દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ત્રણ-ત્રણ ગુના નોંધાઈ ચૂક્યા છે. જ્યારે કે મરણ જનાર મુકેશ ગુજરાતી વિરુદ્ધ ઘરફોડ ચોરી સહિતના ગુના નોંધાઈ ચૂક્યા છે. હત્યાના ગુનામાં આરોપીઓને પોલીસે જેલના સળિયા ગણતા કરી દીધા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news