શિયાળામાં જેતપુરનાં આ પીણા માટે થાય છે પડાપડી, ડાયાબિટીસ જેવા દર્દો માટે અકસીર
શિયાળો બરાબર જામ્યો છે, અને એમાં ઠડીમાં જો ટાઢ ઉડાડવા સાથે સાથે આરોગ્યને પણ ફાયદો થાય તેવી વસ્તુ પીવા મળે તો કેવી મઝા આવી જાય. જેતપુરમાં સેવાભાવી લોકો દ્વારા લોકોને આવી માજા કરાવવામાં આવી રહી છે. જી હા આ સેવાભાવી લોકો અહીં આરોગ્ય વર્ધક ગરમ ગરમ કાવો પીવડાવી રહ્યા છે. આ કાવા માટે કોઇ પાસેથી એક પણ પૈસો લેવામાં આવતો નથી. માત્ર લોકોનાં આશિર્વાદ જ સ્વિકારવામાં આવે છે.
Trending Photos
નરેશ ભાલીયા/જેતપુર : શિયાળો બરાબર જામ્યો છે, અને એમાં ઠડીમાં જો ટાઢ ઉડાડવા સાથે સાથે આરોગ્યને પણ ફાયદો થાય તેવી વસ્તુ પીવા મળે તો કેવી મઝા આવી જાય. જેતપુરમાં સેવાભાવી લોકો દ્વારા લોકોને આવી માજા કરાવવામાં આવી રહી છે. જી હા આ સેવાભાવી લોકો અહીં આરોગ્ય વર્ધક ગરમ ગરમ કાવો પીવડાવી રહ્યા છે. આ કાવા માટે કોઇ પાસેથી એક પણ પૈસો લેવામાં આવતો નથી. માત્ર લોકોનાં આશિર્વાદ જ સ્વિકારવામાં આવે છે.
કચ્છના કંડલા પોર્ટ પર મિથેનોલની વિશાળ ટેન્કમાં ભયાનક બ્લાસ્ટ બાદ આગ, 3નાં મોત
જેતપુરના જૂનાગઢ રોડ ઉપર કડકડતી ઠંડીમાં ભીડ જામેલી જોઈને અચરજ થાય, પરંતુ અહીં આવી ઠંડીમાં રોજેજ ભીડ જમા થાય છે, તેનું ચોક્કસ કારણ છે. અહીં લોકો ઠંડી ઉડાડવા સાથે સાથે પોતાનું આરોગ્ય વધે તે માટે ખાસ પીણું પીવા માટે આવે છે. જી હા અહીં ઠંડી ની ઋતુમાં ખાસ આરોગ્યને ફાયદાકારક અને ઠંડી ઉડાડી શકાય તે માટેનો આયુર્વેદિક કાવો પીવડાવામાં આવે છે. આ કાવો પણ તદ્દન મફત. અહીં જમનભાઈ પટેલ અને તેનું ગ્રુપ રાત પડે અને કાવો બનાવવાની શરૂઆત કરે છે. રાત્રીના 9 વાગ્યા સુધીમાં અહીં ગરમ ગરમ કાવો તૈયાર હોય છે. આ કાવો શિયાળા દરમિયાન પીવાથી આખુ વર્ષ તંદુરસ્ત જવાનો દાવો કરવામાં આવે છે. આ ઉપરાંત ડાયાબિટીસ અને બીપીનાં દર્દીઓ માટે પણ આ કાવો ખુબ ફાયદાકારક હોવાનો દાવો કરવામાં આવે છે.
દેહનો વેપાર કરવા બાંગ્લાદેશની રૂપલલનાઓ છેક જેતપુર સુધી પહોંચી
આ સેવાભાવી લોકો કાવો બનાવવા માટે ખાસ રાજસ્થાની માસાલો અને અન્ય તાજા આયુર્વેદિક મસાલામાં ફુદીનો, તુલસી, આદુ, તજ, લવિંગ સહિતના 30 જેટલા મસાલા તૈયાર કરીને રાખે છે, અને લોકો માટે ખાસ આરોગ્યને ફાયદો થાય તેવી રીતથી કાવો બનાવે છે. તેવો તેની વિતરણના સ્થળ પર જ કાવો બનાવે છે. અહીં જ તેવો ગેસના ચૂલા ઉપર ખાસ તાંબાના વાસણમાં કાવો કલાકો સુધી ઉકાળીને તૈયાર કરવામાં આવે છે. લોકોને ગરમા ગરમ કાવો પીરસવામાં આવે છે. જેમાં તાજા તુલસી સહિતના ઓષધો નાખીએ લોકોને પીવડાવાય છે. લોકોમાં પણ ઠંડી ઉડાડવા સાથે આરોગ્યને ફાયદો કરતો કાવો પીવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. બાળકો પણ આ કાવો પીવા માટે મોટા પ્રમાણમાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે