AC માં બેસી ઓર્ડર કરતા હોય તેવા નેતાઓની જરૂર નથી, તેને પેક કરીને ભાજપને ગીફ્ટ આપી દો

રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે છે. તેમણે ગુજરાત કોંગ્રેસમાં હાલ ચાલી રહેલા અસંતોષ અને રાજીનામાના દોર વચ્ચે આ મુલાકાત લીધી છે. જેના કારણે આ તેમની મુલાકાત ખુબ જ મહત્વની માનવામાં આવી રહી છે. તેવામાં રાહુલ ગાંધીને અનેક અસંતોષ હોય તેવા નેતાઓ પણ રજુઆત કરે તેવી શક્યતાઓને જોતા આ મુલાકાત ખુબ જ મહત્વની છે. તેવામાં રાહુલ ગાંધીએ મીડિયા સાથે પણ ચર્ચા કરી હતી. અહીં રાહુલ ગાંધીએ જણાવ્યું કે, હું જ્યારે પણ ગુજરાત આવું છું ત્યારે ખુબ જ સારૂ લાગે છે. દર વખતે કંઇક નવું શિખવા મળે છે. ગુજરાત કોંગ્રેસ અને ગુજરાતીઓ હંમેશા અલગ જ રીતે કામ કરી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસ ગુજરાતથી જ ઉદ્ભવી છે. હું આજે ભગવાન કૃષ્ણની નગરીમાં આવ્યો છું ત્યારે મને એક કિસ્સો યાદ આવે છે કે, ભગવાન કૃષ્ણએ એક વાર મહાભારતના યુદ્ધ પહેલા દુર્યોધનને પુછ્યું કે તારે શું જોઇએ છે ત્યારે દુર્યોધને તેમને જણાવ્યું હતું કે, મારે તમારી સેના જોઇએ છે. તેમ આજે અમારી સેના દુર્યોધન જેવો પક્ષ લઇ રહ્યો છે. પણ અમને તો ગુજરાતની કૃષ્ણરૂપી જનતા પર ભરોસો છે. 

AC માં બેસી ઓર્ડર કરતા હોય તેવા નેતાઓની જરૂર નથી, તેને પેક કરીને ભાજપને ગીફ્ટ આપી દો

દ્વારકા : રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે છે. તેમણે ગુજરાત કોંગ્રેસમાં હાલ ચાલી રહેલા અસંતોષ અને રાજીનામાના દોર વચ્ચે આ મુલાકાત લીધી છે. જેના કારણે આ તેમની મુલાકાત ખુબ જ મહત્વની માનવામાં આવી રહી છે. તેવામાં રાહુલ ગાંધીને અનેક અસંતોષ હોય તેવા નેતાઓ પણ રજુઆત કરે તેવી શક્યતાઓને જોતા આ મુલાકાત ખુબ જ મહત્વની છે. તેવામાં રાહુલ ગાંધીએ મીડિયા સાથે પણ ચર્ચા કરી હતી. અહીં રાહુલ ગાંધીએ જણાવ્યું કે, હું જ્યારે પણ ગુજરાત આવું છું ત્યારે ખુબ જ સારૂ લાગે છે. દર વખતે કંઇક નવું શિખવા મળે છે. ગુજરાત કોંગ્રેસ અને ગુજરાતીઓ હંમેશા અલગ જ રીતે કામ કરી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસ ગુજરાતથી જ ઉદ્ભવી છે. હું આજે ભગવાન કૃષ્ણની નગરીમાં આવ્યો છું ત્યારે મને એક કિસ્સો યાદ આવે છે કે, ભગવાન કૃષ્ણએ એક વાર મહાભારતના યુદ્ધ પહેલા દુર્યોધનને પુછ્યું કે તારે શું જોઇએ છે ત્યારે દુર્યોધને તેમને જણાવ્યું હતું કે, મારે તમારી સેના જોઇએ છે. તેમ આજે અમારી સેના દુર્યોધન જેવો પક્ષ લઇ રહ્યો છે. પણ અમને તો ગુજરાતની કૃષ્ણરૂપી જનતા પર ભરોસો છે. 

હાલ સરકાર સીબીઆઇ, મિડીયા, ઇડી, સારા કપડા પહેરે છે પરંતુ આપણે સત્ય સાથે રહેવુ પડશે. મારા પર દાદા ગાંધીજી સાથે કામ કરતા હતા. મે એક પત્ર વાંચ્યો હતો જે નહેરુ માટે લખ્યો હતો. ભાજપનું રાજકારણ ગુજરાતને નુકસાન કરે છે. વ્યવસાય ગુજરાતની તાકાત છે. તમારે લોકોએ આને સંભાળવાનું છે. 2022ની વિધાનસભા ચૂંટણી અંગે રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું. આ ચૂંટણી કોઈ સમસ્યા છે જ નહિ પરંતુ ચૂંટણી આપણે જીતી ચૂક્યા છીએ. સમસ્યા એ છે કે તમે તે માની નથી શકતા. તમે અહી લડો છો એટલે મોદી સામે થોડો આત્મવિશ્વાસ ઓછો છે. કોરોના મહામારી અંગે રાહુલ ગાંધીએ પ્રહારો કર્યા હતા કે, કોરોનાના કારણે ગુજરાતમાં અસંખ્ય લોકોના મૃત્યુ અવ્યવસ્થાને કારણે સર્જાયા છે. ગુજરાત મોડેલની વાત કરવામાં આવે છે પણ આ મોડલની હાલત કોરોના કાળમાં શું થઇ તે સૌકોઇએ જોઇ છે. હાલ ગુજરાત મોડેલ ઓક્સિજન પર છે. 

ગુજરાતની તાકાત નાના અને મધ્યમ ઉદ્યોગો હતા. નરેન્દ્ર મોદીએ તે તાકાત તોડી નાખી છે. 4 - 5 લોકો ગુજરાત ચલાવે છે. કોગ્રેસ પાર્ટીને જીતાડવા માંગે છે. કોગ્રેસ શું કરશે અને કંઇ રીતે કરશે કયા લોકો કયા કામને પુરુ કરશે તે લોકો સુધી પહોંચાડવાનું છે. કન્ફ્યુઝન દુર કરવાના છે. રાહુલ ગાંધીનું પક્ષા પલટા અંગે જણાવ્યું કે, ભાજપ હજુ કેટલા લોકોને લઇ જશે. ભાજપને જેટલા જોઇંએ એટલા લઇ જાઓ. અમે તમને ભેટ આપીએ છીએ. એમએસએમઇ ગુજરાતની તાકાત છે. તેમણે ગુજરાતની કરોડરજ્જુ તોડી નાંખી. ગુજરાતીઓ બધુ સારી રીતે જાણે છે. 

પગ પકડવા અને હાથ જોડવા ભાજપનું કામ છે. આપણે કોઈના પગ પકડવાની જરૂર નથી. જે લોકો કામ કરશે તે જ આગળ આવશે. જે કામ નહિ કરે તેમને સાઈડમાં કરી દો તેવી સ્પષ્ટ સુચના રાહુલ ગાંધીએ આપવાની સાથે હુંકાર કર્યો હતો. મારા માટે 30 મજબુત નેતાઓ બસ છે. જે એસિમાં બેસીને વાતો કરે છે તેવા લોકોને પેક કરીને ભાજપને ગીફ્ટ આપી દો. જે જમીન પર કામ કરી શકે તેવા નેતાઓની જ જરૂર હતી છે અને રહેશે. 30 મજબુત ખભાની જરૂર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news