સુરત : રાત્રે ચોરી કરવા નીકળેલ ચોરને લોકોએ પકડીને ઢોર માર માર્યો

સુરતના માનદરવાજા વિસ્તારમાં રાત્રે ચોરી કરવા નીકળેલ ચોરને લોકોએ પકડીને ઢોર માર માર્યો છે. પકડાયેલા કથિત ચોરને લોકોએ માર મારીને પોલીસ હવાલે કર્યો હતો. જોકે ચોરને લોકોએ પકડ્યા બાદ ઢોર માર મારતો વીડિયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

સુરત : રાત્રે ચોરી કરવા નીકળેલ ચોરને લોકોએ પકડીને ઢોર માર માર્યો

તેજશ મોદી/સુરત :સુરતના માનદરવાજા વિસ્તારમાં રાત્રે ચોરી કરવા નીકળેલ ચોરને લોકોએ પકડીને ઢોર માર માર્યો છે. પકડાયેલા કથિત ચોરને લોકોએ માર મારીને પોલીસ હવાલે કર્યો હતો. જોકે ચોરને લોકોએ પકડ્યા બાદ ઢોર માર મારતો વીડિયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

માર મારવાથી ચોરની તબિયત બગડી
સુરતના માન દરવાજા વિસ્તારમાં ગત મોડી રાત્રે ચોરી કરવા નીકળેલા ચોરને લોકોએ પકડી પડ્યો હતો. બાદમાં લોકોએ કાયદાનું ઉલ્લંઘન કરીને બેરહેમીપૂર્વક ઢોર માર માર્યો હતો. લોકોએ ચોરને ઝાડ સાથે બાંધીને તને ફટકા માર્યા હતા. બાદમાં લોકોએ પોલીસ બોલાવી ચોરને પોલીસ હવાલે કર્યો હતો. પરંતુ લોકોએ ઢોર માર માર્યો હોવાને કારણે ચોરની તબિયત બગડી હતી, જેથી પોલીસ તેને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી તેવું સુરત શહેર પોલીસના પીઆરઓ પી.એલ. ચૌધરીએ જણાવ્યું. 

ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની અસર શરૂ, 48 તાલુકામાં વરસાદ ખાબક્યો

લોકોએ વીડિયો બનાવી વાઈરલ કર્યો
ઘટના કોઈ પણ હોય, પણ લોકોને તેનો વીડિયો બનાવવો હોય છે. ત્યારે સુરતમાં પકડાયેલા ચોરને માર મારતો વીડિયો પણ લોકોએ ઉતાર્યો હતો. જેના બાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news