ગુજરાતનો આ યુવાન માત્ર 16 દિવસમાં 1832 કિમી લદ્દાખ યાત્રા પુર્ણ કરી

કહેવત છે કે મન હોય તો માંડવે જવાય અને મક્કમ મન કરીને નિકળીએ તો ગમે તેવુ કાર્ય હોય એ પુર્ણ થાય. એવો જ એક હિંમતવાન યુવાન છે હિંમતનગરનો કે જેને પગલે ૧૮૩૨ કિમીની રાઈડ માત્ર ૧૬ દિવસમાં પુર્ણ કરી હતી. ગુજરાતને પ્રથમ ફાસ્ટર બન્યો છે. એટલે અગામી દિવસમાં સાયકલ કંપનીએ પણ ફાસ્ટર સાયકલ સાથે જયનું નામ જોડી સાયકલની બ્રાંડ શરુ કરશે તો સાથે કંપનીમાં નોકરી પણ આપવાની વાત કરી છે તો સામે જય પણ એવરેસ્ટ સર કરવાની શરૂઆતમાં લાગી ગયો છે.
ગુજરાતનો આ યુવાન માત્ર 16 દિવસમાં 1832 કિમી લદ્દાખ યાત્રા પુર્ણ કરી

શૈલેષ ચૌહાણ/હિંમતનગર : કહેવત છે કે મન હોય તો માંડવે જવાય અને મક્કમ મન કરીને નિકળીએ તો ગમે તેવુ કાર્ય હોય એ પુર્ણ થાય. એવો જ એક હિંમતવાન યુવાન છે હિંમતનગરનો કે જેને પગલે ૧૮૩૨ કિમીની રાઈડ માત્ર ૧૬ દિવસમાં પુર્ણ કરી હતી. ગુજરાતને પ્રથમ ફાસ્ટર બન્યો છે. એટલે અગામી દિવસમાં સાયકલ કંપનીએ પણ ફાસ્ટર સાયકલ સાથે જયનું નામ જોડી સાયકલની બ્રાંડ શરુ કરશે તો સાથે કંપનીમાં નોકરી પણ આપવાની વાત કરી છે તો સામે જય પણ એવરેસ્ટ સર કરવાની શરૂઆતમાં લાગી ગયો છે.

આ છે હિંમતનગર નો જય પંચાલ કે જે પહેલા ૧ કિમી સાઈકલીંગ કે દોડમાં પણ થાકી જતો હતો. જો કે તેને માત્ર ૧૬ દિવસમાં પુર્ણ કરી છે. ૧૮૩૨ કિમીની સાઈકલ રાઈડ કહેવત છે કે, સાહસ વિના સિદ્ધિ નહિ તેમ જય પંચાલે સાહસ કર્યુ અને સારી એવી સિદ્ધિ પણ મેળવી. માં- બાપ અને ગુરુ એટલે કે શિક્ષકના આશીર્વાદથી જય ૧૦માં ધોરણમાં ભણતો હતો ત્યારે તેમના શિક્ષક કિંજલ બેને તેને સાઈકલ ચલાવતો જોઈને સાઈકલ ગીફ્ટ કરી હતી. પછી ધીરે ધીરે જય પંચાલ મહેનત કરતો રહ્યો અને હિંમતનગર ખાતે સાઈકલ ક્લબ જોઈન કર્યુ. સાઈકલ ક્લબમાં ૨ વર્ષ રહ્યો અને પછી ધીરે ધીરે પોતાની ક્ષિતિજો સર કરવા લાગ્યો. આમ તો જય પંચાલની આર્થીક સ્થિતી નબળી છે. પિતા ભાડાની દુકાનમાં વેલ્ડીંગ કામ કરે છે અને જય ભણતર સાથે સાઈકલીંગ અને ગામે ગામ ફરીને કપડાની ફેરી પણ કરે છે. પોતાનુ અને ઘરનુ કામ કરીને પણ આગળ આવવા માટે હિંમત કરી જય હિંમતનગરથી ખારદુગાલ (લેહ લદાખ)ની સાઈકલ રાઈડીંગ કરી પહોચ્યો અને બન્યો ગુજરાતનો પ્રથમ ફાસ્ટર રાઈડર બન્યો.

જય પંચાલ આમ તો મેહુલ જોષી જોડે સાઈકલીંગ શીખી રહ્યો હતો કારણ કે મેહુલ જોષી તેઓ સાઈકલ ક્લબ ચલાવે છે. જ્યાં જય બે વર્ષ સુધી તેમની સાથે રહીને તાલીમ લઈ મક્કમ મને આગળ વધ્યો પરંતુ ૧૮૩૨ કિમીનું અંતર કાપવા જય પાસે જે સાઈકલ હતી તે ચાલી શકે તેમ ન હતી. તો આર્થીક મદદની જરૂર હતી અને ત્યારે જ ફાસ્ટર સાઈકલ કંપનીએ સાયકલ સ્પોન્સર કરી અને અન્ય ખર્ચ પણ આપ્યો અને પછી તો જય નિકળી પડ્યો. મંજિલ સુધી પહોંચવા માટે હિમતનગરના કાંકરોલથી સવારે ૬ વાગ્યે ખારદુગાલ લેહ લદાખ માટે સાઈકલીંગ શરૂ કરી અને ૧૬માં જ દિવસે પહોચી ગયો. એટલે જ જય ગુજરાતનો ફાસ્ટર રાઈડર બન્યો છે અને ધ ફાસ્ટર સાઈકલ કંપની દ્રારા જય પંચાલને નોકરી આપવાનુ અને જય પંચાલનું નામે ફાસ્ટર સાયકલ જોડે જોડી નવી સાઈકલ પણ બનાવવાનુ જણાવ્યુ છે એ પણ એક પરિવાર માટેની ગૌરવની વાત છે. તો કંપનીએ જયને તમામ મદદ કરી સાથે જય તેના પરિવાર એ તેના શિક્ષકનું સન્માન કર્યું હતું.

હિંમત કરીને જય પંચાલે ખારદુગાલ પહોચી ફાસ્ટર રાઈડર બન્યો. હવે ગુરૂની જેમ માઉન્ટ એવરેસ્ટ સર કરવાનુ સ્વપ્ન જોયુ છે. જેની તૈયારીઓ હાલ કરી રહ્યો છે. હવે સમગ્ર ભારત ભરમાં પોતાનો ડંકો વગાડવા જય મહેનત કરી રહ્યો છે. જ્યા સુધી માઉન્ટ સર નહિ કરે ત્યા સુધી જંપીસ નહિ એવુ અડગ મન રાખીને આગળ વધી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news