ફફડાટ! ગુજરાતમાં કોરોનાથી સૌથી વધારે અસરગ્રસ્ત બનનાર શહેર માટે ઘડાયો માસ્ટરપ્લાન, આ રીતે રોકશે વાયરસ

વિદેશમાં ફાટી નિકળેલા કોરોના સંક્રમણ બાદ ગુજરાત સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. જેના ભાગ રૂપે અમદાવાદ મહાનગર પાલિકાએ પણ કોરોના સામે લડવા માટે તૈયારીઓ શરૂ કરી છે. જો ફરી કોરોના કેસ વધે અને લોકોને યોગ્ય રીતે સારવાર મળી રહે તે માટે કલેક્ટર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 

ફફડાટ! ગુજરાતમાં કોરોનાથી સૌથી વધારે અસરગ્રસ્ત બનનાર શહેર માટે ઘડાયો માસ્ટરપ્લાન, આ રીતે રોકશે વાયરસ

ગૌરવ પટેલ, અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના ફફડાટ વચ્ચે ગાઈડલાઈન બદલાતી જાય છે. અમદાવાદમાં કોરોનાને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે. શહેરી તંત્ર સાથે જિલ્લા તંત્ર પણ કાર્યરત થયું છે. અમદાવાદ જિલ્લામાં હાલ એક પણ કોરોના કેસ છે નહીં આમ છતાં તંત્ર કોઈ પણ બાબતની બેદરકારી રાખવા માગતું નથી. અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસ નેગેટિવ થતા ગત રોજ શેલાના એક દર્દીને ડિસ્ચાર્જ અપાયો હતો. શહેરની હોસ્પિટલોમાં  ઓક્સિજન અને બેડની પુરતી વ્યવસ્થા ઉભી કરવા ઇન્ચાર્જ જિલ્લા કલેકટરે ખાતરી આપી છે. રેપીડ રીસપોન્સ ટીમની પણ વ્યવસ્થા કરાઈ છે. સરકારે કોવિડની પરિસ્થિતિને પહોંચી વળવા અધિકારીઓની અધ્યક્ષતામાં એક્સપર્ટની ટીમ બનાવાઈ છે. આવતી કાલે અમદાવાદ જિલ્લામાં મોકડ્રીલ પણ કરવામાં આવશે. 

અમદાવાદમાં પીએચસીમાં ટેસ્ટીંગની સુચના અપાઈ છે. જરૂર પડે ટેસ્ટીંગની સંખ્યા વધારાશે અને એરપોર્ટ પર ચેકીંગની વ્યવસ્થા કરાઈ છે. રેન્ડમલી બે ટકા પેસેન્જરનું ચેકીંગ થાય છે. 51 જેટલા પીએચસી અને સીએચસી પર ઓક્સિજન જનરેટ પ્લાન્ટની હાલમાં વ્યવસ્થા છે. ગત વેવની કપરી પરિસ્થિતિ જોઈ chc સેન્ટર પર ઓક્સિજન જનરેટ પ્લાન્ટ ઉભા કરાયા છે. સોલા સિવિલમાં 100 બેડ કોરોના માટે અનામત રખાયા છે. અગાઉ જિલ્લામાં 2700 બેડની વ્યવસ્થા કરાઈ હતી. જરૂર પડે અન્ય બેડની વયવસ્થા ઉભી કરવા પણ તૈયારીઓ દર્શાવી છે.

હાલમાં કોરોનાના કેસો ન હોવા છતાં  કોમોર્બીડ લોકોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. હાલ જિલ્લામાં વેકસીનની પ્રક્રિયા નહિવત છે. જોકે સરકાર તરફથી વેક્સીનનો જથ્થો પુરો પડાતા ડ્રાઇવ શરૂ કરવામાં આવશે. લોકોને પેનિક નહિ થવા અને સાવચેતી રાખવા આપી સૂચના આપી છે. નવા વર્ષે જરૂર વગર મેળાવડામાં ન જવા અને જાય તો માસ્ક પહેરીને જવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તંત્રએ સૂચના આપી છે. તેમજ આગામી ગાઈડ લાઇન પ્રમાણે ચાલવા પણ આદેશો થયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news